મુખ્ય સમાચારભારત

ક્યારે લેવાશે NEET-UGની ફરીથી પરીક્ષા?

NTAએ જાહેર કરીNEET-UG પરીક્ષાની નવી તારીખ જાહેર , NEET UG રિ-એગ્ઝામ 21 જૂને

15 May 2026 Gujarat Updates Team :દેશની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2026ને લઈને સમગ્ર દેશમાં ભારે હલચલ મચી છે. પેપર લીકના ગંભીર વિવાદો વચ્ચે આખરે National Testing Agency (NTA)એ મોટો નિર્ણય લેતા પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરી હતી. હવે લાખો વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. NTAએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે NEET UG 2026 Re-Exam હવે 21 જૂન 2026ના રોજ ફરીથી યોજાશે.

NEET-UG પરીક્ષા પ્રક્રિયામાં મોટો ફેરફાર: સરકારની 6 મહત્વપૂર્ણ જાહેરાતો
NEET-UG પરીક્ષા પદ્ધતિમાં સરકાર દ્વારા મહત્વપૂર્ણ સુધારા જાહેર કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે તાજેતરની પેપર લીક ઘટનાને ગંભીર “પ્રણાલીગત ભૂલ” તરીકે સ્વીકારવામાં આવી છે અને સમગ્ર પરીક્ષા વ્યવસ્થાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. સરકારની જાહેરાત મુજબ, તમામ ઉમેદવારોને 14 જૂન સુધીમાં એડમિટ કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓને તેમના પસંદગીના પરીક્ષા શહેર પસંદ કરવા માટે એક અઠવાડિયાની તક આપવામાં આવશે તેમજ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે પરિવહન વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવશે. પરીક્ષા દરમિયાન ઉમેદવારોને વધારાનો સમય આપવામાં આવશે અને કોઈપણ પ્રકારનો નાણાકીય બોજ વિદ્યાર્થીઓ પર ન પડે તેની ખાતરી આપવામાં આવી છે. સૌથી મહત્વપૂર્ણ નિર્ણય તરીકે, આગામી વર્ષથી NEET-UG પરીક્ષા સંપૂર્ણ રીતે કમ્પ્યુટર આધારિત (CBT) પદ્ધતિથી લેવામાં આવશે.

આજે National Testing Agencyએ જણાવ્યું છે કે આ મહત્વપૂર્ણ નિર્ણય ભારત સરકારની મંજૂરી બાદ લેવામાં આવ્યો છે. પરીક્ષા રદ્દ થતાં દેશભરના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અનિશ્ચિતતા અને ચિંતાનો માહોલ ઉભો થયો હતો. જોકે હવે NEET UG 2026 Re-Examની નવી તારીખ જાહેર થતાં લાખો વિદ્યાર્થીઓને ફરી એકવાર યોગ્ય આયોજન સાથે તૈયારી કરવાની તક મળી છે. નવી પરીક્ષા તારીખને લઈને વિદ્યાર્થીઓમાં ફરી આત્મવિશ્વાસ અને આશા જાગી છે.

શું છે સમગ્ર મામલો?
NEET UG 2026ની 3 મે 2026ના રોજ લેવાયેલી પરીક્ષા બાદ કેટલાક રાજ્યોમાંથી પ્રશ્નપત્ર લીક થયાની ગંભીર ફરિયાદો સામે આવી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન કેન્દ્રિય એજન્સીઓ અને કાયદા અમલ કરનાર તંત્રને ગેરરીતિના સંકેતો મળતા મામલો વધુ ગંભીર બન્યો હતો. પરીક્ષાની વિશ્વસનીયતા અને પારદર્શિતા જાળવવા માટે National Testing Agencyએ આખરે પરીક્ષા રદ્દ કરવાનો કડક નિર્ણય લીધો હતો. આ સમગ્ર મામલે Central Bureau of Investigation (CBI) દ્વારા પણ તપાસ ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં અનેક શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તપાસ એજન્સીઓ હવે પેપર લીક પાછળ કાર્યરત સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

ફરી પરીક્ષા માટે શું રહેશે ખાસ?
National Testing Agencyએ સ્પષ્ટતા કરી છે કે NEET UG 2026 Re-Exam માટે વિદ્યાર્થીઓને ફરીથી અરજી કરવાની જરૂર રહેશે નહીં. મે 2026 દરમિયાન કરાયેલું પહેલાનું રજિસ્ટ્રેશન જ રિ-એગ્ઝામ માટે માન્ય ગણાશે. એટલે ઉમેદવારોને નવું ફોર્મ ભરવું પડશે નહીં અને કોઈ વધારાની પ્રક્રિયા પણ કરવી નહીં પડે.

વિદ્યાર્થીઓ માટે વધુ એક રાહતરૂપ જાહેરાત કરતાં NTAએ જણાવ્યું છે કે રિ-એગ્ઝામ માટે કોઈ વધારાની પરીક્ષા ફી લેવામાં આવશે નહીં. ઉપરાંત અગાઉ ભરાયેલી ફી પરત આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયને લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે.

NTAના જણાવ્યા અનુસાર આ વખતની પરીક્ષા વધુ કડક સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે યોજાશે. પરીક્ષા પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા અને વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે એજન્સી પોતાના આંતરિક સંસાધનો અને આધુનિક મોનીટરીંગ સિસ્ટમનો ઉપયોગ કરશે.

વિદ્યાર્થીઓમાં ફરી શરૂ થયો તૈયારીનો માહોલ
NEET UG 2026 રદ્દ થયા બાદ અનેક વિદ્યાર્થીઓ ભારે માનસિક તણાવ અને અનિશ્ચિતતામાં મુકાઈ ગયા હતા. ઘણા ઉમેદવારોએ થોડા સમય માટે અભ્યાસથી દૂર રહીને બ્રેક લીધો હતો. જોકે હવે NEET UG 2026 Re-Examની નવી તારીખ જાહેર થતાં ફરી એકવાર કોચિંગ ક્લાસિસ અને ટેસ્ટ સિરિઝમાં ગતિવિધિઓ તેજ બની ગઈ છે. અનેક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાર્થીઓ માટે ખાસ રિવિઝન બેચ અને મૉક ટેસ્ટનું આયોજન કરી રહ્યા છે જેથી વિદ્યાર્થીઓ ફરીથી સંપૂર્ણ તૈયારી કરી શકે.

વિદ્યાર્થીઓનું કહેવું છે કે નવી તારીખને કારણે હવે તેમને તૈયારી માટે વધુ સમય મળ્યો છે, પરંતુ બીજી તરફ ફરી પરીક્ષા આપવાનો માનસિક દબાણ પણ વધી ગયો છે. સોશિયલ મીડિયા પર પણ વિદ્યાર્થીઓના મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ આ નિર્ણયને પારદર્શિતા અને ન્યાય માટે જરૂરી ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ વધુ સમયની માંગ સાથે પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

NTAની ખાસ અપીલ
National Testing Agencyએ ઉમેદવારો અને વાલીઓને ખાસ અપીલ કરી છે કે તેઓ માત્ર સત્તાવાર વેબસાઇટ અને અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ પરથી જ માહિતી મેળવે. એજન્સીએ ફેક ન્યૂઝ, અફવાઓ અને ભ્રામક મેસેજથી સાવચેત રહેવાની પણ સૂચના આપી છે.

NTAના જણાવ્યા અનુસાર NEET UG 2026 Re-Exam સંબંધિત દરેક મહત્વપૂર્ણ અપડેટ — જેમ કે એડમિટ કાર્ડ, પરીક્ષા કેન્દ્ર, પરીક્ષા સમય અને માર્ગદર્શિકા — માત્ર અધિકૃત પ્લેટફોર્મ પર જ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને કોઈપણ અપ્રમાણિત માહિતી પર વિશ્વાસ ન કરવાની અને સમયાંતરે સત્તાવાર સૂચનાઓ ચેક કરતા રહેવાની સલાહ આપવામાં આવી છે.

હેલ્પલાઇન નંબર જાહેર

વિદ્યાર્થીઓને સહાય અને માર્ગદર્શન આપવા માટે National Testing Agencyએ હેલ્પલાઇન નંબર અને ઈમેલ આઈડી પણ જાહેર કર્યા છે. ઉમેદવારો પરીક્ષા સંબંધિત કોઈપણ ટેક્નિકલ સમસ્યા, એડમિટ કાર્ડ, પરીક્ષા કેન્દ્ર અથવા અન્ય માહિતી માટે આ માધ્યમોનો ઉપયોગ કરી શકશે.

સંપર્ક વિગતો:

  • Email: neet-ug@nta.ac.in
  • Helpline: 011-40759000
  • Helpline: 011-69227700

એજન્સીએ વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે તેઓ જરૂર પડે ત્યારે માત્ર સત્તાવાર હેલ્પલાઇન અને અધિકૃત માધ્યમો દ્વારા જ સંપર્ક કરે.

વિદ્યાર્થીઓ માટે શું મહત્વનું?
NEET UG 2026 Re-Examની નવી પરીક્ષા તારીખ હવે 21 જૂન 2026 નક્કી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે ફરીથી સંપૂર્ણ ફોકસ સાથે તૈયારી શરૂ કરવી સૌથી મહત્વપૂર્ણ બની ગઈ છે. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન કરાયેલા અભ્યાસની મજબૂત રિવિઝન સાથે મૉક ટેસ્ટ અને ટાઈમ મેનેજમેન્ટ પર ખાસ ધ્યાન આપવું જરૂરી રહેશે.

વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને ભ્રામક માહિતીથી દૂર રહે અને માત્ર National Testing Agencyની સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખે. પરીક્ષાની તારીખ નજીક આવતા એડમિટ કાર્ડ, પરીક્ષા કેન્દ્ર અને માર્ગદર્શિકા સંબંધિત નવી માહિતી પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

www.gujaratupdates.com

અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo

આ પણ વાંચો :

આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.