હોર્મુઝ પર અમેરિકી નાકાબંધી
14 April 2026: મધ્યપૂર્વના અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર અમેરિકાએ અમલમાં મૂકીલી નાકાબંધીને કારણે વૈશ્વિક રાજકીય અને આર્થિક પરિસ્થિતિમાં મોટો ઉથલપાથલ સર્જાયો છે. અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડ દ્વારા જાહેર કરાયેલા આ નિર્ણયને કારણે હવે આ વિસ્તાર માત્ર યુદ્ધક્ષેત્ર જ નહીં, પરંતુ વૈશ્વિક ઊર્જા સપ્લાય માટે સંવેદનશીલ બિંદુ બની ગયો છે. તાજા અહેવાલો મુજબ, અમેરિકા માત્ર હોર્મુઝ સુધી મર્યાદિત નથી રહ્યું, પરંતુ ગલ્ફ ઑફ ઓમાન અને અરેબિયન સી સુધી નાકાબંધીનો વ્યાપ વધાર્યો છે. કોઈ પણ શંકાસ્પદ જહાજને રોકવા, તેની તપાસ કરવા અથવા જપ્ત કરવાની ચેતવણી આપવામાં આવી છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે આ પગલું ઈરાનના તેલ નિકાસ પર નિયંત્રણ મેળવવા માટે લેવામાં આવ્યું છે.
જહાજો પાછા વળવા મજબૂર
નાકાબંધી લાગુ પડતા જ કેટલાક તેલ વહન કરતા જહાજોએ પોતાની દિશા બદલી દીધી. અનેક જહાજો હોર્મુઝમાં પ્રવેશતા પહેલાં જ પાછા વળી ગયા, જ્યારે હજારો નૌકાકર્મીઓ અને જહાજો ખાડી વિસ્તારમાં ફસાયેલા છે.
ઈરાનની કડક ચીમકી
ઈરાનની ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ ચેતવણી આપી છે કે જો તેના બંદરો તરફ જતાં જહાજોને રોકવામાં આવશે, તો તે સખત પગલાં લેશે. ઈરાને આ નાકાબંધીને “દરિયાઈ લૂંટ” ગણાવી છે.
શાંતિ પ્રયાસો નિષ્ફળ
પાકિસ્તાનમાં થયેલી ચર્ચાઓ બાદ તાત્કાલિક યુદ્ધવિરામની જાહેરાત થઈ હતી, પરંતુ તે લાંબા સમય સુધી ટકી શકી નથી. ચર્ચાઓ નિષ્ફળ જતા અમેરિકાએ તરત જ નાકાબંધી લાગુ કરી દીધી.
પૃષ્ઠભૂમિ
- ફેબ્રુઆરી 2026થી શરૂ થયેલા યુદ્ધમાં હોર્મુઝ માર્ગ લગભગ બંધ રહ્યો
- અગાઉ દરરોજ 140–150 જેટલા જહાજો અહીંથી પસાર થતા
- હાલમાં હજારો જહાજો અટવાઈ ગયા છે
- વિશ્વ ઊર્જા સપ્લાય પર ગંભીર અસર
વિશેષજ્ઞોના અંદાજ મુજબ:
- દરરોજ આશરે $435 મિલિયન (₹40,000 કરોડ)નું નુકસાન
- માસિક નુકસાન $13 બિલિયન સુધી પહોંચી શકે
ઈરાનનું અર્થતંત્ર મુખ્યત્વે તેલ ગેસ પર આધારિત છે. દરરોજ લગભગ 1.5 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલની નિકાસ થતી હતી, જે હવે ગંભીર રીતે અસરગ્રસ્ત બની છે.
ઈરાનના મહત્વપૂર્ણ બંદરો — ખાસ કરીને Kharg Island (92% નિકાસ), Asaluyeh અને Bandar Imam Khomeini પર નાકાબંધીનો સીધો પ્રભાવ પડ્યો છે. પરિણામે ઈરાનની તેલ નિકાસ લગભગ ઠપ્પ થઇ ગઈ છે. પેટ્રોકેમિકલ ઉદ્યોગને મોટો ફટકો અને વિદેશી આવકમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.
