Gujarat Updates

રાજકોટ AIIMS ઇન્ટર્ન ડૉક્ટર ટ્રેન નીચે કૂદી કર્યો આપઘાત!

રાજકોટથી દુઃખદ સમાચાર આવ્યા છે. શહેરના રેલવે ટ્રેક પર એક યુવાન ઇન્ટર્ન ડૉક્ટરે આપઘાત કરી લીધો છે. મૃતક ડૉ. રતનકુમાર મોહનલાલ મેઘવાલ (ઉંમર 25) મૂળ જેસલમેરના રહેવાસી હતા અને હાલમાં રાજકોટમાં MBBSના વિદ્યાર્થીઓ તેમજ ઇન્ટર્ન તરીકે અભ્યાસ કરી રહ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, ડૉ. મેઘવાલે 14 માર્ચના રોજ વહેલી સવારે આશરે 4 વાગ્યાના આસપાસ મેડિકલ હોસ્ટેલમાંથી નીકળ્યા હતા અને સવારે 4:45 વાગ્યે પરાપીપળીયા રેલવે ફાટક નજીક રેલવે ટ્રેક પર પહોંચી ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો. ઘટનાસ્થળે પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં ડૉ. મેઘવાલે લાંબા સમયથી માનસિક તણાવમાં હોવાનો ઉલ્લેખ કર્યો છે.

સ્થાનિક પોલીસ દળે ઘટનાની પૂરતી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે, ડૉ. મેઘવાલે દોઢ મહિનાથી પણ ઓછા સમય પહેલાં પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જે તેમના માનસિક સ્વાસ્થ્ય પર ભારે અસર જોવા મળી હતી.

Exit mobile version