Trendingગુજરાતમુખ્ય સમાચાર

ઘોર કલિયુગ! ગિરનાર અંબાજી મંદિરમાં ધર્મનો અપમાન? ભંડારામાં દારૂ-નોનવેજ પાર્ટીનો વીડિયો વાયરલ

જૂનાગઢના પવિત્ર યાત્રાધામ ગિરનાર પર આવેલ અંબાજી મંદિરને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેના કારણે ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોને આધારે એવો ગંભીર આરોપ લાગી રહ્યો છે કે મંદિર પરિસરમાં આવેલ ભંડારામાં દારૂ અને નોનવેજ પાર્ટી યોજાઈ હતી. આ ઘટના સામે આવતા મંદિર ટ્રસ્ટ, જિલ્લા તંત્ર અને પોલીસ તંત્ર તરત જ એક્શનમાં આવી ગયું છે. મળતી માહિતી મુજબ ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં અમુક લોકો દ્વારા દારૂ અને ચીકનની પાર્ટી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતા જ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે. યાત્રાધામ તરીકે જાણીતા આ પવિત્ર સ્થળે આવી ઘટના સામે આવતા ધાર્મિક ભાવનાઓ દુભાવાઈ હોવાની લાગણી લોકોમાં વ્યાપક રીતે વ્યક્ત થઈ રહી છે.વિડિયો વાયરલ થયા બાદ જિલ્લા તંત્ર અને મંદિર સંચાલન દ્વારા તરત જ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મંદિર સાથે જોડાયેલા કેટલાક કર્મચારીઓ અને પૂજારીઓની બેદરકારી સામે આવતાં તાત્કાલિક અસરથી પૂજારી સહિત કુલ 11 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા લોકોમાં મંદિરના કર્મચારીઓ, સહાયક સ્ટાફ તેમજ અન્ય સંબંધિત લોકોનો સમાવેશ થાય છે.

આ ઘટના સામે આવતા જૂનાગઢ જિલ્લા તંત્ર પણ સક્રિય બન્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર મામલે સત્તાવાર તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હાલમાં જૂનાગઢ શહેરના મામલતદાર મંદિરના વહીવટદાર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. થોડા સમય પહેલા જ તેમની તરફથી મંદિર માટે નવા બે પૂજારીઓની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ હવે આ ઘટના સામે આવતા પૂજારી સહિત સંકળાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લઈને સ્પષ્ટ નિવેદન આપ્યું છે કે અંબાજી મંદિરની પરંપરા, નિયમો અને ધાર્મિક સંસ્કૃતિને વિરુદ્ધ કોઈપણ પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં. ટ્રસ્ટના જણાવ્યા મુજબ જો કોઈ પણ વ્યક્તિ આ ઘટનામાં સીધી રીતે સંકળાયેલ હશે તો તેના સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આ મામલે મંદિર સંચાલક તંત્ર દ્વારા પણ કેટલીક મહત્વપૂર્ણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે મંદિરના ભંડાર તેમજ અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં દેખરેખ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત સીસીટીવી મોનિટરિંગ અને સુરક્ષા વ્યવસ્થામાં પણ સુધારા કરવામાં આવશે.

આ ઘટનાએ ભક્તોમાં ભારે આક્રોશ ઉભો કર્યો છે. અનેક ભક્તોએ સોશિયલ મીડિયા પર પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. લોકોનું કહેવું છે કે ગિરનાર અને અંબાજી મંદિર માત્ર ધાર્મિક સ્થાન જ નહીં પરંતુ લાખો ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. આવા પવિત્ર સ્થળે દારૂ અને નોનવેજ જેવી પ્રવૃત્તિઓ થવી અત્યંત શરમજનક અને અયોગ્ય બાબત છે. ભક્તોએ માંગ કરી છે કે આ ઘટનામાં સંકળાયેલા તમામ લોકો સામે કડક અને ઉદાહરણરૂપ કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને. ઘણા ભક્તોનું કહેવું છે કે મંદિર પરિસરમાં સુરક્ષા અને દેખરેખ વધુ કડક બનાવવાની જરૂર છે.આ સમગ્ર મામલે ભક્તો અને સ્થાનિક લોકોની એક જ માંગ છે કે પવિત્ર ધામની ગૌરવ અને પરંપરા જાળવવા માટે જવાબદાર લોકો સામે કડક પગલાં લેવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે મજબૂત વ્યવસ્થા ઉભી કરવામાં આવે.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.