ભારતમુખ્ય સમાચાર

જાણો મહિલા અનામત બિલ પાસ કેમ ના થયું ?

મહિલા અનામત સુધારા બિલ લોકસભામાં પડ્યું ખારિજ: બે તૃતિયાંશ બહુમતી ન મળતા ઐતિહાસિક સુધારો અટક્યો

New Delhi, 17 April 2026: લોકસભામાં આજે મહિલાઓને વિધાનસભાઓ અને સંસદમાં અનામત આપવાના હેતુસર લાવવામાં આવેલ બંધારણીય (131મું સુધારા) બિલ 2026 જરૂરી બે તૃતિયાંશ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું, જેના કારણે બિલ ખારિજ થયું. બિલના સમર્થનમાં 298 મત પડ્યા જ્યારે વિરોધમાં 230 મત મળ્યા હતા, પરંતુ બંધારણીય સુધારા માટે જરૂરી સંખ્યા સુધી પહોંચવામાં નિષ્ફળતા મળી.

આ બિલનો મુખ્ય હેતુ 2029ની સામાન્ય ચૂંટણીથી મહિલાઓને 33% અનામત આપવાનો હતો, તેમજ લોકસભાની બેઠકોમાં વધારો અને સીમાંકન (delimitation) પ્રક્રિયા અમલમાં મૂકવાની હતી.

21 કલાકની લાંબી ચર્ચા બાદ મતદાન
લોકસભામાં આ મુદ્દે લગભગ 21 કલાક સુધી ઉગ્ર ચર્ચા ચાલી, જેમાં લગભગ 130 સાંસદોએ ભાગ લીધો હતો, જેમાં 56 મહિલા સાંસદોનો સમાવેશ થાય છે. ચર્ચા પૂર્ણ થયા બાદ મતદાન કરવામાં આવ્યું, પરંતુ બિલ જરૂરી બહુમતી મેળવી શક્યું નહીં. લોકસભા અધ્યક્ષે જાહેરાત કરી કે બે તૃતિયાંશ બહુમતીના અભાવે બિલ પસાર થઈ શક્યું નથી અને ગૃહને શનિવાર સુધી મુલતવી રાખવામાં આવ્યું.

સરકારનો નિર્ણય: અન્ય બિલો પણ સ્થગિત
બિલના પરાજય બાદ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જાહેરાત કરી કે સીમાંકન બિલ 2026 અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા સુધારા બિલ પર હવે આગળ કાર્યવાહી કરવામાં આવશે નહીં, કારણ કે ત્રણેય બિલ પરસ્પર જોડાયેલા હતા.

સરકાર અને વિપક્ષ વચ્ચે તીખી ટકર
ગૃહમંત્રી અમિત શાહે ચર્ચાનો જવાબ આપતા વિપક્ષ પર આરોપ મૂક્યો કે તેઓ મહિલાઓના અનામતનો વિરોધ કરી રહ્યા છે અને દેશની મહિલાઓને આ વાત જાણી જશે.બીજી તરફ, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી એ કહ્યું કે આ બિલ મહિલાઓના હિત માટે નહીં પરંતુ દેશના ચૂંટણી નકશામાં ફેરફાર કરવાનો પ્રયાસ છે. તેમણે આરોપ લગાવ્યો કે આ પ્રક્રિયા દક્ષિણ, ઉત્તર-પૂર્વ અને નાના રાજ્યોના પ્રતિનિધિત્વને અસર કરશે.

મુખ્ય વિવાદ શું હતો?
વિપક્ષે બિલનો મુખ્ય વિરોધ સીમાંકન પ્રક્રિયા સાથે તેને જોડવામાં કર્યો હતો. વિપક્ષના મતે આ પગલું રાજકીય રીતે પ્રેરિત છે અને તે લોકસભાની બેઠકોના વહેંચાણમાં અસંતુલન સર્જી શકે છે.

મહિલાઓના પ્રતિનિધિત્વ પર અસર
હાલમાં લોકસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ આશરે 14% છે, જ્યારે આ બિલ અમલમાં આવે તો તે નોંધપાત્ર રીતે વધી શકે તેમ હતું.

www.gujaratupdates.com

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.