Trendingગુજરાતમુખ્ય સમાચાર

વડોદરા નજીક રુંવાડા ઉભા કરી દે તેવો અકસ્માત: ટ્રકની ટક્કરથી બેના કરૂણ મોત

અમદાવાદ–મુંબઈ હાઈવે તરીકે ઓળખાતા National Highway 48 પર સોમવારે વહેલી બપોરે એક ગમખ્વાર અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. વડોદરા જિલ્લાના ફાજલપુર ગામ નજીક ભારતમાલા એક્સપ્રેસ-વેના બ્રિજ પાસે એક પૂરઝડપી ટ્રકે મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા એક જ પરિવારના બે સભ્યોના કરૂણ મોત નીપજ્યા હતા, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. આ દુર્ઘટનાએ હાઈવે પર થોડા સમય માટે હડકંપ મચાવી દીધો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, રાજપુરા ગામમાં રહેતો પરમાર પરિવાર પોતાની દીકરીના સગપણ માટે રાયકા ગામે જઈ રહ્યો હતો. મોટરસાયકલ પર સુધાબેન પરમાર, તેમના પતિ ઉમેદભાઈ પરમાર અને તેમની માતા મધુબેન ગામેચી સવાર હતા. સવારે લગભગ અગિયાર વાગ્યાના સુમારે તેઓ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવતા એક ટ્રકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. તે દરમિયાન પાછળથી આવતા એક ટ્રકના ચાલકે બેફામ ઝડપે વાહન હંકારીને તેમની બાઈકને જોરદાર ટક્કર મારી દીધી. અકસાન એટલો ભયાનક હતો કે ટક્કર લાગતાં જ મોટરસાયકલ રોડ પર ફંગોળાઈ ગઈ હતી. ટ્રકનું ટાયર ફરી વળતાં બાઈક પર સવાર મધુબેન ગામેચી ગંભીર રીતે દબાઈ ગયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ઉમેદભાઈ પરમારને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમણે પણ દમ તોડી દીધો હતો.આ અકસ્માતમાં સુધાબેન પરમારને માથા અને ખભાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. એક જ પરિવારના બે સભ્યોના મોતથી પરિવારજનો સહિત ગામમાં ભારે શોક છવાઈ ગયો છે.આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. દીકરીના સગપણ જેવી ખુશીના પ્રસંગે નીકળેલો પરિવાર અચાનક દુર્ઘટનાનો ભોગ બનતા ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. પરિવારજનોને આ ઘટનાથી ભારે આઘાત લાગ્યો છે.

અકસાન બાદ હાઈવે પર થોડા જ મિનિટોમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ 108 Emergency Service ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. અકસાનને પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે ટ્રકનો ડ્રાઈવર ખૂબ જ બેફામ ઝડપે વાહન ચલાવી રહ્યો હતો અને બાઈકને લગભગ 400 થી 500 મીટર સુધી ઢસડતા આ ભયાનક અકસ્માત સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ Nandesari Police Station નો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે ટ્રક ચાલક અને તેની સાથે રહેલા અન્ય વ્યક્તિને કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે. અકસ્માત અંગે ભારતીય ન્યાય સંહિતા હેઠળ કલમ 281, 125(એ), 125(બી), 106(1) તથા મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં ટ્રક ડ્રાઈવરની બેદરકારી સામે આવી રહી છે. વધુ તપાસ માટે ટ્રક જપ્ત કરીને તપાસ પણ શરૂ કરવામાં આવી છે. સાથે જ અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે આસપાસના સીસીટીવી કેમેરા અને સાક્ષીઓના નિવેદનો પણ એકત્ર કરવામાં આવી રહ્યા છે.

સ્થાનિક લોકોએ પણ હાઈવે પર વધતી જતી અકસ્માતોની ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. લોકોનું કહેવું છે કે હાઈવે પર ભારે વાહનોની બેફામ ઝડપ અને બેદરકારીના કારણે આવા અકસ્માતો વારંવાર સર્જાઈ રહ્યા છે. તેમણે ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા તેમજ ભારે વાહનો પર વધુ દેખરેખ રાખવાની માંગણી પણ કરી છે.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.