શરદ પવાર હોસ્પિટલમાં દાખલ
Mumbai, 21 April, 2026 Gujaratupdats.com Team: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી)ના પ્રમુખ શરદ પવાર( Sharad Pawar)ની તબિયત બગડતા તેમને મુંબઈની પ્રસિદ્ધ બ્રીચ કેન્ડી હોસ્પિટલ (Breach Candy Hospital)માં દાખલ કરવામાં આવ્યા છે. 85 વર્ષીય વરિષ્ઠ નેતાને બે દિવસ પહેલાં નિયમિત ચેકઅપ અને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
હોસ્પિટલ સૂત્રો અનુસાર શરદ પવાર( Sharad Pawar)ની હાલત હાલમાં સ્થિર છે અને દાખલ કરવાની કાર્યવાહી સાવચેતીરૂપે કરવામાં આવી છે. તાજેતરમાં તેમને છાતીમાં ઇન્ફેક્શન અને કામના ભારને ધ્યાનમાં રાખીને ડૉક્ટરોએ સંપૂર્ણ તપાસ કરવાની સલાહ આપી હતી.
આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં પણ શરદ પવાર( Sharad Pawar)ને બે વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા: પુણેમાં છાતીમાં ચેપ તથા ડિહાઇડ્રેશનની સમસ્યા કારણે એડમિટ કાર્ય હતા.
તેમના વધતા વય અને સતત રાજકીય વ્યસ્તતાને કારણે તેઓ નિયમિત ચેકઅપ હેઠળ છે.
પુત્રી સુપ્રિયા સુલે Supriya Suleનું નિવેદન
તેમની પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલે જણાવ્યું કે: “પવાર સાહેબને રૂટીન ટેસ્ટ માટે દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ્સ આવ્યા બાદ વધુ સ્પષ્ટ માહિતી આપવામાં આવશે.” તેમણે વધુમાં ઉમેર્યું કે તબિયતને કારણે શરદ પવાર( Sharad Pawar) હવે બારામતીની નિર્ધારિત મુલાકાતમાં હાજરી આપી શકશે નહીં.
તાજેતરમાં, પવારે વ્હીલચેરમાં બેસીને રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. તેમણે દિલ્હીમાં મીડિયાને પણ સંબોધન કર્યું હતું.
રાજકીય કાર્યક્રમ પર અસર
બારામતીમાં યોજાનારી મહત્વપૂર્ણ રેલીમાં તેમની ગેરહાજરી નોંધપાત્ર માનવામાં આવી રહી છે. આવનારી પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને આ રેલી મહત્વપૂર્ણ હતી.
શરદ પવાર( Sharad Pawar)ની તબિયત અંગે હાલ કોઈ ગંભીર ચિંતા નથી અને ડૉક્ટરોની દેખરેખ હેઠળ તેઓ ટૂંક સમયમાં ડિસ્ચાર્જ થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
www.gujaratupdats.com
