Trendingઅમદાવાદગુજરાતમુખ્ય સમાચાર

શું કામ સાબરમતી નદી કોરી રહેશે ?

અમદાવાદ શહેર માટે આવનાર કેટલાક મહિના મહત્વપૂર્ણ બનવાના છે. સાબરમતી નદી પર એકસાથે બે મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે. એક તરફ શહેરના મહત્વપૂર્ણ સુભાષ બ્રિજના ડેમેજ થયેલા ભાગને તોડી પાડીને નવા બ્રિજનું નિર્માણ શરૂ થશે, તો બીજી તરફ વાસણા બેરેજના ગેટ્સ બદલવા અને મરામત માટે મોટા પાયે કામગીરી હાથ ધરાશે. આ બંને કામ માટે નદીમાં રહેલું પાણી ૧ એપ્રિલથી ૧૫ જૂન ૨૦૨૬ સુધી લગભગ અઢી મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિણામે સાબરમતી નદીનો મોટો ભાગ સુકો જોવા મળશે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, નદીમાં પાણી ન હોવાથી ડિમોલિશન કામગીરી માટે તથા વાસણા બેરેજના ગેટ્સ બદલવા અને મરામત માટે બેરેજને સંપૂર્ણપણે ખાલી રાખવું જરૂરી છે. લગભગ સાબરમતીનદી ૨.૫ મહિના સુધી પાણી વગરનો રહેશે.આ સમયગાળામાં નદીનો પટ ખુલ્લો દેખાશે, જે સામાન્ય રીતે પાણીથી ભરેલો રહે છે.

સુભાષ બ્રિજનો ડેમેજ થયેલો ભાગ તોડી પાડાશે

અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતો સુભાષ બ્રિજશહેરના સૌથી મહત્વપૂર્ણ બ્રિજોમાંનો એક છે. પરંતુ તાજેતરમાં બ્રિજના કેટલાક ભાગમાં માળખાકીય ખામી (span settlement) જોવા મળતા સુરક્ષાના કારણોસર તેને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો હતો.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ હવે આ બ્રિજના ડેમેજ થયેલા ભાગને તોડી તેની જગ્યાએ વધુ મજબૂત અને પહોળો નવો બ્રિજ બનાવવા નિર્ણય કર્યો છે.સૂત્રો મુજબ, એપ્રિલથી જૂન દરમિયાન સુભાષ બ્રિજના મુખ્ય ભાગનું ડિમોલિશન પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. બ્રિજના મધ્યના સ્પાન તોડી પાડવામાં આવશે. નદીના પટમાં પડેલા માળખાને દૂર કરવામાં આવશે.નવા બ્રિજ માટે ફાઉન્ડેશન તૈયાર થશે. હાલમાં સોઇલ ટેસ્ટિંગ,જમીન માપણી અને સ્ટ્રક્ચરલ ડિઝાઇન જેવી પ્રક્રિયા ચાલી રહી છે.

પ્રોજેક્ટના મુખ્ય મુદ્દા

  • નવા બ્રિજ માટે આશરે ₹235 થી ₹240 કરોડનો ખર્ચ
  • બ્રિજના મધ્ય ભાગના 6 સ્પાન તોડી પાડવામાં આવશે
  • વધુ પહોળો અને આધુનિક બ્રિજ બનાવાશે
  • ભવિષ્યના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને વધારાના લેન્સ ઉમેરવાની શક્યતા

વાસણા બેરેજના ગેટ્સ બદલાશે

સાબરમતી નદી પર આવેલ વાસણા બેરેજ અમદાવાદ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. 1976માં બનેલું આ બેરેજ શહેરમાં પૂર નિયંત્રણ અને પાણીના પ્રવાહને નિયંત્રિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તાજેતરમાં કરવામાં આવેલી પ્રી-મોન્સૂન ડેમ સેફ્ટી તપાસ દરમિયાન નિષ્ણાતોએ બેરેજના ઘણા ગેટ્સમાં મરામતની જરૂરિયાત દર્શાવી હતી.

બેરેજ રિપેર અંગે મહત્વની માહિતી

  • બેરેજમાં કુલ 30 ગેટ્સ છે
  • જેમાંથી 18 ગેટ્સ સંપૂર્ણપણે બદલાશે
  • બાકીના ગેટ્સનું સમારકામ થશે
  • ચોમાસા પહેલા બેરેજને વધુ સુરક્ષિત બનાવવાનો ઉદ્દેશ્ય

આ કામગીરી માટે બેરેજમાં સંગ્રહિત પાણી ફતેહવાડી કેનાલ અને નદીના ડાઉનસ્ટ્રીમ ભાગમાં છોડવામાં આવશે.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.