Trendingમનોરંજન

રણવીર સિંહનો પાશ્ચાતાપ!

Bengaluru 26 April 2026 : Gujarat Updates Team: મિડિયા રિપોર્ટ્સ મુજબ કર્ણાટક હાઈકોર્ટનો નિર્ણય, ચાર અઠવાડિયામાં ચામુંડેશ્વરી મંદિરમાં પાશ્ચાતાપ કરવાનું જણાવાયું છે. બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ સાથે જોડાયેલ ‘કાંતારા’ ફિલ્મની મિમિક્રી વિવાદ બાબતનો કેસ હાલમાં ચર્ચામાં છે. તાજેતરના અહેવાલો મુજબ કર્ણાટક હાઈકોર્ટે આ કેસ રદ્દ કરી દીધો છે, પરંતુ સાથે જ એક મહત્વપૂર્ણ શરત પણ મૂકી છે કે અભિનેતાએ મૈસુર સ્થિત ચામુંડેશ્વરી મંદિરમાં જઈને માફી માગવી પડશે અને પ્રાર્થના કરવી પડશે.

શું છે સમગ્ર વિવાદ?
ગત વર્ષે ગોવામાં આયોજિત IFFI કાર્યક્રમ દરમિયાન રણવીર સિંહે ઋષભ શેટ્ટીની ફિલ્મ ‘કાંતારા’ના એક દ્રશ્યની નકલ કરી હતી. આ દરમિયાન તેમણે દેવતા સંબંધિત અભિવ્યક્તિ અંગે કરેલા નિવેદનને લઈને કેટલાક વર્ગોમાં નારાજગી જોવા મળી હતી અને સોશિયલ મીડિયા પર પણ વિવાદ ઊભો થયો હતો.

કોર્ટમાં શું થયું?
અહેવાલો અનુસાર, રણવીર સિંહના વકીલ દ્વારા કોર્ટમાં શરત વગરની માફીની એફિડેવિટ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટે કેસ રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, સાથે જ તેમને ચાર અઠવાડિયામાં મંદિરમાં જઈને પાશ્ચાતાપ અને પ્રાર્થના કરવાની સૂચના આપવામાં આવી છે.

કોર્ટમાં નોંધાયું હોવાનું જણાવાયું છે કે અભિનેતાના વર્તનથી કેટલાક લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી. આ કારણસર પાશ્ચાતાપ સ્વરૂપે મંદિર મુલાકાતની શરત મૂકવામાં આવી હોવાનું જણાવાય છે.

આગળ શું?
વકીલના જણાવ્યા મુજબ, રણવીર સિંહની સુરક્ષા અને વ્યસ્ત શેડ્યૂલને ધ્યાનમાં રાખીને મંદિર મુલાકાત માટે ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવી નથી. તેમને ચાર અઠવાડિયાની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે.

વ્યક્તિગત જીવન
અભિનેતા રણવીર સિંહના વ્યક્તિગત જીવનની વાત કરીએ તો, તેઓ અને તેમની પત્ની દીપિકા પાદુકોણ તાજેતરમાં જ બીજી વખત માતા-પિતા બનવાની ખુશખબર શેર કરી હતી.

www.gujaratupdates.com

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.