Trendingઅવનવુંઆંતરરાષ્ટ્રીય

ખોટા રોગનો બહાને, મહિલા ડોક્ટરો સામે અયોગ્ય વર્તન

કેનેડાના મિસિસાગા શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જેણે આરોગ્ય સેવાઓની સુરક્ષા અને નૈતિકતા અંગે ગંભીર ચર્ચાઓને જન્મ આપ્યો છે. ભારતીય મૂળના 25 વર્ષીય યુવક વૈભવની ધરપકડ કરવામાં આવી છે, જે પર આરોપ છે કે તેણે અનેક મેડિકલ ક્લિનિકોમાં જઈ મહિલા ડોક્ટરો સામે અશ્લીલ અને અયોગ્ય હરકતો કરી હતી. પોલીસ તપાસ મુજબ, આરોપી લાંબા સમયથી ગોઠવેલી યોજના હેઠળ કામ કરતો હતો. જૂન 2025થી નવેમ્બર 2025 દરમિયાન તેણે અલગ-અલગ ક્લિનિકોમાં જઈ પોતાને દર્દી તરીકે રજૂ કર્યો હતો અને ખોટા રોગોની ફરિયાદો કરી હતી. આ રીતે તે મહિલા ડોક્ટરોને પોતાની શારીરિક તપાસ કરવા માટે પ્રેરિત કરતો અને ત્યારબાદ અશ્લીલ વર્તન કરીને પરિસ્થિતિનો ગેરલાભ લેતો હતો. આ ઘટના માત્ર એક વખત નહીં, પરંતુ અનેકવાર અને વિવિધ સ્થળોએ બની હોવાની શક્યતા છે.

આ સમગ્ર મામલે તપાસ પિલ રીજનલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. પોલીસે સત્તાવાર નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે આરોપી પોતાની ઓળખ છુપાવવા માટે ક્યારેક “આકાશદીપ સિંહ” નામનો ઉપયોગ કરતો હતો. ખોટી ઓળખનો ઉપયોગ કરીને તે ક્લિનિક સ્ટાફને ગેરમાર્ગે દોરતો અને પોતાની હરકતોને લાંબા સમય સુધી ચાલુ રાખવામાં સફળ રહ્યો હતો. આરોપીની ધરપકડ 4 ડિસેમ્બર,2025ના રોજ બ્રેમ્પટન શહેરમાંથી કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે અનેક ફરિયાદો મળ્યા બાદ તપાસને ગતિ આપવામાં આવી અને આખરે આરોપીને પકડવામાં સફળતા મળી હતી.

પોલીસે આરોપી સામે અનેક ગંભીર ગુનાઓ હેઠળ કેસ નોંધ્યો છે. તેમાં જાહેર સ્થળે અશ્લીલ હરકત, ઓળખ ચોરી, ઓળખ સાથે છેતરપિંડી અને ખોટા દસ્તાવેજો રાખવાના ગુનાઓનો સમાવેશ થાય છે. કાયદા નિષ્ણાતોના મતે, આ તમામ ગુનાઓ માટે કડક સજા થઈ શકે છે, ખાસ કરીને જ્યારે આ હરકતો પુનરાવર્તિત રીતે કરવામાં આવી હોય.તપાસ અધિકારીઓએ જણાવ્યું છે કે આ કેસમાં વધુ પીડિતો હોવાની શક્યતા નકારી શકાય નહીં. ઘણા ક્લિનિકોમાં આવી સમાન પ્રકારની ઘટનાઓ નોંધાઈ હોવાની માહિતી મળી રહી છે. તેથી પોલીસે જાહેરમાં અપીલ કરી છે કે જેમને પણ આવી કોઈ ઘટના અનુભવી હોય અથવા જાણકારી હોય તેઓ આગળ આવીને પોલીસને મદદ કરે.

આ ઘટનાએ આરોગ્ય ક્ષેત્રમાં કાર્યરત મહિલા ડોક્ટરો અને સ્ટાફની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.ખાસ કરીને મહિલા ડોક્ટરો માટે સુરક્ષિત કાર્યપરિસ્થિતિ સુનિશ્ચિત કરવી એ પ્રાથમિકતા હોવી જોઈએ.ક્લિનિકો સામાન્ય રીતે વિશ્વાસ અને ગોપનીયતાના આધારે કાર્ય કરે છે, જ્યાં દર્દી અને ડોક્ટર વચ્ચેનો સંબંધ વિશ્વાસ પર ટકેલો હોય છે. પરંતુ આવી ઘટનાઓ આ વિશ્વાસને ઝંકૃત કરી દે છે.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.