Worldઆંતરરાષ્ટ્રીયમુખ્ય સમાચાર

ઇરાન-અમેરિકા તણાવ: મધ્ય પૂર્વના સૌથી ઊંચા પુલ પર વિનાશક હુમલો

Washington D.C. / Tehran 03 April, 2026: મધ્ય પૂર્વમાં તણાવ ફરી ઉગ્ર બન્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpએ ઇરાનને “હવે સોદો કરો, નહીં તો વધુ વિનાશ માટે તૈયાર રહો” તેવી સીધી ચેતવણી આપી છે. આ ચેતવણી તે સમયે આવી છે જ્યારે ઇરાનના મહત્વપૂર્ણ B1 પુલ પર મોટો હવાઈ હુમલો થયો છે.2 એપ્રિલ 2026ના રોજ અમેરિકી અને ઇઝરાયેલી દળો દ્વારા કરાયેલા હવાઈ હુમલામાં B1 પુલને નિશાન બનાવાયો.પુલ પર બે વાર ઝડપથી હુમલો કરવામાં આવ્યો. પુલનો મધ્ય ભાગ સંપૂર્ણપણે તૂટી પડ્યો. સમગ્ર સ્ટ્રક્ચર બે ભાગમાં વિભાજિત થઈ ગયું. ઇરાનના અધિકારીઓના જણાવ્યા મુજબ:8 નાગરિકોના મોત and 95 લોકો ઘાયલ થયા હતા . ઘટનાના સમયે લોકો “નેચર ડે” ઉજવી રહ્યા હતા અને પુલની નીચે તેમજ નદી કિનારે મોટી સંખ્યામાં હાજર હતા. હુમલાથી સામાન્ય નાગરિકોને ભારે નુકસાન થયું છે.

શું છે B1 પુલ અને કેમ મહત્વપૂર્ણ?
ઇરાનના Karaj શહેર નજીક આવેલો B1 પુલ દેશના સૌથી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંનો એક હતો.આ પુલ Tehran અને Karaj વચ્ચેનો મહત્વપૂર્ણ કનેક્શન હતો અને ઉત્તર પ્રાંતો તેમજ કાસ્પિયન સમુદ્ર વિસ્તાર માટે લાઈફલાઈન ગણાતો હતો.મુખ્ય ટ્રાન્સપોર્ટ લિંક તૂટી ગઈ છે.હજારો લોકો માટે મુસાફરી મુશ્કેલ બની છે

લંબાઈ: લગભગ 1050 મીટર
ઊંચાઈ: 136–156 મીટર (મધ્ય પૂર્વમાં સૌથી ઊંચો પુલ)
પહોળાઈ:38 મીટર
ઉપયોગ: ભારે ટ્રાફિક માટે મલ્ટી-લેન હાઈવે

ટ્રમ્પનો દાવો અને કડક ચેતવણી
હુમલા બાદ Donald Trumpએ સોશિયલ મીડિયા પર વિડિયો શેર કર્યો, જેમાં પુલ તૂટી પડતો દેખાય છે. તેમણે લખ્યું:“ઇરાનનો સૌથી મોટો પુલ હવે ક્યારેય ઉપયોગમાં નહીં આવે – હજુ ઘણું બાકી છે!” પછી વધુ એક પોસ્ટમાં તેમણે કહ્યું: “ઇરાન માટે હવે સમય ઓછો છે – મોડું થઈ જાય તે પહેલાં સોદો કરો.”

ઇરાન સરકારે આ હુમલાની કડક નિંદા કરી છે અને તેને નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરનો હુમલો ગણાવ્યો છે. આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ ગણાવ્યો.નાગરિકોના મૃત્યુ માટે અમેરિકા અને ઇઝરાયેલને જવાબદાર ઠેરવ્યા

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.