અમદાવાદઆંતરરાષ્ટ્રીયગુજરાતમુખ્ય સમાચાર

અમદાવાદ એરપોર્ટ પર 83 લાખ રૂપિયાની સોનું છુપાવતી મહિલા પકડાઈ

Ahmedabad 31 March 2026:સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (SVPI) એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે કુઆલાલમ્પુરથી આવી એક મહિલા મુસાફર પાસેથી 83 લાખ રૂપિયાથી વધુ કિંમતનું સોનું જપ્ત કર્યું છે. મહિલા મુસાફર “ગ્રીન ચેનલ” મારફત બહાર નીકળવા પ્રયાસ કરતી હતી, પરંતુ કસ્ટમ્સ અધિકારીઓની સાવચેતીના કારણે પકડાઈ ગઈ.

શંકાસ્પદ હિલચાલ પર રોકાઈ:કસ્ટમ્સ એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) અને APIS પ્રોફાઇલિંગ દ્વારા મળેલી ચોક્કસ જાણકારીના આધારે, 30 માર્ચે ફ્લાઈટ AK-91 દ્વારા કુઆલાલમ્પુરથી આવી મહિલા મુસાફર પર ખાસ નજર રાખવામાં આવી હતી. તે Terminal-2 પરથી “ગ્રીન ચેનલ” મારફત બહાર નીકળતી દેખાઈ, પરંતુ શંકાસ્પદ વર્તનને કારણે કસ્ટમ્સ અધિકારીઓએ તેને અટકાવી અને તપાસ હાથ ધરી.

તપાસ દરમિયાન જાણીાયું કે મહિલાએ સોનાની પેસ્ટ બનાવી, તેને કાળા ટેપમાં લપેટીને પોતાના અંગોમાં છુપાવી રાખ્યું હતું. કસ્ટમ્સ અધિકારીઓએ આ કેપ્સ્યુલ્સ કબજે કરી અને નિષ્ણાતોની હાજરીમાં શુદ્ધિકરણ પ્રક્રિયા કરાઈ. કુલ 643.28 ગ્રામ સોનું મળી, જેમાંથી 553.07 ગ્રામ 24 કેરેટ (999 શુદ્ધતા) સોનું મેળવાયું. સોનાની બજાર કિંમત લગભગ 83,29,234 રૂપિયા અને ટૅરિફ કિંમત 75,58,393 રૂપિયા છે.

મહિલા વિરુદ્ધ કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ ગુનો નોંધાયો છે. વધુ તપાસ શરૂ કરવામાં આવી છે,

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.