ગુજરાતભારતમુખ્ય સમાચાર

સોમનાથ મંદિરના શિખર પર મહાકુંભાભિષેક

PM મોદીના હસ્તે 11 તીર્થજળથી સોમનાથ મંદિર પર પ્રથમવાર ઐતિહાસિક અભિષેક

11 May 2026 Gujarat Updates Team: ગુજરાતની આધ્યાત્મિક ધરતી પર આજે એક એવો ઐતિહાસિક પ્રસંગ સર્જાયો. , જે માત્ર ધાર્મિક દ્રષ્ટિએ નહીં પરંતુ સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે પણ દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. Somnath Temple ખાતે ચાલી રહેલા “સોમનાથ અમૃતપર્વ-2026” અંતર્ગત પ્રથમવાર મંદિરના ભવ્ય શિખર પર મહાકુંભાભિષેક યોજાયો.. આ વિશેષ અનુષ્ઠાનમાં વડાપ્રધાન Narendra Modi ઉપસ્થિત રહી પૂજા-અર્ચના કરી..

સોમનાથ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત આ મહોત્સવ સમગ્ર દેશ માટે ગૌરવ અને આસ્થા બંનેનું પ્રતિક બની રહ્યો છે. મંદિરના ઇતિહાસમાં પ્રથમવાર મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી કુંભાભિષેક થવાથી ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Narendra Modi એ Somnath Temple ખાતે યોજાયેલી કુંભાભિષેક વિધિમાં સહભાગી બની વિશેષ પૂજા અર્ચના કરી હતી. કુંભાભિષેક વિધિ દરમિયાન મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક અભિષેક કરવામાં આવ્યો અને ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. PM Narendra Modi એ Somnath Temple ખાતે વિશેષ પૂજા અર્ચના કરી હતી. પૂજા બાદ તેમણે ભગવાન શિવના શિવલિંગ પર જળ અર્પણ કરી ધાર્મિક વિધિ પૂર્ણ કરી હતી. આ પ્રસંગે મંદિર પરિસરમાં આધ્યાત્મિક અને ભક્તિમય માહોલ સર્જાયો હતો.

આ મહાકાય કુંભ ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો હતો.. રોડ્સ એન્ડ બિલ્ડિંગ વિભાગના માર્ગદર્શન હેઠળ નિર્માણ પામેલો આ કળશ આશરે 8 ફૂટ ઊંચો છે અને તેનું વજન લગભગ 760 કિલોગ્રામ છે. તેમાં 1100 લીટર સુધી પવિત્ર જળ સંગ્રહ કરવાની ક્ષમતા છે. જળ ભરાયા પછી તેનો કુલ ભાર લગભગ 1.86 મેટ્રિક ટન સુધી પહોંચી જાય છે.

આ વિશાળ કળશને મંદિરના શિખર સુધી પહોંચાડવા માટે 90 મીટર ઊંચી વિશેષ ક્રેન ગોઠવવામાં આવી છહતી.. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સમગ્ર પ્રક્રિયા ટેક્નોલોજી અને પરંપરાનું અનોખું મિશ્રણ સાબિત થઇ. કળશમાં સ્થાપિત રિમોટ સેન્સર આધારિત વ્યવસ્થાના માધ્યમથી માત્ર ત્રણ મિનિટમાં સમગ્ર શિખર પર પવિત્ર જળનો અભિષેક કરવામાં આવ્યો. પુષ્પવર્ષા અને મંત્રોઉપચારથી સમગ્ર સોમનાથ ભૂમિમાં અલોકિક આનંદ છવાયો

મંદિર પરિસરમાં આજે વહેલી સવારથી જ વૈદિક મંત્રોચ્ચાર, રુદ્રપાઠ અને યજ્ઞવિધિઓનો આરંભ થઈ ગયો હતો.51 બ્રાહ્મણો દ્વારા અતિરૂદ્ર પાઠ અને વૈદિક વિધિઓ સંપન્ન કરાઈ રહી છે. ત્રણ દિવસીય મહારુદ્ર યજ્ઞમાં આશરે 1.25 લાખ આહુતિઓ અર્પણ થવાની છે.

ધાર્મિક વિધિઓની વચ્ચે ભારતીય વાયુસેનાની “સૂર્યકિરણ” ટીમ દ્વારા વિશેષ એર શો પણ યોજાયો. . હોક MK-132 વિમાનો દ્વારા આકાશમાં વિવિધ કરતબો રજૂ કરાયા., જે ભક્તો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા..

PM Modi at Somnath Temple

આ પ્રસંગે દેશભરના સંતો, મહંતો અને શ્રદ્ધાળુઓ સોમનાથ ખાતે ઉમટી પડ્યા છે. સમગ્ર પ્રભાસ પાટણ શહેરને ભવ્ય લાઇટિંગ અને ફૂલોના શણગારથી સજાવવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

ધાર્મિક વિદ્વાનોના જણાવ્યા અનુસાર, કુંભાભિષેકની પરંપરા મુખ્યત્વે દક્ષિણ ભારતના મંદિરોમાં પ્રચલિત છે, જ્યાં દર 10 થી 12 વર્ષે શિખર અભિષેક યોજાય છે. પરંતુ સોમનાથ મંદિરના પુનઃનિર્માણ બાદ અત્યાર સુધી આવી વિધિ ક્યારેય યોજાઈ નહોતી. તેથી આ પ્રસંગને ઐતિહાસિક ગણવામાં આવી રહ્યો છે.

સોમનાથ માત્ર મંદિર નથી, પરંતુ ભારતની અડગ સંસ્કૃતિ અને અખંડ શ્રદ્ધાનું જીવંત પ્રતિક છે. અનેક આક્રમણો અને વિનાશ પછી પણ આ મંદિર ફરી ઊભું થયું છે. સ્વતંત્રતા પછી લોહપુરુષ Sardar Vallabhbhai Patelના સંકલ્પથી મંદિરના પુનઃનિર્માણની શરૂઆત થઈ હતી અને 1951માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ Rajendra Prasadના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન મોદીએ પણ અનેક પ્રસંગોએ સોમનાથને ભારતની સંસ્કૃતિ, સ્વાભિમાન અને આધ્યાત્મિક શક્તિનું પ્રતિક ગણાવ્યું છે. થોડા મહિના પહેલા યોજાયેલા “સોમનાથ સ્વાભિમાન પર્વ” દરમિયાન પણ તેમણે મંદિરના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરી ભારતની સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપ્યો હતો.

આજની કુંભાભિષેક માત્ર ધાર્મિક વિધિ નહીં પરંતુ આધુનિક ભારતની સાંસ્કૃતિક વારસાની ઉજવણી તરીકે જોવામાં આવી રહી છે. ટેક્નોલોજી, આધ્યાત્મિકતા અને પરંપરાનો આ ભવ્ય સંગમ વિશ્વભરના હિંદુ સમાજ માટે ગૌરવની ક્ષણ બની રહ્યો છે.

વડાપ્રધાન મોદી સોમનાથ ખાતે વિશેષ મહાપૂજા, ધ્વજારોહણ અને કુંભાભિષેક વિધિમાં ભાગ લીધી.. આ સાથે તેઓ સ્મારક સિક્કા અને વિશેષ ટપાલ ટિકિટ પણ જાહેર કરી.

સોમનાથ અમૃતપર્વ અંતર્ગત પાંચ દિવસથી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. યજ્ઞ, સંત સમ્મેલન, ભજન સંધ્યા, સાંસ્કૃતિક રજૂઆતો અને આધ્યાત્મિક પ્રવચનો દ્વારા સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો છે. ગિર સોમનાથ જિલ્લામાં હોટેલ, ધર્મશાળા અને યાત્રાધામોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. સ્થાનિક વેપારીઓ અને પ્રવાસન ઉદ્યોગને પણ આ મહોત્સવથી વિશાળ ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સોમનાથ મંદિરના આ ઐતિહાસિક કુંભાભિષેકથી ગુજરાત ફરી એકવાર વૈશ્વિક ધાર્મિક નકશા પર કેન્દ્રસ્થાને આવી રહ્યું છે. દેશ અને વિદેશમાંથી લાખો લોકો આ પ્રસંગને આતુરતાપૂર્વક નિહાળી રહ્યા છે. આધ્યાત્મિક ઉર્જા, વૈદિક પરંપરા અને આધુનિક આયોજનના અદ્વિતીય સમન્વય સાથે યોજાઈ રહેલું “સોમનાથ અમૃતપર્વ-2026” ભવિષ્યમાં ભારતીય સંસ્કૃતિના ગૌરવરૂપ અધ્યાય તરીકે યાદ રહેશે.

વાંચો સોમનાથ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ

www.gujaratupdates.com

અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo
અમારા Facebook પેજને ફોલો કરો: Click karo

આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.