મુખ્ય સમાચારTrendingભારતરમત ગમત

IPL ફાઇનલમાં પૈસાનો વરસાદ!

વિજેતા અને રનર્સ-અપ માટે કરોડોની લોટરી

31 May 2026 Gujarat Updates Team: ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2026 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ક્રિકેટપ્રેમીઓની નજર હવે માત્ર ચેમ્પિયન કોણ બનશે તેના પર જ નથી પરંતુ વિજેતા અને હારનાર ટીમને કેટલું ઇનામ મળશે તેની ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે. ભારતીય ક્રિકેટ નિયામક મંડળ (BCCI) દ્વારા આ સિઝનમાં કુલ ₹46.5 કરોડથી વધુનું પ્રાઇઝ મની પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. IPL વિશ્વની સૌથી સમૃદ્ધ T20 ક્રિકેટ લીગ તરીકે ઓળખાય છે. દર વર્ષે કરોડો દર્શકો આ ટૂર્નામેન્ટને અનુસરે છે અને ખેલાડીઓ સાથે ટીમ માલિકો માટે પણ આ લીગ આર્થિક રીતે અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે.

વિજેતા ટીમને મળશે ₹20 કરોડ
IPL 2026 નો ખિતાબ જીતનારી ટીમ – Royal Challengers Bengaluru (RCB) ને ₹20 કરોડનું ભવ્ય ઇનામ . આઈપીએલ 2026માં Royal Challengers Bengaluru (RCB) એ ચેમ્પિયન બનવા બદલ ₹20 કરોડની ઇનામી રકમ જીતી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી BCCI આ જ રકમ વિજેતા ટીમને આપી રહ્યું છે. આ રકમ માત્ર ટ્રોફી જીતવાનો ગૌરવ જ નહીં પરંતુ ફ્રેન્ચાઇઝી માટે આર્થિક રીતે પણ મોટી સિદ્ધિ ગણાય છે.ક્રિકેટ નિષ્ણાતો માને છે કે IPL ની લોકપ્રિયતા, મીડિયા રાઇટ્સ અને સ્પોન્સરશિપ ડીલ્સના કારણે આ ઇનામી રકમ સતત ચર્ચામાં રહે છે.

રનર્સ-અપ ટીમGujarat Titans (રનર્સ-અપ) ને પણ મળશે ₹12.5 કરોડ
ફાઇનલમાં હારનાર ટીમ ખાલી હાથે ઘરે નહીં ફરે. રનર્સ-અપ ટીમ – Gujarat Titans (રનર્સ-અપ) ને ₹12.5 કરોડનું ઇનામ આપવામાં આવશે. એટલે કે ફાઇનલમાં પહોંચવું જ ફ્રેન્ચાઇઝી માટે મોટી આર્થિક સિદ્ધિ બની જાય છે.IPLના ઇતિહાસમાં ઘણી વખત એવી ટીમો જોવા મળી છે જે ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી હોવા છતાં કરોડોની ઇનામી રકમ સાથે સિઝન પૂર્ણ કરી ચૂકી છે.

ત્રીજા અને ચોથા ક્રમે રહેનાર ટીમોને પણ લાભ
માત્ર ફાઇનલિસ્ટ ટીમો જ નહીં પરંતુ પ્લેઓફ સુધી પહોંચનારી અન્ય બે ટીમોને પણ કરોડો રૂપિયાનું ઇનામ મળશે.

  • ત્રીજા ક્રમે રહેનારી ટીમ – Rajasthan Royals ને ₹7 કરોડ
  • ચોથા ક્રમે રહેનારી ટીમ – Sunrisers Hyderabad ને ₹6.5 કરોડ

આ રીતે IPL2026 માં ટોપ-4 ટીમો વચ્ચે કુલ ₹46.5 કરોડથી વધુનું વિતરણ થશે.

ખેલાડીઓ માટે પણ ખાસ ઇનામો
ટીમ ઇનામો ઉપરાંત વ્યક્તિગત પ્રદર્શન માટે પણ ખાસ એવોર્ડ્સ આપવામાં આવે છે. ઓરેન્જ કેપ જીતનાર બેટ્સમેન, પર્પલ કેપ જીતનાર બોલર, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (MVP), ઇમર્જિંગ પ્લેયર અને અન્ય કેટેગરીમાં પસંદ થયેલા ખેલાડીઓને લાખો રૂપિયાનું કેશ ઇનામ આપવામાં આવે છે. આ એવોર્ડ્સ માત્ર નાણાકીય લાભ જ નથી આપતા પરંતુ ખેલાડીઓની બ્રાન્ડ વેલ્યુ વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

ઓરેન્જ કેપ જીતનાર બેટ્સમેન : માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ IPL 2026માં ધમાકેદાર પ્રદર્શન કરીને ઇતિહાસ રચ્યો છે. 16 મેચમાં 776 રન સાથે તે ઓરેન્જ કેપ જીતનારો સૌથી યુવા ખેલાડી બન્યો. 237.31ના સ્ટ્રાઈક રેટ અને 72 છગ્ગા સાથે તેણે સમગ્ર ટુર્નામેન્ટમાં પોતાની આગવી છાપ છોડી હતી. પ્લેઓફમાં પણ 96 અને 97 રનની શાનદાર ઇનિંગ્સ રમી તેણે ટીમની સફળતામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. . તેને સૌથી વધુ રન બનાવવા બદલ ‘ઓરેન્જ કેપ’ મળી અને તેને ₹10 લાખનું ઇનામ મળ્યું છે.

મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (MVP) – 15 લાખનું , ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન , સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સિઝન ,ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન – 10 લાખ ,સુપર સીક્સિસ ઓફ ધ સિઝન – 10 લાખ એવોર્ડ પણ 15 વર્ષીય રાજસ્થાનના પ્લેયર વૈભવ સૂર્યવંશી જીત્યા છે.

સુપર સીક્સિસ ઓફ ધ સિઝન ; આ સિઝનમાં 72 સિક્સ ફટકારી વૈભવ સૂર્યવંશી ક્રિસ ગેલનો એક જ સિઝનમાં સૌથી વધુ સિક્સ મારવાનો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો. આ સિદ્ધિ બદલ વૈભવ સૂર્યવંશી ને ₹10 લાખનું ઇનામ પણ મળ્યું.

સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન: વૈભવે 237.30ના તોફાની સ્ટ્રાઈક રેટ સાથે આ સિઝનમાં સૌથી ઝડપી બેટિંગ કરી. તેની આ શાનદાર સિદ્ધિ બદલ તેને ટાટા સીએરા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

પર્પલ કેપ જીતનાર બોલર :દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કાગિસો રબાડાએ IPL 2026માં સૌથી વધુ 29 વિકેટ લઈને પર્પલ કેપ જીતી છે. ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા રબાડાએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન શાનદાર બોલિંગ કરી હતી. તેમણે પર્પલ કેપની રેસમાં ભુવનેશ્વર કુમારને પાછળ છોડી આ સિદ્ધિ હાંસલ કરી. રબાડાની સતત અસરકારક બોલિંગે ગુજરાત ટાઇટન્સના સફળ અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિદ્ધિ બદલ કાગિસો રબાડા ને ₹10 લાખનું ઇનામ પણ મળ્યું.

કેચ ફ ધ સિઝન એવોર્ડ મનીષ પાંડે ને મળ્યો છે. IPL 2026માં Catch of the Season એવોર્ડ માટે ₹10 લાખનું ઇનામ આપવામાં આવ્યું હતું. આ એવોર્ડ Manish Pandey એ તેમની શાનદાર એકહાથની કેચ માટે જીત્યો હતો

IPL કેમ છે દુનિયાની સૌથી અમીર લીગ?
IPLની કમાણીનો મુખ્ય સ્ત્રોત મીડિયા રાઇટ્સ, ડિજિટલ સ્ટ્રીમિંગ, સ્પોન્સરશિપ અને ટિકિટ વેચાણ છે. તાજેતરના મીડિયા કરારો હજારો કરોડ રૂપિયામાં થયા છે જેના કારણે BCCI અને ફ્રેન્ચાઇઝીઓ બંનેને વિશાળ આવક થાય છે. ક્રિકેટના જાણકારોનું માનવું છે કે આગામી વર્ષોમાં IPL નું પ્રાઇઝ મની પેકેજ વધુ મોટું થઈ શકે છે.

ફાઇનલ મેચ પર સમગ્ર વિશ્વની નજર
IPL 2026 ની ફાઇનલમાં માત્ર ટ્રોફી જ નહીં પરંતુ કરોડો રૂપિયાનું ગૌરવ પણ દાવ પર લાગેલું. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચેની આ મહામુકાબલો ક્રિકેટ ચાહકો માટે રોમાંચથી ભરપૂર હતો., જ્યારે બંને ફ્રેન્ચાઇઝીઓ માટે આર્થિક રીતે પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયો..

જો RCB ચેમ્પિયન બનતા તે ₹20 કરોડની ઇનામી રકમ સાથે ઇતિહાસ રચ્યો. જ્યારે ગુજ્રરાતને( રનર્સ-અપ ટીમ) ને ₹13 કરોડની મોટી ઇનામી રકમ મળશે. IPL 2026 ફરી એકવાર સાબિત કરી રહ્યું છે કે તે માત્ર ક્રિકેટ ટૂર્નામેન્ટ નથી, પરંતુ વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સ એન્ટરટેઇનમેન્ટ લીગ બની ગઈ છે.

www.gujaratupdates.com

અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo

આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.