Live : ગુજરાતમાં ભગવો લહેરાયો
Ahmedabad 28 April, 2026 Gujarat Updates Team : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના પરિણામોની ગણતરી શરૂ થઈ ગઈ છે અને રાજ્યભરમાં રાજકીય ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થવા લાગી રહ્યું છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત મળી કુલ 26,196 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે.

Live Updates
- 15 મહાનગરપાલિકામાં ભાજપ 833, કોંગ્રેસ 77 બેઠકોઅને અન્ય 12 બેઠકો પર જીત થઇ છે
- 84 નગરપાલિકામાં ભાજપ 1906 , કોંગ્રેસ 418 બેઠકોઅને અન્ય 167 બેઠકો પર જીત થઇ છે
- 34 જિલ્લા પંચાયતમાં ભાજપ 756 , કોંગ્રેસ 120 બેઠકોઅને અન્ય 41 બેઠકો પર જીત થઇ છે
- 280 તાલુકા પંચાયતમાં ભાજપ 2914, કોંગ્રેસ 781 બેઠકોઅને અન્ય 414 બેઠકો પર જીત થઇ છે
- અમદાવાદ ના ખાડિયા માં મોટો અપસેટ : કોંગ્રેસની આખી પેનલ જીતી
- ગોપાલ ઇટાલિયા વિસાવદર તાલુકા પંચાયત ના ગઢમાં કોંગ્રેસ સાફ!
- 18માંથી 11 બેઠકો જીતીને તાલુકા પંચાયત કબજે કરી.તેની સામે સત્તાધારી ભાજપ માત્ર 06 બેઠકો અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે.
- 15 માંથી 13 મહાનગરપાલિકામાં ભગવો લહેરાયો.
- રાજકોટ માં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના બહેન નયનાબા જાડેજાની હાર થઇ
- લાઠી તાલુકા પંચાયતમાં માયાભાઈ આહીરની દીકરીને હાર થઇ
- કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના ગામમાં આપના ઉમેદવાર શાંતિબેન મોઢવાડિયાની જીત સાથે પોરબંદર જિલ્લામાં AAP પોતાનું ખાતું ખોલાવ્યું છે
- ઓડ જિ.પં. બેઠક પરથી ભાજપ પૂર્વ IPS મનોજ નિનામાની હાર
- વિજાપુર તા.પં.ની ફુદેડા બેઠક પર લોકગાયિકા નેહા સુથારની જીત
- પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો.
- સુરતના ઓલપાડમાં ભાજપે ફરી ક્લીન સ્વીપ કરી છે. સુરત જિલ્લા પંચાયત તમામ 5 બેઠક અને તાલુકાની 24 બેઠકો પર ભાજપની જીત થઈ છે
- બારેજા નગરપાલિકાની 24 બેઠકોમાં 14 પર ભાજપ અને . 10 બેઠક અન્ય પક્ષના ફાળે ગઈ છે.
- પાટણની સિદ્ધપુર નગરપાલિકામાં કુલ 36 બેઠકોમાંથી 21 બેઠકો ભાજપે જીત કરી છે.
- ઊંઝામાં તાલુકા પંચાયતથી લઈને નગરપાલિકા સુધી ભાજપનો ભવ્ય વિજય રથ
- પોરબંદર માં ભાજપનો ઐતિહાસિક વિજય
- વિરમગામમાં ભાજપને બહુમતી મળી. અગાઉ 13 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. આજે ભાજપે વધુ 6 બેઠકો પર વિજય મેળવીને કુલ 19 બેઠકોનો બહુમતી નો આંકડો સ્પર્શી લીધો છે.
- વાપીમાં એક અપક્ષની પેનલ પણ જીતી ગઈ છે.
- સુરતમાં વૉર્ડ નંબર 12ની બેઠક પર અરશદ ઝરીવાલા કોંગ્રેસ નો વિજય થયો છે.
- કોંગ્રેસનું ગઢ ગણાતી માળિયા મિયાણા નગરપાલિકામાં ભાજપે એન્ટ્રી મારી છે. વોર્ડ 1, 2,4 અને 6માં તો કોંગ્રેસનું વર્ચસ્વ હતું પણ વોર્ડ 5 માં 3 ભાજપ અને 1 કોંગ્રેસી ઉમેદવાર જીત્યા હતા.
- ખેડા જિલ્લાની કઠલાલ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં સમાજવાદી પાર્ટીના ઉમેદવારે જીત મેળવી છે.
- કચ્છના ભુજ નગરપાલિકામાં વોર્ડ નંબર-1 AIMIM ના 3 ઉમેદવારોએ જીત પ્રાપ્ત કરી છે
- બગસરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં દકુભાઈ ગાજીપરા AAP નો વિજય
ચૂંટણી પહેલા જાહેર થયેલા આંકડા મુજબ કુલ 732 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જેમાં:
- મહાનગરપાલિકા: 43
- નગરપાલિકા: 385
- જિલ્લા પંચાયત: 52
- તાલુકા પંચાયત: 252
મતગણતરી શરૂ – પ્રારંભિક પરિણામો અને ટ્રેન્ડ્સ
સવારે 9 વાગ્યાથી પોસ્ટલ બેલેટથી મતગણતરી શરૂ થતાં જ વિવિધ વિસ્તારોમાંથી પ્રાથમિક પરિણામો આવવા લાગ્યા છે.
પ્રારંભિક માહિતી
- Godhra નગરપાલિકાની 44માંથી 4 બેઠકો પર ભાજપનો વિજય
- Halol તાલુકા પંચાયતની 2 બેઠકો ભાજપે જીતી
- Amreli જિલ્લામાં Lathi તાલુકા પંચાયતની આંબરડી બેઠક પર ભાજપની જીત
- Kothamba તાલુકા પંચાયતની ભોજા બેઠક પર કોંગ્રેસનો વિજય
અન્ય મહત્વપૂર્ણ પરિણામો અને વલણો
નગરપાલિકા અને મનપા સ્તર
- Bhuj નગરપાલિકામાં AIMIMની એન્ટ્રી – વોર્ડ 1માં 3 બેઠકો જીત
- Bahucharaji નગરપાલિકા વોર્ડ 1માં ભાજપનો વિજય
- Navsari મનપા વોર્ડ 9માં ભાજપ આગળ
- Ahmedabad જોધપુર વોર્ડમાં ભાજપ વિજયી, ગોટા વોર્ડમાં લીડ
- Visavadar માં AAPનો દબદબો
- Kalol નગરપાલિકા વોર્ડ 1 અને 7માં ભાજપ જીત્યું
- Gondal વોર્ડ 2માં ભાજપ વિજયી
- Dhari માં AAPનો પ્રભાવ – 3 બેઠકો જીત
રાજકોટમાં રાજકીય ઉથલપાથલ
- Rajkot મનપાના વોર્ડ 16માં કોંગ્રેસની સંપૂર્ણ પેનલ વિજયી
- જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે ભાજપને નુકસાન થવાનું માનવામાં આવે છે
- વોર્ડ 7માં ભાજપ આગળ
અન્ય વિસ્તારોના પરિણામો
- Borsad વોર્ડ 4માં ભાજપ જીત્યું
- Palanpur વોર્ડ 1માં ભાજપ પેનલ વિજયી
- Ankleshwar વોર્ડ 1માં ભાજપ જીત્યું
- Mehsana વોર્ડ 1 અને 6માં ભાજપ લીડ
- Tarapur વોર્ડ 1માં ભાજપ જીત્યું
- Lunawada વોર્ડ 5માં ભાજપ જીત્યું
- Valsad મનપાના વોર્ડ 1, 5, 9માં ભાજપ વિજયી
- Keshod વોર્ડ 1માં ભાજપ જીત્યું
- Surat મનપાના વોર્ડ 14માં AAP આગળ
- Porbandar વોર્ડ 9માં ભાજપ જીત્યું
- Vadodara વોર્ડ 6માં કોંગ્રેસ લીડ
- Shehra વોર્ડ 2માં ભાજપ જીત્યું
- Umargam વોર્ડ 1માં ભાજપ પેનલ વિજયી
- Vapi વોર્ડ 9માં ભાજપ જીત્યું
- Savli નગરપાલિકા વોર્ડ 1માં ભાજપ જીત્યું
- Amod વોર્ડ 1માં કોંગ્રેસ જીત્યું
તણાવ અને વિવાદ
- Danta ખાતે કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
- Ahmedabad ગુજરાત કોલેજ મતગણતરી કેન્દ્ર પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે વિવાદ
રાજકીય વિશ્લેષણ
પ્રારંભિક વલણોમાં રાજ્યભરમાં ભાજપનો દબદબો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, પરંતુ કેટલાક શહેરી વિસ્તારોમાં કોંગ્રેસ મજબૂત થઈ રહી છે. AAP ચોક્કસ વિસ્તારોમાં પ્રભાવ વધારી રહી છે. AIMIM જેવી પાર્ટીઓએ પણ પ્રવેશ નોંધાવ્યો. આ પરિણામો આગામી વિધાનસભા ચૂંટણી માટે મહત્વપૂર્ણ સંકેત આપશે.
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં ભાજપ આગળ છે, પરંતુ વિપક્ષ પણ કેટલાક વિસ્તારોમાં મજબૂત પડકાર આપી રહ્યો છે. ગ્રામ્ય અને શહેરી બંને સ્તરે અલગ અલગ રાજકીય ટ્રેન્ડ્સ સામે આવી રહ્યા છે. અંતિમ પરિણામો બાદ રાજ્યની રાજકીય દિશા વધુ સ્પષ્ટ થશે.
