અમદાવાદગુજરાતમુખ્ય સમાચાર

એસ.જી. હાઈવે પર વિચિત્ર અકસ્માત

Ahmedabad 03 May 2026 Gujarat Updates Team: અમદાવાદના એસ.જી. હાઈવે પર ફરી એક વખત નિર્માણ કામગીરી દરમિયાન બેદરકારી સામે આવી છે, જેના કારણે એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. શહેરના વ્યસ્ત માર્ગોમાં ગણાતા એસ.જી. હાઈવે પર બનેલી આ ઘટના ફરીથી સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પ્રશ્નો ઊભા કરે છે.

YMCA ક્લબ નજીક ચાલુ બ્રિજના કામ દરમિયાન ટ્રાફિક ડાયવર્ઝન માટે લગાવવામાં આવેલા ભારે લોખંડના બેરીકેટ અચાનક એક ચાલતી રિક્ષા પર ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, વૈષ્ણોદેવી સર્કલથી સનાથલ તરફ જઈ રહેલી રિક્ષામાં પાંચ મુસાફરો સવાર હતા. તે દરમિયાન આગળથી પસાર થતી બસના તેજ પવનના ઝટકાથી રોડ પર મૂકાયેલું ઊંચું અને ભારે પતરું અસ્થિર બની રિક્ષા પર પડી ગયું.

આ અચાનક બનેલી ઘટનામાં રિક્ષા પલટી જતા અંદર બેઠેલા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. રિક્ષા ચાલકનો બચાવ થયો હોવા છતાં પાછળ બેઠેલા અજય નામના યુવકનું દુઃખદ મૃત્યુ થયું હતું. અન્ય ચાર મુસાફરો હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ મુસાફરો બિહાર રાજ્યમાંથી અમદાવાદમાં મજૂરી કામ માટે આવ્યા હતા.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તેમજ 108 ઈમરજન્સી સેવા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરોએ એક શ્રમિકને મૃત જાહેર કર્યો હતો, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોની સારવાર ચાલુ છે.

આ બનાવને લઈને ફરી એકવાર નિર્માણ સાઇટ પર સુરક્ષા વ્યવસ્થાની ઉણપ અંગે પ્રશ્નો ઊઠ્યા છે. વ્યસ્ત માર્ગ પર કામ દરમિયાન યોગ્ય સુરક્ષા પગલાં લેવામાં ન આવતા આવા અકસ્માતો બની રહ્યા છે, જે ચિંતાજનક છે. સ્થાનિક લોકો દ્વારા જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

www.gujaratupdates.com

અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo
અમારા Facebook પેજને ફોલો કરો: Click karo

આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.