ભારતમુખ્ય સમાચારરાજનીતિ

પાસપોર્ટ વિવાદમાં પવન ખેડાને જામીન, પોલીસને બ્રેક

Hydrabad 10 એપ્રિલ 2026: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા Pawan Khera ને ‘પાસપોર્ટ વિવાદ’ મામલે મોટી રાહત મળી છે. Telangana High Court એ તેમને એક અઠવાડિયા માટે આગોતરા જામીન (Anticipatory Bail) મંજૂર કર્યા છે, જેના કારણે હાલમાં તેમની ધરપકડ પર રોક લાગી ગઈ છે.

એક સપ્તાહનો સમય મળ્યો
જસ્ટિસ સુજાના કલાસિકમની બેન્ચે સુનાવણી દરમિયાન જણાવ્યું કે, પવન ખેડાને યોગ્ય કોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરવા એક સપ્તાહનો સમય આપવામાં આવે છે. આ નિર્ણયથી કોંગ્રેસ નેતાને તાત્કાલિક રાહત મળી છે અને તેઓ કાયદાકીય કાર્યવાહી આગળ વધારી શકશે.

વિવાદ : આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે પવન ખેડાએ આસામના મુખ્યમંત્રી Himanta Biswa Sarma ની પત્ની Rinki Bhuyan Sarma અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમની પાસે એકથી વધુ પાસપોર્ટ અને વિદેશી સંપત્તિ છે, જેની વિગતો ચૂંટણી સોગંદનામામાં જાહેર કરવામાં આવી નથી. આક્ષેપો બાદ Assam Police એ ગુવાહાટી ક્રાઈમ બ્રાન્ચમાં પવન ખેડા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. તેમાં ચૂંટણી સંબંધિત ખોટા નિવેદનો અને છેતરપિંડી જેવી ગંભીર કલમોનો સમાવેશ થાય છે.

આ કેસની તપાસ માટે આસામ પોલીસની ટીમ દિલ્હી સ્થિત પવન ખેડાના નિવાસસ્થાને પણ પહોંચી હતી. જોકે, હાઈકોર્ટના આદેશ બાદ હાલ માટે તેમની ધરપકડ અટકાવવામાં આવી છે.

મુખ્યમંત્રીનો પ્રહાર
આ મામલે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે પક્ષે કોઈ પુરાવા વિના તેમના પરિવાર પર પાયાવિહોણા આક્ષેપો કર્યા છે. તેમણે ટિપ્પણી કરી કે, “કોઈ પણ વ્યક્તિ ક્યાંય જાય, પરંતુ કાયદાથી બચી શકશે નહીં.”

આ ઘટનાને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. એક તરફ કોંગ્રેસ આને રાજકીય બદલો ગણાવી રહી છે, તો બીજી તરફ ભાજપ આક્ષેપોને ગંભીર ગણાવી કાયદાકીય કાર્યવાહીનું સમર્થન કરી રહી છે. હાલમાં હાઈકોર્ટ દ્વારા મળેલી આ તાત્કાલિક રાહત પવન ખેડા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, પરંતુ આ કેસમાં આગળ શું વળાંક આવે છે તે જોવાનું રહેશે.

www.gujaratupdates.com

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.