ગુજરાતમુખ્ય સમાચારવિશેષ

RTE માટે અરજીની નવી સમયમર્યાદા

RTE પ્રવેશ માટે મોટી રાહત! ધોરણ-1 એડમિશન માટે ઓનલાઈન અરજીની સમયમર્યાદા 23 એપ્રિલ સુધી લંબાઈ

Ahmedabad 18 April,2026 : રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ધોરણ-1માં ખાનગી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે પાત્ર ઉમેદવારો વધુ સમય સુધી અરજી કરી શકશે.

અગાઉ ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 એપ્રિલ 2026 રાત્રે 12:00 વાગ્યા સુધી નક્કી કરવામાં આવી હતી. પરંતુ વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આ સમયગાળો વધારીને હવે 23 એપ્રિલ 2026 (ગુરુવાર) સુધી કરવામાં આવ્યો છે.

જાણો RTE એપ્લિકેશન કરવાની કંપ્લીટ પ્રોસેસ :

25% અનામત બેઠકોનો લાભ

RTE એક્ટ-2009ની કલમ 12(1)(c) હેઠળ રાજ્યની બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા બેઠકો નબળા અને વંચિત વર્ગના બાળકો માટે મફતમાં ફાળવવામાં આવે છે.

વાલીઓ માટે મહત્વપૂર્ણ તક

જે વાલીઓએ હજુ સુધી અરજી કરી નથી તેઓ હવે આ વધારેલી સમયમર્યાદાનો લાભ લઈ શકે છે. સરકારનો હેતુ છે કે વધુમાં વધુ પાત્ર બાળકો આ શિક્ષણ અધિકાર યોજના હેઠળ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે.

શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલા અધિકારીઓએ પણ વાલીઓને સમયસર અરજી પૂર્ણ કરવા અનુરોધ કર્યો છે, જેથી કોઈપણ પાત્ર બાળક તકથી વંચિત ન રહે.

જાણો RTE એપ્લિકેશન કરવાની કંપ્લીટ પ્રોસેસ :

www.gujaratupdaes.com

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.