ઘર ચમકાવવાના બહાને લાખોની ચોરીનો આક્ષેપ
અમદાવાદના તાપસી એપાર્ટમેન્ટ, સેટેલાઈટ માં હાથફેરાની ઘટના, તપાસ તેજ
14 June 2026 Gujarat Updates Team: અમદાવાદ શહેરના પોશ ગણાતા સેટેલાઈટ વિસ્તારમાં આવેલી તાપસી એપાર્ટમેન્ટમાં વિશ્વાસને ઝંઝોડી નાખે તેવી ચોરીની ઘટના સામે આવી છે. ઘર સફાઈ માટે બોલાવવામાં આવેલા ક્લીનિંગ સર્વિસના કર્મચારીઓ પર લાખો રૂપિયાની ચોરી કરવાનો આક્ષેપ થતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે. ઘટનાને લઈને આનંદનગર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સેટેલાઈટ વિસ્તારમાં આવેલી તાપસી એપાર્ટમેન્ટના રહેવાસીઓએ ઘર અને ઓફિસ જેવી જગ્યાઓની ઊંડાણપૂર્વક સફાઈ માટે ચામુંડા ક્લીનિંગ સર્વિસનો સંપર્ક કર્યો હતો. કંપની દ્વારા મોકલવામાં આવેલા કેટલાક કર્મચારીઓએ સ્થળ પર જઈને સફાઈની કામગીરી પૂર્ણ કરી હતી. જોકે ત્યારબાદ ઘરના માલિકને કિંમતી ચીજવસ્તુઓ અને રોકડ રકમ ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જોધપુર ગામ સ્થિત તપ્સી એપાર્ટમેન્ટમાં રહેતા 69 વર્ષીય રશ્મીબેન જયંતીલાલ શાહ એકલા રહે છે અને નજીકની એક પીજીમાં કેરટેકર તરીકે ફરજ બજાવે છે. તેમની દીકરી વેકેશન માટે મુંબઈથી અમદાવાદ આવી હોવાથી ઘરની સંપૂર્ણ સફાઈ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરિવારના ઓળખીતાની ભલામણથી વસ્ત્રાપુરની ‘ચામુંડા ક્લિનિંગ સર્વિસ’નો સંપર્ક કરવામાં આવ્યો હતો. ગત 11 મેના રોજ આશરે 25થી 30 વર્ષની ઉંમરના બે યુવકો સફાઈ માટે તેમના ઘરે આવ્યા હતા. તે સમયે રશ્મીબેન નોકરી પર ગયા હતા, જ્યારે તેમની દીકરી મોહિની ઘરમાં હાજર હતી.
સફાઈ દરમિયાન એક યુવક હોલમાં કામ કરી રહ્યો હતો, જ્યારે બીજો યુવક બેડરૂમમાં એકલો હતો. આ દરમિયાન બેડરૂમમાં આવેલા લાકડાના કબાટ પર રાખેલી ચાવીનો ઉપયોગ કરીને લોકર ખોલવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીએ લોકરમાંથી બે સોનાની પેન્ડલવાળી ચેઇન અને સોનાની કેપવાળું રુદ્રાક્ષ બ્રેસલેટ સહિત કુલ રૂ. 3.75 લાખના દાગીના ચોરી લીધા હતા.
સફાઈનું કામ પૂર્ણ થયા બાદ મોહિનીબેને સર્વિસના કર્મચારીઓને રૂ. 3,700ની રકમ ઓનલાઈન ચૂકવી હતી. જોકે, બીજા દિવસે સાંજે રશ્મીબેન કબાટ ખોલતાં દાગીના ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું.
પ્રાથમિક તપાસમાં અંદાજે રૂ.3.75 લાખની કિંમત દાગીના ચોરી થઈ હોવાની માહિતી સામે આવી છે. ફરિયાદીના જણાવ્યા મુજબ સફાઈ કામગીરી દરમિયાન જ ચોરીની ઘટના બની હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનાએ ઘરગથ્થુ અને વ્યાવસાયિક સેવાઓ આપતી એજન્સીઓ પ્રત્યે લોકોમાં સાવચેતી વધારી છે.
ઘટનાની જાણ થતાં જ આનંદનગર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને સંબંધિત કર્મચારીઓની વિગતો એકત્રિત કરવાની કાર્યવાહી શરૂ કરી છે. સાથે સાથે ક્લીનિંગ સર્વિસ કંપનીના સંચાલકો પાસેથી પણ જરૂરી માહિતી મેળવવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં રશ્મીબેને બંને અજાણ્યા સફાઈ કર્મચારીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એપાર્ટમેન્ટ તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાના સમયગાળા દરમિયાન કોણ-કોણ સ્થળ પર હાજર હતું તેની પણ ચકાસણી ચાલી રહી છે. ટેકનિકલ અને માનવ આધારિત તપાસ દ્વારા ચોરીમાં સંડોવાયેલા વ્યક્તિઓ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરાયા છે.
આ બનાવ બાદ રહેણાંક સોસાયટીઓ અને એપાર્ટમેન્ટમાં સેવા આપતી એજન્સીઓની વિશ્વસનીયતા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે કોઈપણ બાહ્ય સેવા પ્રદાતા અથવા કર્મચારીઓને કામ સોંપતા પહેલાં તેમની ઓળખ, દસ્તાવેજો અને પોલીસ વેરિફિકેશન અંગે ખાતરી કરવી જરૂરી બની ગઈ છે.
ફિલહાલ પોલીસ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ ચોરી પાછળની હકીકત સ્પષ્ટ થશે. સ્થાનિક રહેવાસીઓ પણ ઘટનાને લઈને ચિંતિત છે અને સુરક્ષા વ્યવસ્થામાં વધુ કડકાઈ લાવવાની માંગ ઉઠી રહી છે.
આનંદનગર પોલીસ દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે આગળની કાનૂની કાર્યવાહી ચાલુ છે અને તપાસના પરિણામ પર સૌની નજર મંડાઈ છે.
અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo
આ પણ વાંચો :
આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.
