મુખ્ય સમાચારગુજરાત

CNG ના ભાવ વધ્યા

હવે મોંઘવારી નો વધુ માર .

16 May 2026 Gujarat Updates Team: Adani Total Gas Limited દ્વારા ગુજરાતમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. Adani કંપનીએ પ્રતિ કિલોગ્રામ ₹2.24 નો વધારો જાહેર કરતા હવે રાજ્યમાં CNGનો રિટેલ ભાવ ₹86.10 પ્રતિ કિલોગ્રામથી વધુ થઈ ગયો છે. નવા દરો તાત્કાલિક અસરથી અમલમાં મુકાયા છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા દોઢ મહિનામાં Adani Total Gas દ્વારા કરવામાં આવેલો આ બીજો મોટો ભાવવધારો છે. કંપનીએ એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ CNGના ભાવમાં ₹1.50 પ્રતિ કિલોગ્રામનો વધારો કર્યો હતો. આમ, માત્ર 45 દિવસના ગાળામાં કુલ ₹3.74 પ્રતિ કિલોગ્રામનો વધારો નોંધાયો છે.

વૈશ્વિક પરિસ્થિતિનો સીધો અસર
કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ અને વૈશ્વિક ઊર્જા બજારમાં વધતા ખર્ચને કારણે ગેસ સપ્લાય અને આયાતી LNGના ભાવમાં વધારો થયો છે. જેના કારણે સ્થાનિક સ્તરે પણ CNGના દરોમાં વધારો કરવો પડ્યો છે.

ઓટો-ટેક્સી ચાલકોમાં રોષ
CNGના સતત વધી રહેલા ભાવને કારણે ઓટો રિક્ષા અને ટેક્સી ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ડ્રાઈવર યુનિયનોએ જણાવ્યું હતું કે વધતા ઇંધણ ખર્ચને કારણે રોજિંદી આવક પર સીધી અસર પડી રહી છે. ઘણા વાહનચાલકોએ ભાડામાં વધારો કરવાની માંગ પણ ઉઠાવી છે.

સામાન્ય નાગરિકો પર વધશે ભાર
વિશેષજ્ઞોના મતે, CNGના ભાવમાં સતત વધારો થવાથી શહેરોમાં જાહેર પરિવહન અને નાના વ્યાપારીઓના ખર્ચમાં વધારો થશે. જોકે, હાલ પણ પ્રતિ કિલોમીટર ખર્ચના આધારે CNG પેટ્રોલ અને ડીઝલ કરતાં સસ્તું વિકલ્પ માનવામાં આવે છે.

www.gujaratupdates.com

અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo

આ પણ વાંચો :

આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.