ગુજરાતTrendingનોકરીનોકરીઓમુખ્ય સમાચાર

આનંદો! GPSC ભરતીમાં મોટો વધારો

GPSC ભરતીમાં મોટો વધારો: હવે 71 નહીં, સીધી 213 જગ્યાઓ!

Gandhinagar, Gujarat 03 April, 2026: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. શરૂઆતમાં કુલ 71 જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી હતી, પરંતુ હવે તેમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને વર્ગ-2 તેમજ ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2 માટે ભરતી જાહેર કરવામાં આવી હતી. પરંતુ હવે આ ભરતીમાં નવા સંવર્ગો ઉમેરવામાં આવતા કુલ જગ્યાઓની સંખ્યા 71થી વધારીને સીધી 213 કરવામાં આવી છે. ઉમેદવારો 02 April , 2026 બપોરે 1:00 વાગ્યાથી અરજી કરી શકશે અને 15 એપ્રિલ 2026ની રાત્રે 12:00 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ રાખવામાં આવી છે. વર્ગ 1, 2ની કુલ જગ્યાઓની સંખ્યા 71થી વધારીને સીધી 213 કરવામાં આવી છે.

  • અગાઉની જગ્યાઓ: 71
  • સુધારેલી જગ્યાઓ: 213
  • વધારો: 142 જગ્યાઓનો વધારો

આ ફેરફારથી ઉમેદવારો માટે મોટી તક ઊભી થઈ છે. વધુ જગ્યાઓ ઉપલબ્ધ થતા સ્પર્ધાત્મક પરીક્ષામાં પસંદગીની સંભાવનાઓ પણ વધી છે.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.