IPL 2026 – DC vs MI : દિલ્હી જીત્યું!
સંકટમાંથી વિજય સુધી – 90 રનની ધમાકેદાર ઇનિંગ! સમીર રિઝવી બન્યો દિલ્હીની જીતનો હીરો
New Delhi 04 April, 2025 Gujarat Updates Team : IPL 2026માં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals DC ) એ ફરી એકવાર પોતાની શક્તિ દર્શાવી છે. મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians – MI )સામે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals DC ) એ 6 વિકેટથી જીત મેળવીને ટૂર્નામેન્ટમાં પોતાની સતત બીજી જીત નોંધાવી છે. આ જીતનો સૌથી મોટો હીરો રહ્યો યુવા બેટ્સમેન Sameer Rizvi (સમીર રિઝવી), જેણે અદ્ભુત 90 રનની ઇનિંગ રમી.
મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians – MI )નો સ્કોર – 162/6(20 ઓવર)
મેચની શરૂઆતમાં દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. મુંબઈની ટીમે શરૂઆત સારી ન કરી અને વહેલી વિકેટો ગુમાવી દીધી. છતાં, Suryakumar Yadav (સૂર્યકુમાર યાદવ)એ એક છેડે સંભાળી રાખીને 51 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી.Rohit Sharma (રોહિત શર્મા)એ પણ 35 રનનું યોગદાન આપ્યું, પરંતુ દિલ્હીના બોલર્સ સતત દબાણ બનાવતા રહ્યા. પરિણામે મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians – MI )20 ઓવરમાં 162/6 સુધી જ સીમિત રહી.
દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals DC ) ની રનચેઝ – 163/4 (19 ઓવર)
163 રનના લક્ષ્યનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals DC ) ની શરૂઆત ખુબ જ નબળી રહી. KL Rahul (કેએલ રાહુલ) માત્ર 1 રન બનાવી આઉટ થયો, જ્યારે Nitish Rana (નીતિશ રાણા) પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહીં. ટીમ 7/2 પર સંકટમાં હતી.
સમીર રિઝવીનો તોફાન
આ મુશ્કેલ પરિસ્થિતિમાં સમીર રિઝવીએ મેચનો રુખ બદલી નાખ્યો. તેણે માત્ર 51 બોલમાં 90 રનની તોફાની ઇનિંગ રમી, જેમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ હતો.તેને Pathum Nissanka (પથુમ નિસાંકા) સાથે 66 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી અને પછી David Miller (ડેવિડ મિલર) સાથે 78 રન ઉમેર્યા.રિઝવી આઉટ થયો ત્યારે ટીમને માત્ર 12 રનની જરૂર હતી, જે પછી મિલર અને Tristan Stubbs (ટ્રિસ્ટન સ્ટબ્સ)એ સરળતાથી જીત સુનિશ્ચિત કરી.

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals DC ) ની સતત બીજી જીત
કપ્તાન Axar Patel (અક્ષર પટેલ)ના નેતૃત્વમાં દિલ્હી કેપિટલ્સે IPL 2026માં શાનદાર શરૂઆત કરી છે. આ પહેલા તેમણે લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યા હતા અને હવે મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને જીતનો સિલસિલો જાળવી રાખ્યો છે.
આ મેચમાં સમીર રિઝવીની ઇનિંગ ખાસ યાદગાર રહી. યુવા ખેલાડીએ માત્ર મેચ જીતાડી નહીં, પરંતુ પોતાની પ્રતિભાનો જોરદાર પરિચય પણ આપ્યો. જો આ જ ફોર્મ ચાલુ રહેશે, તો IPL 2026માં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals DC ) મોટી ટીમોને કઠિન પડકાર આપી શકે છે.
દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals DC ) Scoreboard

મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians – MI ) Scoreboard

