Trendingઅમદાવાદગુજરાતમુખ્ય સમાચાર

આશ્રમમાં છપાતી નકલી નોટો! ધાર્મિક જગ્યાની આડમાં ગેરકાયદેસર ધંધો

ગુજરાતમાં ફરી એકવાર નકલી ચલણનો મોટો કૌભાંડ બહાર આવતા કાયદો અને વ્યવસ્થા તંત્ર સતર્ક થઈ ગયું છે. Ahmedabad ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવેલી સચોટ કામગીરીમાં ₹2.10 કરોડના નકલી ₹500ના નોટો સાથે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ આગળ વધતાં આ કેસના તાર Surat સુધી જોડાતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા વધી ગઈ છે.

અમરાઈવાડીમાં રાત્રે ઓપરેશન: પોલીસનો માસ્ટરસ્ટ્રોક
ક્રાઈમ બ્રાંચને ગુપ્ત માહિતી મળી હતી કે સુરતમાંથી નકલી નોટોનો મોટો જથ્થો અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે અમરાઈવાડી વિસ્તારમાં પોલીસએ વોચ ગોઠવી. મધરાત્રીના સમયે શંકાસ્પદ ગાડી દેખાતા જ પોલીસએ તેને રોકી અને તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન ગાડીમાંથી ₹500ના નકલી નોટોના ગોઠિયા મળતાં પોલીસ પણ ચોંકી ગઈ. અંદાજે ₹2.10 કરોડના નોટો મળી આવ્યા. આ ઓપરેશન દરમિયાન 1 મહિલા સહિત કુલ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. આ કેસમાં મુખ્ય આરોપી પ્રદીપ ગુરુજીને પણ પોલીસે ઝડપી લીધો છે. તેમની ધરપકડ સાથે જ આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વધી ગઈ છે.

આ સંયુક્ત ઓપરેશનમાં ₹2.90 કરોડની કુલ જપ્તી:

  • અમદાવાદમાંથી ₹2.10 કરોડ
  • સુરતમાંથી ₹80 લાખ

આ રીતે કુલ ₹2.90 કરોડથી વધુની નકલી નોટો જપ્ત કરવામાં આવી છે. નોટોની સંખ્યા એટલી મોટી છે કે પોલીસને પન્ચનામું પૂર્ણ કરવા માટે લાંબો સમય લાગી રહ્યો છે. હાલ તમામ આરોપીઓની કડક પૂછપરછ ચાલી રહી છે.

નકલી નોટોનું મૂળ:
સુરતનો વરાછા વિસ્તાર તપાસ દરમિયાન આરોપીઓએ ખુલાસો કર્યો કે આ નકલી નોટો વરાછા વિસ્તારમાં છપાતી હતી. આ માહિતી મળતા જ ક્રાઈમ બ્રાંચની ટીમ સુરત પહોંચી અને સ્થાનિક પોલીસ સાથે મળીને દરોડા પાડ્યા. દરોડા દરમિયાન એક પ્રિન્ટિંગ યુનિટ પકડાયું, જ્યાંથી પ્રિન્ટિંગ મશીન, ખાસ પેપર, ઈન્ક અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી.આ કેસમાં મુખ્ય આરોપી પ્રદીપ ગુરુજીને પણ પોલીસે ઝડપી લીધો છે. તેમની સામે ગંભીર આરોપો છે અને હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે.તેમની ધરપકડ સાથે જ આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વધી ગઈ છે.

આશ્રમમાં ચાલતો ગેરકાયદેસર ધંધો
આ સમગ્ર રેકેટનો કેન્દ્રબિંદુ હતો કમરેજ તાલુકાના ધોરણ પારડી ગામે આવેલો આશ્રમ. આ આશ્રમ તાપી નદી નજીક આવેલો છે અને તેનો સંચાલન પ્રદીપ ગુરુજી દ્વારા કરવામાં આવતું હતું. બહારથી ધાર્મિક પ્રવૃત્તિઓ માટે જાણીતું આ આશ્રમ અંદરથી નકલી ચલણના કારખાનામાં ફેરવાઈ ગયું હતું. અહીંથી જ નોટો છાપીને અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં મોકલવામાં આવતી હતી. તેઓ જે ગાડીમાં નોટો લઈ જતા હતા, તેના પર “Government of India” અને Ministry of AYUSH લખેલું હતું. આ રીતે તેઓ પોલીસ ચેકિંગમાંથી બચી જતા હતા અને કોઈને શંકા પણ ન થાય. આ ગાડી Satyam Yog Foundation સાથે જોડાયેલી હોવાનું સામે આવ્યું છે. “₹500ની સાચી નોટ આપો, ₹1500 ની નકલી નોટ મેળવો”: ઠગાઈની નવી ટેકનિક વપરાતા હતા. આ ગેંગ લોકોમાં લાલચ ફેલાવીને નકલી નોટો ચલાવતી હતી.આ યોજના મુજબ ₹2 કરોડના નકલી નોટો સામે ₹66 લાખની સાચી નોટ મેળવવાની તૈયારી હતી.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ માત્ર ગુજરાત સુધી સીમિત નહોતું. તેઓ દેશભરમાં એજન્ટો બનાવવાની તૈયારીમાં હતા.લોકોને વધુ કમિશન આપવાની લાલચ આપીને તેઓ નેટવર્ક ફેલાવવા માંગતા હતા.

પ્રદીપ ગુરુજીના જૂના વિવાદો ફરી ચર્ચામાં
પ્રદીપ ગુરુજી પહેલાથી જ વિવાદોમાં રહ્યા છે. વર્ષ 2018માં તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેમણે ઝેરી દવા પી હતી. તેમણે લખેલી સ્યુસાઈડ નોટમાં તેમના જ શિષ્યો પર ગંભીર આરોપો લગાવ્યા હતા:

  • પૈસા પરત માંગવાની દબાણ
  • જાનથી મારવાની ધમકી
  • બદનામી કરવાનો પ્રયાસ
Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.