હે રામ ! પોરબંદરમાં દારૂની દુકાનની સરકાર મંજૂરી
Porbandar, 31 March, 2026: પોરબંદર ખાતે પરમિટધારકો માટે દારૂની વેચાણ 1લી એપ્રિલ 2026થી શરૂ થવાની શક્યતા છે. આજ સાથે, રાજ્ય સરકારે આ નિર્ણયના અમલ માટે જરૂરી પ્રક્રિયાને પૂર્ણ કરી દીધી છે. સ્રોતો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદર ખાતે એક સ્થાનિક હોટલને દારૂની દુકાન શરૂ કરવા માટે લીલી ઝંડી મળી ગઈ છે, અને આ દુકાન સ્થાનિક સ્તરે દારૂ ઉપલબ્ધ કરાવશે.
ગાંધીભૂમિમાં દારૂના વેચાણને લઈને વિવાદ
પોરબંદર, જે મહાત્મા ગાંધીના જન્મસ્થળ તરીકે ઓળખાય છે, ત્યાં દારૂના વેચાણને લઇને વિવાદ ઊભો થઈ રહ્યો છે. કેટલાક લોકો આ નિર્ણયને મહાત્મા ગાંધીજીના જીવનના સિદ્ધાંતોના વિરુદ્ધ માનતા હોવાથી તેઓ આ મુદ્દે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.ગુજરાતમાં દારૂબંધીના મુદ્દા પર ઘણીવાર ચર્ચાઓ થતી રહે છે.
જો કોઈ મોટો ફેરફાર નહીં થાય, તો આગામી 1લી એપ્રિલ 2026 થી પોરબંદરમાં વિધિવત રીતે પરમિટવાળો દારૂ મળવાનું શરૂ થઈ જશે.
