Trendingભારતમુખ્ય સમાચાર

પીએમ મોદીએ કહ્યું : હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ અસ્વીકાર્ય !

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં પશ્ચિમ એશિયાની હાલની સ્થિતિ અંગે વિસ્તારથી નિવેદન આપ્યું અને દેશના નાગરિકોને હીમ્મત આપતા જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈપણ પ્રકારની અવરોધ એ સ્વીકાર્ય નથી. પીએમ મોદીએ કહ્યું કે, હાલમાં મિડલ ઈસ્ટની સ્થિતિ ગંભીર છે અને યુદ્ધ ભારતને પ્રત્યક્ષ ન અસર કરતી હોવા છતાં આર્થિક અને નાગરિક પાસેથી અનેક પડકારો ઉભા કરી શકે છે. તેઓએ જણાવ્યું કે, યુદ્ધ વચ્ચે ભારતની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા છે અને ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ક્રૂડ ઓઈલ અને ઊર્જા સુરક્ષા
વડા પ્રધાન મોદીએ જણાવ્યું કે, છેલ્લા 11 વર્ષમાં ભારતે ક્રૂડ ઓઈલ આયાતમાં ડાયવર્સિફિકેશન કર્યું છે. અગાઉ 27 દેશો પાસેથી આયાત થતી હતી, હવે 41 દેશો પાસેથી આવતી છે. રિફાઈનિંગ ક્ષમતામાં વધારો થયો છે અને હાલમાં દેશમાં 53 લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ રિઝર્વ છે, જેનું લક્ષ્ય 65 લાખ મેટ્રિક ટન ધરાવવાનું છે. હંમેશા જેમ ભારતમાં જરૂરીયાતનો મોટાભાગનો ક્રૂડ, ગેસ અને ખાતર હોર્મુઝ સ્ટ્રેટથી આવે છે, ત્યાં જહાજોની અવરજવર માટે રાસ્તો ખુલ્લા રહેવું અત્યંત મહત્વપૂર્ણ છે. પીએમ મોદીએ જણાવ્યું કે, હોર્મુઝમાં ફસાયેલા ભારતીય જહાજોને રાજદ્વારી વાતચીત દ્વારા સુરક્ષિત રીતે બહાર કઢાવવામાં આવ્યા છે.

લોકો માટે સૂચનો
પીએમ મોદીએ નાગરિકોને પણ ચેતવણી આપતી કહ્યું કે, આવી ગંભીર સ્થિતિમાં ખોટા અહેવાલો પર ભરોસો ન કરવો અને સંગ્રહખોરી કે કાળાબજાર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકારો સાથે પણ તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, કોરોનાની મહામારીમાં જેમ આપણે એકસાથે થઈ પડકારનો સામનો કર્યો હતો, તેમ હાલની કસોટીનો સમય પણ ધીરજથી, એકઠા રહી અને લાંબા સમય સુધી સંયમ રાખીને લડવો પડશે.

પશ્વિમ એશિયાના નેતાઓ માટે તણાવ ઘટાડવાની અપીલ
પીએમ મોદીએ પશ્ચિમ એશિયાના નેતાઓ સાથે વાત કરી તણાવ ઘટાડવા અપીલ કરી છે અને તમામ હિતધારકો સાથે સંપર્કમાં રહી ઊર્જા સુરક્ષા અને આર્થિક હિતોની રક્ષા કરવા માટે વચન આપ્યું છે.

ભારતીયોની સુરક્ષા પ્રાથમિકતા
યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધી 3,75,000થી વધુ ભારતીયો વતન પરત આવ્યા છે, જેમાં ઈરાનમાં ફસાયેલા 1,000 જેટલા મેડિકલ વિદ્યાર્થીઓ પણ શામિલ છે. પીએમ મોદીએ આશ્વાસન આપ્યું કે, ભારત સરકાર તમામ ફસાયેલા નાગરિકોની સુરક્ષા માટે સતત કાર્યરત છે.

પીએમ મોદીએ લોકસભામાં સ્પષ્ટ કર્યું કે, દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની પુરવઠા પર અસર ન થાય તે માટે તમામ તંત્ર કાર્યરત છે અને ઘરેલુ ઉત્પાદનમાં વધારો કરીને ભારતીયોની જરૂરિયાતોને પ્રથમ પ્રાથમિકતા આપી રહી છે.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.