વિશેષTrending

અછૂત પ્રથાના વિરોધથી બંધારણ રચના સુધીનો પ્રેરણાદાયી સફર

Ahmedabad, 14 April 2016 : ભારતીય સમાજમાં સમાનતા, ન્યાય અને માનવ અધિકારો માટે અનન્ય યોગદાન આપનાર ડૉ. બાબાસાહેબ આંબેડકરને આજે દેશભરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. ભારતના બંધારણના મુખ્ય શિલ્પી તરીકે ઓળખાતા આંબેડકરનું જીવન સંઘર્ષ, શિક્ષણ અને સામાજિક સુધારાનું પ્રતિક રહ્યું છે.

જન્મ અને પરિવાર
ડૉ. આંબેડકર (Bhimrao Ramji Ambedkar) નો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશના મહૂમાં થયો હતો. તેમના પિતા રામજી માલોજી સકપાલ બ્રિટિશ સેનામાં સેવા આપતા હતા અને માતા ભીમાબાઈ હતી. ડૉ. બાબાસાહેબ આંબેડકરનો જન્મ મહાર (દલિત) જાતિમાં થયો હતો, જેને તે સમયના સમાજમાં અછૂત ગણવામાં આવતાં અને તેમને સામાજિક તથા આર્થિક ભેદભાવનો સામનો કરવો પડતો હતો. તેઓ એક સામાન્ય પરિવારમાં જન્મ્યા હતા, પરંતુ તેમના વિચારો અને સંકલ્પ અસાધારણ હતા. ડૉ. આંબેડકરના પ્રથમ લગ્ન રામાબાઈ સાથે થયા હતા. રામાબાઈએ તેમના સંઘર્ષભર્યા જીવનમાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. તેમને એક પુત્ર થયો હતો — યશવંત આંબેડકર. રામાબાઈના અવસાન બાદ ડૉ. આંબેડકરે સાવિતા સાથે બીજા લગ્ન કર્યા. સાવિતા આંબેડકરે તેમના જીવનના અંતિમ સમયમાં તેમની સેવા અને સહાય કરી.

શિક્ષણ અને પ્રગતિ

શાળામાં જતા હોવા છતાં આંબેડકર અને અન્ય અછૂત બાળકોને અલગ બેસાડવામાં આવતા અને શિક્ષકો તરફથી તેમને ઓછું ધ્યાન કે મદદ મળતી. તેને વર્ગખંડની અંદર બેસવાની મંજૂરી નહોતી. જ્યારે તેમને પાણી પીવું હોય ત્યારે તેઓ જાતે પાણીને કે વાસણને સ્પર્શ કરી શકતા નહોતા; ઊંચી જાતિના કોઈ વ્યક્તિએ ઊંચાઈ પરથી પાણી રેડવું પડતું. આ કામ સામાન્ય રીતે શાળાના પિયુન દ્વારા કરવામાં આવતું, અને જો પિયોન હાજર ન હોય તો આંબેડકરને પાણી વગર જ રહેવું પડતું. આ સ્થિતિને તેમણે પોતાના લેખોમાં “પિયુન નહીં, તો પાણી નહીં” તરીકે વર્ણવી છે. તે ઉપરાંત, તેમને ગણીના થેલાં (ગણિયાના કોથળા) પર બેસવું પડતું અને તે કોથળો દરરોજ ઘરે લઈ જવો પડતો હતો.

આંબેડકર શિક્ષણને પોતાના જીવનનું મુખ્ય હથિયાર બનાવ્યું. તેમણે મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અભ્યાસ કર્યો. તેમના ઉત્તમ પ્રતિભાને ધ્યાનમાં રાખીને મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા તેમને વિદેશમાં અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. તેમણે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચ.ડી. મેળવી અને પછી લંડનની લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી ઉચ્ચ અભ્યાસ કર્યો. તેમનું શિક્ષણ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બન્યું.

મહાડ જળ સત્યાગ્રહ
1920ના દાયકામાં ભારતમાં અછૂત માનવામાં આવતા લોકો માટે જાહેર સુવિધાઓનો ઉપયોગ કરવો મનાઈ હતો. મહારાષ્ટ્રના મહાડ શહેરમાં આવેલ “ચવદાર તળાવ” પરથી દલિતોને પાણી ભરવાની પરવાનગી નહોતી. આ સ્પષ્ટ સામાજિક અસમાનતા સામે અવાજ ઉઠાવવા માટે ડૉ. આંબેડકરે આંદોલન શરૂ કર્યું. 20 માર્ચ 1927ના રોજ ડૉ. આંબેડકરની આગેવાની હેઠળ હજારો દલિતો મહાડમાં ભેગા થયા. તેમણે જાહેર તળાવમાંથી પાણી લઈને પોતાના સમાન અધિકારનો દાવો કર્યો. આ ઘટના માત્ર પાણી મેળવવાનો પ્રશ્ન નહોતો, પરંતુ માનવ અધિકાર અને સમાનતાનો સંઘર્ષ હતો.

આંદોલન પછી ઉચ્ચ જાતિના લોકો દ્વારા ભારે વિરોધ થયો. દલિતો પર હુમલા પણ થયા અને તળાવને “શુદ્ધ” કરવા માટે રીતીઓ પણ કરવામાં આવી. છતાં, આંદોલને સમાજમાં જાગૃતિ લાવી અને અછૂત પ્રથાના વિરોધને મજબૂત બનાવ્યો. મહાડ જળ સત્યાગ્રહે ભારતના સામાજિક સુધારાના ઇતિહાસમાં નવી દિશા આપી. આંદોલનથી દલિતોને પોતાના અધિકારો માટે લડવાની પ્રેરણા મળી. આ ઘટના આગળ જઈને ભારતના બંધારણમાં સમાનતા અને અધિકારની જોગવાઈઓ માટે આધારભૂત બની.

જેમાં દલિતોને જાહેર તળાવમાંથી પાણી મેળવવાનો અધિકાર મળ્યો. આ આંદોલન અછૂત પ્રથાના વિરોધમાં એક ઐતિહાસિક પગલું સાબિત થયું.

બંધારણમાં યોગદાન
ડૉ. આંબેડકર ભારતના બંધારણના મુખ્ય શિલ્પી હતા. તેમણે સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયના સિદ્ધાંતોને બંધારણમાં સ્થાન આપ્યું, જે આજના લોકશાહી ભારતનો આધાર છે.

આજના સમયમાં પ્રાસંગિકતા
વિશેષજ્ઞો માને છે કે આજના સમયમાં પણ ડૉ. આંબેડકરના વિચારો અત્યંત મહત્વપૂર્ણ છે. સામાજિક ન્યાય અને સમાન અધિકારો માટેનો તેમનો સંદેશ આજના યુગમાં પણ માર્ગદર્શક બની રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ડૉ. બાબાસાહેબ આંબેડકરનું જીવન માત્ર ઇતિહાસ નથી, પરંતુ દરેક માટે પ્રેરણાનું અવિરત સ્ત્રોત છે.

ભારતના સામાજિક ઇતિહાસમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નામ અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે દલિતો અને પીડિત વર્ગોના અધિકારો માટે અનેક સંઘર્ષો કર્યા.

ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના જન્મદિવસે કોટી કોટી વંદન

www.guajratupdates.com

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.