ગુજરાતમુખ્ય સમાચારરાજનીતિ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પૂર્ણ

ચૂંટણી પૂર્ણ, હવે પરિણામો માટે કાઉન્ટડાઉન

Ahmedabad, 26 April 2026 Gujarat Updates Team : ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે યોજાયેલી મહત્વપૂર્ણ ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. રવિવાર, 26 એપ્રિલ 2026ના રોજ રાજ્યભરના મતદારો ઉત્સાહપૂર્વક મતદાન મથકો પર પહોંચી પોતાની લોકશાહી હક્કનો ઉપયોગ કર્યો હતો. 60 % ની આસપાસ મતદાન થયાની ગણતરી થઇ રહી છે. સાચો આંકડો હજી રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યો નથી પણ તેની રાહ જોવી રહી છે.

25000થી વધારે ઉમેદવારોનું ભાવિ આજે EVMમા માં કેદ થઇ ગયું છે. હવે 28મી એપ્રિલ ઉમેદવારોનો જીત કે હાર થઇ તે જાણવા મળશે.આ ચૂંટણીમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત સહિત કુલ સૈંકડો સ્થાનિક સંસ્થાઓ માટે મતદાન યોજાયું હતું. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યું અને ઘણા વિસ્તારોમાં મતદારોની લાંબી કતારો જોવા મળી.

ચૂંટણી દરમિયાન મોટાભાગે શાંતિપૂર્ણ વાતાવરણ રહ્યું, પરંતુ કેટલીક જગ્યાએ ટેકનિકલ ખામી અને નાના બનાવોની માહિતી પણ સામે આવી હતી. કેટલીક જગ્યાએ ઈવીએમ મશીનોમાં ખામી નોંધાઈ હતી અને એકાદ સ્થળે અણધારી ઘટનાઓ પણ બની હતી, છતાં ચૂંટણી પ્રક્રિયા પર કોઈ મોટો પ્રભાવ પડ્યો ન હતો.

રાજ્ય ચૂંટણી પંચ અને સ્થાનિક પ્રશાસન દ્વારા મતદાન માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. મતદાન કેન્દ્રો પર પીવાનું પાણી, છાંયડો, બેસવાની સુવિધા સહિત જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેના કારણે મતદારોને કોઈ ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો. આ ચૂંટણીને આગામી રાજકીય દિશા માટે “સેમિફાઇનલ” તરીકે પણ જોવામાં આવી રહી છે, કારણ કે મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે કડક ટક્કર જોવા મળી હતી. મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌની નજર પરિણામ પર ટકેલી છે, જે 28 એપ્રિલે જાહેર થવાના છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લોકશાહીનું મૂળભૂત સ્તર છે, જ્યાંથી વિકાસની શરૂઆત થાય છે. મતદારોના સક્રિય સહભાગિતાથી લોકશાહી વધુ મજબૂત બને છે. આ વખતનું મતદાન પણ લોકોમાં લોકશાહી પ્રત્યેનો વિશ્વાસ અને જવાબદારીની ભાવના દર્શાવે છે. હવે પરિણામો પછી સ્થાનિક વિકાસના નવા અધ્યાયની શરૂઆત થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

www.gujaratupdates.com

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.