બળાત્કાર કેસમાં સજા ભોગવી રહેલા રામ રહીમને ફરી રાહત
ડેરા પ્રમુખ રામ રહીમ ફરી બહાર
26 May 2026 Gujarat Updates Team : હરિયાણાની રોહતક સ્થિત સુનારીયા જેલમાંથી ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને ફરી એકવાર 30 દિવસની પેરોલ મળતાં દેશભરમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. બળાત્કાર કેસમાં 20 વર્ષની સજા ભોગવી રહેલા રામ રહીમને 2017માં સજા થયા બાદ અત્યાર સુધીમાં 16મી વખત જેલ બહાર આવવાની મંજૂરી આપવામાં આવી છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.
મંગળવારે વહેલી સવારે તેઓ જેલમાંથી બહાર આવ્યા હતા. ડેરા સચ્ચા સોદા તરફથી જણાવાયું છે કે પેરોલ દરમિયાન રામ રહીમ હરિયાણાના સિરસા સ્થિત ડેરા મુખ્યાલયમાં રહેશે.
વારંવાર મળતી પેરોલથી ઊભા થયા પ્રશ્નો
ગુરમીત રામ રહીમ સિંહને વારંવાર મળતી પેરોલ અને ફરલોએ વર્ષોથી રાજકીય તેમજ સામાજિક ચર્ચાઓને જન્મ આપ્યો છે. ખાસ કરીને ચૂંટણીના માહોલ દરમિયાન તેમને મળતી તાત્કાલિક મુક્તિ વિરોધ પક્ષો અને સામાજિક સંગઠનો માટે સતત સવાલો ઉભા કરતી રહી છે.રામ રહીમને જાન્યુઆરી 2026માં 40 દિવસની પેરોલ આપવામાં આવી હતી. તે પહેલાં ઓગસ્ટ 2025માં પણ તેમને 40 દિવસ માટે જેલ બહાર રહેવાની મંજૂરી મળી હતી. એપ્રિલ 2025માં 21 દિવસની ફરલો અને જાન્યુઆરી 2025માં દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં 30 દિવસની પેરોલ આપવામાં આવી હતી.
આ જ રીતે ઓક્ટોબર 2024માં હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલાં તેમને 20 દિવસની પેરોલ મળી હતી. ઉપરાંત, 2022ની પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં પણ રામ રહીમને ત્રણ અઠવાડિયાની ફરલો આપવામાં આવી હતી. જોકે સજા બાદથી અત્યાર સુધીમાં રામ રહીમને કુલ 16 વખત પેરોલ અને ફરલો મળી ચૂકી છે. વિવિધ સમયગાળાની આ તાત્કાલિક મુક્તિઓને કારણે તેઓ અંદાજે 435 દિવસ જેટલો સમય જેલ બહાર રહી ચૂક્યા છે.
ડેરા સચ્ચા સોદાની રાજકીય અસર
Dera Sacha Saudaનું ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વિશાળ અનુયાયી વર્ગ છે. હરિયાણા, પંજાબ, રાજસ્થાન સહિત અનેક વિસ્તારોમાં ડેરાના લાખો સમર્થકો હોવાનું માનવામાં આવે છે. હરિયાણાના સિરસા, ફતેહાબાદ, હિસાર, કૈથલ અને કુરુક્ષેત્ર જેવા જિલ્લાઓમાં ડેરાનો પ્રભાવ ખાસ જોવા મળે છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ વિસ્તારોમાં ડેરાનો મતદારો પર નોંધપાત્ર પ્રભાવ રહ્યો છે. પરિણામે, જ્યારે પણ ચૂંટણી નજીક આવે ત્યારે રામ રહીમને મળતી પેરોલ રાજકીય રંગ પકડે છે. વિરોધ પક્ષોનો આરોપ છે કે સરકારો મતલાભ માટે આ પ્રકારના નિર્ણય લેતી હોય છે. જોકે સરકાર તરફથી હંમેશા કહેવામાં આવ્યું છે કે પેરોલ કાયદાકીય પ્રક્રિયા મુજબ આપવામાં આવે છે.
શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ ઉઠાવ્યા વાંધા
ગુરમીત રામ રહીમ સિંહને વારંવાર મળતી પેરોલ અને ફરલોએ વર્ષોથી રાજકીય તેમજ સામાજિક ચર્ચાઓને જન્મ આપ્યો છે. ખાસ કરીને ચૂંટણીના માહોલ દરમિયાન તેમને મળતી તાત્કાલિક મુક્તિ વિરોધ પક્ષો અને સામાજિક સંગઠનો માટે સતત સવાલો ઉભા કરતી રહી છે. રામ રહીમને જાન્યુઆરી 2026માં 40 દિવસની પેરોલ આપવામાં આવી હતી. તે પહેલાં ઓગસ્ટ 2025માં પણ તેમને 40 દિવસ માટે જેલ બહાર રહેવાની મંજૂરી મળી હતી. એપ્રિલ 2025માં 21 દિવસની ફરલો અને જાન્યુઆરી 2025માં દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં 30 દિવસની પેરોલ આપવામાં આવી હતી.
આ જ રીતે ઓક્ટોબર 2024માં હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલાં તેમને 20 દિવસની પેરોલ મળી હતી. ઉપરાંત, 2022ની પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં પણ રામ રહીમને ત્રણ અઠવાડિયાની ફરલો આપવામાં આવી હતી.
2017માં થઈ હતી સજા
ગુરમીત રામ રહીમ સિંહને વર્ષ 2017માં બે મહિલા અનુયાયીઓ પર બળાત્કારના કેસમાં દોષિત ઠેરવી 20 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. અદાલતના આ ચુકાદા બાદ હરિયાણાના અનેક વિસ્તારોમાં હિંસક ઘટનાઓ ભડકી ઊઠી હતી. તે સમયે થયેલી હિંસામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે મોટી માત્રામાં સરકારી અને ખાનગી સંપત્તિને નુકસાન પહોંચ્યું હતું. સુરક્ષા દળોને સ્થિતિ કાબૂમાં લેવા માટે વિશેષ કાર્યવાહી કરવી પડી હતી. ચુકાદા પછીથી રામ રહીમ રોહતક સ્થિત સુનારીયા જેલમાં સજા ભોગવી રહ્યા છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં તેમને વારંવાર મળતી પેરોલ અને ફરલોને કારણે તેઓ સતત જાહેર અને રાજકીય ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. તેમના જેલ બહાર આવવાના દરેક નિર્ણય બાદ ફરી એકવાર કાયદાની સમાનતા, ન્યાયપ્રણાલી અને રાજકીય પ્રભાવ અંગે ચર્ચાઓ તેજ બની જાય છે.
સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સિરસા પહોંચ્યા
મંગળવારે વહેલી સવારે જેલમાંથી બહાર આવ્યા બાદ રામ રહીમ ભારે સુરક્ષા વચ્ચે સિરસા ડેરા પહોંચ્યા હતા. સ્થાનિક પ્રશાસને સુરક્ષાની દ્રષ્ટિએ વિશેષ બંદોબસ્ત ગોઠવ્યો હતો. અહેવાલો મુજબ તેઓ અનેક વાહનોના કાફલા સાથે ડેરા મુખ્યાલય પહોંચ્યા હતા. શરૂઆતમાં અનુયાયીઓની સંખ્યા ઓછી હતી, પરંતુ દિવસ વધતા સમર્થકોની ભીડ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.
કાયદો, રાજકારણ અને સમાજ વચ્ચેનો મુદ્દો
રામ રહીમને મળતી વારંવારની પેરોલ માત્ર કાનૂની મુદ્દો નથી રહ્યો, પરંતુ હવે તે રાજકારણ અને સમાજ વચ્ચેનો ચર્ચાસ્પદ વિષય બની ગયો છે.એક તરફ તેમના લાખો અનુયાયીઓ છે, જે તેમને આધ્યાત્મિક નેતા માને છે. બીજી તરફ અનેક સામાજિક સંગઠનો અને વિરોધ પક્ષો તેમને મળતી રાહતો સામે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. કાયદાકીય રીતે જોવામાં આવે તો પેરોલ અને ફરલો કેદીઓના અધિકારોના ભાગરૂપે આપવામાં આવે છે. પરંતુ જ્યારે કોઈ હાઈપ્રોફાઇલ કેદીને વારંવાર આ પ્રકારની છૂટ મળે, ત્યારે સ્વાભાવિક રીતે પ્રશ્નો ઊભા થાય છે.
પરંતુ આ દરમિયાન રાજકીય પક્ષો, સામાજિક સંગઠનો અને કાનૂની નિષ્ણાતો વચ્ચે ચર્ચા વધુ તેજ બનવાની સંભાવના છે.વિશેષ કરીને ઉત્તર ભારતના રાજકીય માહોલમાં ડેરાની અસરને ધ્યાનમાં રાખતા આ મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં રહે તેવી શક્યતા છે. રામ રહીમના સમર્થકો માટે આ એક ખુશીની ઘટના બની છે, જ્યારે વિરોધીઓ માટે આ ફરી એકવાર ન્યાયિક સમાનતાનો મુદ્દો બની ગયો છે.
ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને મળેલી 30 દિવસની પેરોલ ફરી એકવાર દેશવ્યાપી ચર્ચાનો વિષય બની છે. 2017 પછી 16મી વખત જેલ બહાર આવેલા રામ રહીમને લઈને સમાજમાં મતભેદ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo
આ પણ વાંચો :
આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.
