અમદાવાદગુજરાતમુખ્ય સમાચાર

કાજલ મહેરિયા શું કહ્યું ?


Ahmedabad 21 April, 2026 Gujaratupdates.com Team : ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા હાલ પોતાના ગીતો નહીં પરંતુ અંગત જીવનને લઈને ભારે ચર્ચામાં છે. પ્રેમલગ્નને લઈને ઉઠેલા વિવાદ વચ્ચે કાજલ મહેરિયાએ એક વીડિયો જાહેર કરીને સમગ્ર મામલે પોતાનું સ્પષ્ટ નિવેદન આપ્યું છે.

વીડિયોમાં શું કહ્યું?

કાજલ મહેરિયાએ વીડિયોમાં જણાવ્યું કે, તેમણે તા. 10-10-2025ના રોજ પોતાની મરજીથી અને કાયદેસર રીતે લગ્ન કર્યા છે. તેમના અને અલ્પેશ ઠાકોર વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી સંબંધ હતો. પરિવારને આ અંગે અગાઉથી જાણ કરવામાં આવી હતી, પરંતુ સહમતિ ન મળતા તેમણે પોતાનો નિર્ણય પોતે લીધો. તેમણે વધુમાં ઉમેર્યું કે, “આ મારો પહેલો અને છેલ્લો જવાબ છે. અમે બંને રાજી ખુશીથી જીવન જીવી રહ્યા છીએ.”

કાજલ મહેરિયાએ વીડિયોમાં ખાસ કરીને જણાવ્યું કે: “હું સનાતન ધર્મમાં માનું છું અને સનાતની જ રહીશ”. ધર્મ પરિવર્તન અંગે ચાલી રહેલી અફવાઓને નકારી કાઢી. સમાજને ગેરમાર્ગે દોરવા ઇચ્છા નથી. તેમણે લોકોને સહકાર આપવા અપીલ પણ કરી છે.

કાજલે આક્ષેપ કર્યો કે: તેમના પરિવાર દ્વારા વિવિધ આક્ષેપો અને ધમકીઓ આપવામાં આવી રહી છે. તેમના પતિ અને સાસરીયાઓને પણ હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે ચેતવણી આપી કે હવે કોઈપણ પ્રકારની બદનામી કે હેરાનગતિ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

પરિવારના આક્ષેપો
કાજલ મહેરિયાની માતા શારદાબેને જણાવ્યું કે: તેઓ દીકરીને પરત લેવા માટે ગામે ગયા હતા પરંતુ ત્યાંથી તેમને બહાર કાઢવામાં આવ્યા. તેમણે આક્ષેપ કર્યો કે આ મામલામાં પૈસાનો મુદ્દો સંકળાયેલો હોઈ શકે છે

અલ્પેશના પરિવારનો પક્ષ
અલ્પેશ ઠાકોરના માતાએ જણાવ્યું કે: કાજલના પરિવારના લોકો આવ્યા હતા. જો કાજલ ઇચ્છે તો તેમને લઈ જવા તૈયાર હતા પરંતુ કાજલ પોતે જ પાછા જવા તૈયાર નથી

શું છે સમગ્ર મામલો?
કાજલ મહેરિયાએ પરિવારની જાણ બહાર પ્રેમલગ્ન કર્યા. જેના કારણે પરિવાર અને સમાજમાં વિવાદ ઊભો થયો. તેમના ભાઈ દ્વારા સોશિયલ મીડિયા પર સમાજ પાસે મદદની અપીલ પણ કરવામાં આવી હતી

કોણ છે કાજલ મહેરિયા?
* ઉત્તર ગુજરાતની લોકપ્રિય ગાયિકા
* જન્મ: 21 નવેમ્બર 1992, વિસનગર તાલુકાના ગોઠવા ગામ
* ગરબા, સેડ સોંગ અને “બેવફા” પ્રકારના ગીતો માટે જાણીતી
* યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર કરોડો વ્યૂઝ મેળવનારી કલાકાર

કોની સાથે લગ્ન કાર્ય છે કાજલ મહેરિયાએ ? જાણો અલ્પેશ ઠાકોર વિષે માહિતી મુજબ, અલ્પેશ ઠાકોર શેરથા ગામનો રહેવાસી છે અને વિવિધ પ્રસંગો દરમિયાન તે કાજલ સાથે સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં પણ જોવા મળ્યો છે. ખાસ કરીને ઉજવણી અને ખાનગી કાર્યક્રમોમાં બંનેની સાથેની તસવીરો અને વીડિયોઝ અગાઉથી જ સોશિયલ મીડિયામાં શેર થતા રહ્યા છે, જેના કારણે તેમના સંબંધ અંગે ચર્ચાઓ પહેલાથી જ શરૂ થઈ ગઈ હતી.

કાજલ મહેરિયાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેમના લગ્ન સંપૂર્ણપણે તેમની મરજીથી થયા છે અને તેઓ પોતાના નિર્ણય પર અડગ છે. પરિવાર અને સમાજ વચ્ચે વધતા વિવાદ વચ્ચે હવે આ મામલો કાયદાકીય દિશામાં આગળ વધી શકે છે.

www.gujaratupdats.com

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.