મુખ્ય સમાચારઅમદાવાદગુજરાત

JCP શરદ સિંઘલ પર જીવલેણ હુમલો

અમદાવાદમાં વધુ એક પોલીસ એક્શન: 25 ગુનાના આરોપી કલીમના પગમાં ગોળી

02 July 2026 Gujarat Updates Team: શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે ગયેલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર આરોપીએ જીવલેણ હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર (JCP) શરદ સિંઘલ છરીના હુમલામાં ઈજાગ્રસ્ત બન્યા હતા. પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી જોઈ અધિકારીએ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપી કલીમના પગમાં ગોળી વાગી હતી. ત્યારબાદ પોલીસ ટીમે તેને કાબૂમાં લઈને હોસ્પિટલ ખસેડ્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, કલીમ સામે શહેરના વિવિધ પોલીસ મથકોમાં હત્યાના પ્રયાસ, મારામારી, લૂંટ, હથિયાર અધિનિયમ સહિતના અંદાજે 25 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. લાંબા સમયથી ફરાર રહેલા આરોપીની હાજરી અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ચંડોળા તળાવ વિસ્તારમાં ઓપરેશન હાથ ધર્યું હતું.

અમદાવાદમાં હિસ્ટ્રીશીટર આરોપી કલીમની ધરપકડ દરમિયાન નાટકીય ઘટનાક્રમ સર્જાયો હતો. પોલીસને ગેરકાયદે હથિયારો અંગે મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ, પોલીસે આરોપીની શોધખોળ પૂર્ણ કર્યા બાદ તેને ઝડપી પાડવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે કલીમ ડ્રગ્સના નશામાં હોવાનું સામે આવ્યું છે.

પોલીસ અધિકારીઓ સાદા વેશમાં કાર્યવાહી કરી રહ્યા હોવાથી આરોપીને સામે રહેલા અધિકારી JCP ક્રાઇમ શરદ સિંઘલ હોવાનું જાણ નહોતું. પૂછપરછ દરમિયાન આરોપી અચાનક ઉશ્કેરાઈ ગયો અને સ્થળ પર રહેલી રસોડામાં વપરાતી છરી ઉઠાવી JCP શરદ સિંઘલ પર જીવલેણ હુમલો કર્યો.

હુમલાથી બચવા માટે JCP શરદ સિંઘલે પોતાનો ડાબો હાથ આગળ કરતાં તેમના હાથમાં ઈજા પહોંચી હતી. પરિસ્થિતિ ગંભીર બનતા અને આત્મરક્ષાના ભાગરૂપે JCPએ પોતાની સર્વિસ પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું, જેમાં આરોપી કલીમના પગમાં ગોળી વાગી હતી.

પોલીસે આરોપી પાસેથી ચાર ગેરકાયદે હથિયારો કબજે કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. ઘટનાના તરત બાદ ઈજાગ્રસ્ત JCP શરદ સિંઘલ અને આરોપી કલીમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સમગ્ર કાર્યવાહી પૂર્વ આયોજન મુજબ કરવામાં આવી હતી, પરંતુ આરોપીના અચાનક હુમલાને કારણે સ્થિતિ પળવારમાં બદલાઈ ગઈ હતી. સ્વબચાવમાં કરવામાં આવેલા ફાયરિંગ સહિત સમગ્ર ઘટનાની નિયમ મુજબ તપાસ કરવામાં આવશે. ઘટના સ્થળેથી ફોરેન્સિક પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે, જ્યારે આસપાસના CCTV ફૂટેજ અને અન્ય ટેક્નિકલ પુરાવાની પણ ચકાસણી શરૂ કરવામાં આવી છે.

ક્રાઈમ બ્રાન્ચ હવે આરોપીના ગુનાહિત નેટવર્ક, તેના સાગરીતો તેમજ છેલ્લા કેટલાક સમયથી તેની હિલચાલ અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પોલીસને આશા છે કે કલીમની પૂછપરછ દરમિયાન અન્ય ગુનાઓ અને તેના સંપર્કમાં રહેલા શખ્સો વિશે મહત્વની માહિતી મળી શકે છે.

આ ઘટનાને પગલે અમદાવાદ શહેર પોલીસ વધુ સતર્ક બની છે. વોન્ટેડ ગુનેગારો સામે ચાલી રહેલા અભિયાનને વધુ વેગ આપવાની સાથે સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ વધારવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટનાની ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ પોલીસ દ્વારા વધુ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે.

www.gujaratupdates.com

અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo

આ પણ વાંચો :

આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.