જીવનશૈલીTrendingભારતમનોરંજન

અનંત અંબાણી જન્મદિવસ : મુંબઈથી જામનગર સુધી ભવ્ય ઉજવણી

સી લિંક ઝગમગ્યું, સાળંગપુરમાં દર્શન, વનતારામાં સેવા અને જામનગરમાં બોલિવૂડનો જમાવડો

Jamnagar,Salangpur,Mumbai 10 એપ્રિલ 2026: ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લાડકવાયા પુત્ર અનંત અંબાણીએ 10 એપ્રિલના રોજ પોતાનો ૩૧મો જન્મદિવસની ઉજવણી આ વર્ષે એક વિશેષ ઓળખ સાથે જોવા મળી. જન્મદિવસ માત્ર વ્યક્તિગત ઉજવણી ન રહી પરંતુ તેમાં ભક્તિ, સેવા, પરોપકાર અને ભવ્યતાનો અનોખો સમન્વય જોવા મળ્યો. મુંબઈથી લઈને જામનગર અને સાળંગપુર સુધી આ ઉજવણીના અલગ-અલગ રંગો જોવા મળ્યા, જે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યા.

મુંબઈનો સી લિંક બન્યો પ્રકાશમય શુભેચ્છાનો પ્રતીક
મુંબઈના પ્રખ્યાત Bandra-Worli Sea Link પર અનોખી લાઈટિંગ કરવામાં આવી હતી, જે શહેરવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની. રાત્રિના સમયે જ્યારે આ સી લિંક રંગબેરંગી લાઈટોથી ઝગમગ્યો, ત્યારે તેમાં “Happy Birthday Anant Ambani” સાથે અનંત અંબાણીની વિશાળ તસવીર પ્રોજેક્ટ કરવામાં આવી હતી. શહેરના અનેક લોકો આ દ્રશ્ય જોવા માટે એકઠા થયા હતા. સોશિયલ મીડિયા પર પણ આ વિઝ્યુઅલ્સ ઝડપથી વાયરલ થયા હતા. લોકો માટે આ માત્ર એક લાઈટિંગ શો નહોતો પરંતુ એક ભવ્ય ઉજવણીનો પ્રતીક બની ગયો હતો. મુંબઈના આ પ્રતિષ્ઠિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આ રીતે સજાવટ કરવાથી શહેરની રાત્રીદૃશ્યતા વધુ આકર્ષક બની હતી.

સાળંગપુરમાં ભક્તિભાવ સાથે પરિવારજનની હાજરી
જન્મદિવસના પવિત્ર અવસરે અનંત અંબાણીએ પોતાના પિતા મુકેશ અંબાણી સાથે બોટાદ જિલ્લાના Salangpur Hanuman Temple ખાતે દર્શન કર્યા. અહીં તેમણે ભગવાન હનુમાનજીના આશીર્વાદ લીધા અને પરંપરાગત રીતિ મુજબ પૂજા અર્ચના કરી. આ અવસરે અંબાણી પરિવારે અંદાજે 10 કરોડ રૂપિયાનું દાન આપ્યું હોવાનું જાણવા મળ્યું છે, જે ગૌશાળા નિર્માણ માટે ઉપયોગમાં લેવાશે. આ પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય સ્તરની ગૌશાળા તરીકે વિકસાવવામાં આવશે એવી પણ માહિતી મળી છે. પરિવારે આ પ્રોજેક્ટમાં મુખ્ય યજમાન તરીકે ભાગ લીધો છે, જે તેમની ધાર્મિક અને સામાજિક જવાબદારીને દર્શાવે છે. સ્થાનિક લોકો અને સંત સમાજ દ્વારા આ કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી. ભક્તિ સાથે જોડાયેલ આ દાનકાર્યે સમગ્ર પ્રસંગને વધુ અર્થસભર બનાવ્યો હતો.

વનતારા માં સેવા અને સંવેદનાનો જન્મદિવસ
જામનગર સ્થિત વનતારા Vantara ખાતે અનંત અંબાણીએ પોતાનો જન્મદિવસ ખાસ રીતે ઉજવ્યો. અહીં ઉજવણીનો કેન્દ્રબિંદુ ભવ્ય પાર્ટી નહોતો, પરંતુ સેવા અને જીવદયાનો ભાવ હતો. જન્મદિવસની શરૂઆત અનંત અંબાણીએ ગૌસેવા સાથે કરી હતી. તેમણે 1 લાખથી વધુ ગાયોને “છપ્પન ભોગ” અર્પણ કરીને વિશાળ ગૌસેવા કાર્ય કર્યું. આ ઉપરાંત હાથીઓ માટે વિશેષ ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. લગભગ 3000 કિલોગ્રામ ફળોનો ભવ્ય ગુલદસ્તો હાથીઓ માટે તૈયાર કરવામાં આવ્યો હતો.આ સિવાય દેશના અનેક મુખ્ય મંદિરોમાં કરોડો રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું. અનેક જગ્યાએ બાળકો માટે ભોજન, શિક્ષણ સહાય અને જરૂરી વસ્તુઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ તમામ કાર્યોએ અનંત અંબાણીના જન્મદિવસને માત્ર ઉજવણી નહીં પરંતુ સેવા દિવસ તરીકે પણ ઓળખ આપી. સોશિયલ મીડિયા પર તેમના આ સેવાકાર્યોને લઈને અનેક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. ઘણા યુઝર્સે લખ્યું કે આજના સમયમાં આવા પરોપકારી કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ છે.

જામનગરમાં બોલિવૂડ સ્ટાર્સનો ભવ્ય મેળાવડો
જામનગરમાં યોજાયેલી ભવ્ય ઉજવણીમાં બોલિવૂડના અનેક મોટા સ્ટાર્સની હાજરી જોવા મળી. આ કાર્યક્રમમાં સંગીત, નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સેલેબ્રિટીમાં Shah Rukh Khan, Salman Khan, Ranveer Singh, Sanjay Dutt, Kriti Sanon, Ananya Panday તેમજ અનેક અન્ય કલાકારો સામેલ રહ્યા. કાર્યક્રમની શરૂઆત સૂફી સંગીતથી થઈ હતી, જેમાં વાતાવરણ અત્યંત આધ્યાત્મિક અને સંગીતમય બની ગયું હતું. રાત્રિના સમય દરમિયાન યોજાયેલી ભવ્ય પાર્ટીમાં સ્ટાર્સની હાજરીએ સમગ્ર વાતાવરણને વધુ ગ્લેમરસ બનાવી દીધું. Ranveer Singhએ પોતાના અનોખા અંદાજમાં અનંત અંબાણીને શુભેચ્છા પાઠવી હતી, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની. અન્ય સ્ટાર્સ પણ પરિવાર સાથે આ ઉજવણીનો ભાગ બન્યા હતા.

અનંત અંબાણીનો 31મો જન્મદિવસ માત્ર એક ઉજવણી નહોતો પરંતુ એક એવો પ્રસંગ હતો જેમાં આધ્યાત્મિકતા, પરોપકાર અને આધુનિક ભવ્યતાનો સુંદર સંગમ જોવા મળ્યો. મુંબઈથી જામનગર અને સાળંગપુર સુધી ફેલાયેલી આ ઉજવણીએ એક અનોખો સંદેશ આપ્યો કે સાચી ઉજવણી એ છે જે સમાજને કંઈક આપી જાય.

www.gujaratupdates.com

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.