મુખ્ય સમાચારગુજરાતરાજનીતિ

ભાજપ સુરતના ઉમેદવારોની યાદી જાહેર

Surat 11 April, 2026: સુરત મહાનગરપાલિકા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ લાંબી આંતરિક ચર્ચા બાદ 120 બેઠકોમાંથી 107 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં મેરેથોન ચર્ચા બાદ મોડીરાત્રે આ યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં કુલ 77 નવા ચહેરાઓને તક આપવામાં આવી છે, જ્યારે 30 વર્તમાન કોર્પોરેટરોને ફરીથી ટિકિટ આપવામાં આવી છે.

ભાજપે અનુભવી અને વર્તમાન કાર્યકરોને ધ્યાનમાં રાખીને કેટલાક નેતાઓને ફરીથી તક આપી છે. તેમાં મુખ્યત્વે મેયર દક્ષેશ માવાણી અને રાજન પટેલ નો સમાવેશ થાય છે. વોર્ડ નંબર 3માં ભાજપે અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા પટેલને ઉમેદવાર તરીકે પસંદ કરી છે, જે નિર્ણયને લઈને સ્થાનિક રાજકારણમાં વિશેષ ચર્ચા થઈ રહી છે.

સિનિયર નેતાઓની ટિકિટ કપાઈ
ત્રણ ટર્મ અને વય મર્યાદાના નિયમોને કારણે અનેક અનુભવી કોર્પોરેટરોને આ વખતે ટિકિટ આપવામાં આવી નથી. તેમાં નીચેના નામો સામેલ છે: રાકેશ માળી, હેમાલી બોઘાવાલા, કેતન મહેતા, દિનેશ જોધાણી, નરેશ ધામેલીયા, કનુ પટેલ, બસુ જગરૂ પટેલ, વિનોદ પટેલ, નાગર પટેલ,ચિમન પટેલ

રોટેશન સિસ્ટમના અમલને કારણે કેટલાક વર્તમાન કોર્પોરેટરોને પણ બહાર કરવામાં આવ્યા છે. તેમાં: કૃણાલ સેલર, કેયુર ચપટવાલા,નરેન્દ્ર પાંડવનો સમાવેશ થાય છે.

ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા દરમિયાન ભાજપ અંદર ભારે મતભેદ અને ખેંચતાણ જોવા મળ્યું હતું. અનેક બેઠકો પર નામોને લઈને વિવાદ ઊભો થયો હતો. અંતે લાંબી ચર્ચા બાદ યાદી જાહેર કરવામાં આવી.સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભાજપના અંદર જૂથવાદના સંકેતો પણ જોવા મળ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સુરત મનપા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત બાદ રાજકીય માહોલ ગરમાયો છે. નવા ચહેરાઓને મળેલી તક અને સિનિયર નેતાઓની બાદબાકીથી પાર્ટીમાં આંતરિક અસંતોષ તેમજ રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

www.gujaratupdates.com

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.