અમદાવાદગુજરાતભારતમુખ્ય સમાચાર

વિકસિત ગુજરાત માટે વોટ આપો

ગુજરાતમાં આજે 15 મહાનગરપાલિકા સહિત કુલ 9297 બેઠકો માટે મતદાન શરૂ

Ahmedabad 26 April 2026 Gujarat Updates Team : સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. જેમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 260 તાલુકા પંચાયત અને 34 જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. 26 એપ્રિલે સવાર 7 વાગ્યાના ટકોરે મતદાનનો પ્રારંભ થયો.. સાંજે 6.00 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. 28 એપ્રિલના રોજ પરિણામ જાહેર થશે. જેમાં 9297 બેઠકો પર લડી રહેલા 25,579 ઉમેદવારોના ભવિષ્યનો આજે નિર્ણય થશે.

વડાપ્રધાન મોદીએ બેલેટ પેપરથી મતદાન કર્યું
વડાપ્રધાન ગુજરાતની દરેક ચૂંટણીમાં ગુજરાત આવીને મતદાન કરતાં હોય છે. પરંતુ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ ગુજરાત આવ્યા નથી. તેમણે દિલ્હીથી બેલેટે પેપરથી મતદાન કર્યું છે. લોકોને વધુમાં વધુ મતદાન કરવા વડાપ્રધાન મોદીએ અપીલ કરી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 11 વાગ્યે મતદાન કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 11 વાગ્યે નારણપુરા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું..

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીલજમાં પરિવાર સાથે કર્યું મતદાન,

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીલજ પ્રાથમિક શાળા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું. વિકસિત ગુજરાતના નિર્માણ માટે 100 ટકા મતદાન કરવા યુવાનોને કરી અપીલ હતી. યુવા મતદારોને વિકસિત ગુજરાત માટે વોટ આપવા આહવાન કર્યું.

www.gujaratupdates.com

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.