Trendingઅમદાવાદગુજરાતમુખ્ય સમાચાર

સાણંદ હાઈવે પર ભયાનક ટ્રિપલ અકસ્માત!

અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક વિરોચનનગર પાટિયા પાસે મોડી રાત્રે બનેલી એક હૃદયદ્રાવક ઘટના સમગ્ર વિસ્તારમાં શોક અને દહેશત ફેલાવી ગઈ છે. ટેન્કર, ડમ્પર અને થાર કાર વચ્ચે થયેલા ભયાનક ટ્રિપલ અકસ્માતમાં બે લોકોના જીવતા જ કરુણ મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ, હાઈવે પર જોરદાર ગતિએ દોડતા ટેન્કર અને ડમ્પર વચ્ચે અથડામણ થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કપચી ભરેલું ડમ્પર બેકાબૂ થઈને બાજુમાંથી પસાર થતી થાર કાર પર પલટી ગયું.થાર કાર સંપૂર્ણપણે કપચીના ઢગલા નીચે દટાઈ ગઈ. કારમાં સવાર લોકોને બહાર નીકળવાનો મોકો જ મળ્યો નહીં..અકસ્માત પછી થોડા જ પળોમાં વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી. જ્વાળાઓ આકાશને અડી રહી હતી.થાર સહિતના વાહનો બળીને ખાખ થઈ ગયા.આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. એક મૃતક સાણંદના અમથાપુરા ગામનો વતની હોવાનું સામે આવ્યું. જ્યારે બીજા મૃતકની ઓળખ હજુ સુધી થઈ નથી.આ દૃશ્ય એટલું ભયાનક હતું કે હાજર લોકોના રૂંવાડા ઉભા થઈ ગયાસમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ચીસો ગુંજી ઉઠ્યા.

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો અને તપાસ હાથ ધરવામાં આવી છે. ફાયર બ્રિગેડની બે ટીમોએ ઘટનાસ્થળે પહોંચી ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો.પ્રાથમિક તારણોમાં બેદરકારી અને ઓવરસ્પીડિંગને અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.

આ અકસ્માતને કારણે સાણંદ–વિરમગામ હાઈવે પર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહનચાલકો કલાકો સુધી ફસાયા હતો. રાહદારીઓમાં ભય અને ગભરાટ ફેલાયો હતો .

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.