Trendingમુખ્ય સમાચારરમત ગમત

IPL 2026 ની ઓપનિંગ સેરેમની રદ્દ

Bengaluru / Ahmedabad 26 March,2026: ભારતીય ક્રિકેટના સૌથી મોટા મહોત્સવ આઇપીએલની 19મી સીઝન આ વખતે શાંત અને સંવેદનશીલ માહોલમાં શરૂ થશે. Board of Control for Cricket in India (BCCI) એ આઇપીએલ 2026 (IPL 2026)ની ઓપનિંગ સેરેમની રદ્દ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ નિર્ણય ગયા વર્ષે 4 જૂન, 2025ના રોજ M. Chinnaswamy Stadium બહાર બનેલી દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને લેવાયો છે, જેમાં Royal Challengers Bengaluru (RCB)ના વિજય બાદ થયેલી ભીડભાડમાં 11 ચાહકોના દુઃખદ અવસાન થયા હતા.

BCCI સચિવ Devajit Saikiaએ જણાવ્યું હતું કે,“આ વખતે ચમકધમક કરતા સંવેદનાને મહત્વ આપવું જરૂરી હતું. અમે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આ નિર્ણય લીધો છે.”

આઇપીએલ 2026 (IPL 2026)નો પ્રારંભ હવે 28 માર્ચે Royal Challengers Bengaluru (RCB) vs Sunrisers Hyderabad (SRH) મેચથી M. Chinnaswamy Stadium ખાતે થશે

Royal Challengers Bengaluru (RCB) નો અનોખો શ્રદ્ધાંજલિ પ્રયાસ
Royal Challengers Bengaluru (RCB) ટીમ દ્વારા મૃતકોને યાદ રાખવા માટે વિશેષ પગલાં લેવામાં આવ્યા છે:

  • Chinnaswamy Stadium સ્ટેડિયમમાં 11 બેઠકો કાયમી ખાલી રાખાશે
  • પ્રેક્ટિસ દરમિયાન ખેલાડીઓ જર્સી નંબર 11 પહેરશે
  • પ્રથમ મેચમાં બ્લેક આર્મબેન્ડ સાથે મેદાનમાં ઉતરશે

ફાઇનલમાં ભવ્ય સમાપન સમારોહ આઇપીએલ 2026 (IPL 2026) નું સમાપન 31 મે, 2026ના રોજ ભવ્ય રીતે યોજાશે, જેમાં વિશાળ એન્ટરટેઇનમેન્ટ કાર્યક્રમનું આયોજન થશે.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.