કોર્ટના આદેશ બાદ કોપીરાઈટ કેસે પકડ્યો વેગ
વિહંગ મહેતા–સુરેશ રાજડા કેસે સર્જ્યો ચર્ચાનો વંટોળ
Vadodara 03 May 2026 Gujarat Updates Team: વડોદરા શહેરના રંગમંચ જગતમાં ચોંકાવનારું કિસ્સું સામે આવ્યું છે. જાણીતા નાટ્યકાર અને સાહિત્યકાર વિહંગ મહેતાએ તેમના સર્જનાત્મક કાર્યની કથિત ચોરીનો આરોપ લગાવી મુંબઈ સ્થિત દિગ્દર્શક Suresh Rajda સામે કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. કોર્ટે આપેલા આદેશ બાદ સયાજીગંજ પોલીસ સ્ટેશને કૉપિરાઇટ એક્ટ હેઠળ કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
શું છે સમગ્ર વિવાદ?
વડોદરાના રહેવાસી અને અનુભવી નાટ્યકાર Vihang Mehta દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ મુજબ, તેમણે પોતાના લખેલા અનેક નાટકો અને વાર્તાઓ સુરેશ રાજડાને માત્ર સંભાળ માટે અને સહયોગ માટે આપ્યા હતા.
વિહંગ મહેતાએ કરેલા આક્ષેપ મુજબ તેમેને લખેલ “અમે જાણીએ છીએ તમે કોણ છો” નામનું નાટક બદલીને “Dial Wrong Number” તરીકે રજૂ કરવામાં આવ્યું. તેના શો મુંબઈ તથા ગુજરાતમાં યોજાયા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.લેખકનું નામ બદલીને ક્રેડિટ સુરેશ રાજડાને આપવામાં આવ્યું. 2021–22 દરમિયાન “Hello” નામના પ્રોજેક્ટમાં પણ સ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આ તમામ ઉપયોગ માટે લેખકની કોઈ પરવાનગી લેવામાં આવી નહોતી. ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ જ સામગ્રીનો ઉપયોગ કરીને એક ગુજરાતી ફિલ્મની પટકથા તૈયાર કરવામાં આવી હતી, જે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. ત્યારબાદ ફરીથી એ જ કથાવસ્તુનો ઉપયોગ કરીને ફિલ્મ “હેલ્લો” બનાવવામાં આવી હોવાનો પણ આરોપ છે, જેમાં લેખક તરીકે વિહંગ મહેતાનું નામ દર્શાવવામાં આવ્યું ન હતું.
બીજી તરફ, આરોપી સુરેશ રાજડાએ તમામ આક્ષેપોને ખોટા ગણાવ્યા છે અને કોર્ટમાં પોતાની તરફથી મજબૂત બચાવ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું છે
કોર્ટના આદેશ બાદ પોલીસ કાર્યવાહી
કોર્ટમાં મામલો રજૂ થતા જ સયાજીગંજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી: Copyright Act હેઠળ FIR નોંધાઈ અને તમામ દસ્તાવેજોની તપાસ શરૂ કરાઈ છે. કેસ હાલમાં પ્રાથમિક તપાસ હેઠળ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે કાર્યવાહી કોર્ટના નિર્દેશ મુજબ કરવામાં આવી છે.
“Hello” ફિલ્મ અને વધતા આરોપો
આ વિવાદમાં વધુ એક ગંભીર આરોપ પણ જોડાયો છે કે આ જ સ્ક્રિપ્ટ પરથી “Hello” નામની ફિલ્મની પટકથા તૈયાર કરી તેને ગેરકાયદે રીતે વેચવામાં આવી. દિગ્દર્શક નીરજ જોષીએ જણાવ્યું કે તેમણે સ્ક્રિપ્ટ કાયદેસર રીતે ખરીદી હતી અને તેઓ સીધા વિવાદમાં સામેલ નથી.
વિહંગ મહેતા – બાયોડેટા (સંક્ષિપ્ત)
- પૂર્ણ નામ: વિહંગ બલદેવભાઈ મહેતા
- વ્યવસાય: નાટ્યકાર, લેખક, સાહિત્યકાર
- કાર્યક્ષેત્ર: ગુજરાતી રંગભૂમિ
- વિશેષ ઓળખ: દાયકાઓથી નાટક લેખન અને મંચન સાથે જોડાયેલા
- નિવાસ: મૂળ વડોદરા, હાલ બેંગલુરુ સ્થાયી
- સન્માન: ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત
- ઓળખ: સર્જનાત્મક નાટ્ય લેખન માટે જાણીતા વરિષ્ઠ લેખક
- કૃતિઓ: ‘છિન્ન’, ‘લાક્ષા-ગૃહ’, ‘શૃંગાલ’, ‘ચીલઝડપ’, ‘અમે જાણીએ છીએ તમે કોણ છો’ વગેરે તેમના જાણીતા નાટકો છે.પુરસ્કાર: 2019માં GIFA (Gujarati Iconic Film Awards) માં સ્ક્રીનપ્લે માટે વિજેતા.
સુરેશ રાજડા – બાયોડેટા (સંક્ષિપ્ત)
- નામ: સુરેશ ગોકુળદાસ રાજડા – જાણીતી ટેલિવિઝન સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના પૂર્વ દિગ્દર્શક માલવ રાજડા તેમના પુત્ર છે.
- વ્યવસાય: નાટ્ય દિગ્દર્શક, લેખક
- કાર્યક્ષેત્ર: મુંબઈ તથા ગુજરાતી-મરાઠી રંગભૂમિ
- ઓળખ: નાટક દિગ્દર્શન અને સ્ક્રિપ્ટ આધારિત પ્રોજેક્ટ્સમાં સક્રિય છે.તેઓ ઇન્ડિયન નેશનલ થિયેટર (INT) સાથે લાંબા સમય સુધી સંકળાયેલા રહ્યા છે. તેમણે ‘અજાણ્યો ઓળખીતો’, ‘ઓળખ વિનાનું આધાર કાર્ડ’, અને ‘આરંભ રૂડો એનો અંત એ રૂડો’ જેવા અનેક નાટકોમાં અભિનય અને દિગ્દર્શન કર્યું છે.
- સન્માન: વર્ષ 2026 માં તેમને ‘વિશ્વ રંગભૂમિ દિવસ એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- ચર્ચામાં: “Dial Wrong Number” અને “Hello” પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વિવાદને કારણે હાલ ચર્ચામાં છે.
હાલ સમગ્ર મામલો કોર્ટ અને પોલીસ તપાસ હેઠળ છે. આગામી સમયમાં તપાસના આધારે હકીકતો સામે આવશે કે કોણે કાનૂની હકનું ઉલ્લંઘન કર્યું છે.
આ કેસ સામે આવતા ગુજરાતી રંગભૂમિમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. સર્જનાત્મક અધિકાર, લેખક હક અને કૉપિરાઇટ મુદ્દાઓ ફરી એકવાર કેન્દ્રમાં આવ્યા છે.કેસની આગળની કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે.
અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo
અમારા Facebook પેજને ફોલો કરો: Click karo
આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.
