જાણો અમદાવાદના નવા પોલીસે સ્ટેશન ?
Ahmedabad 30 April 2026 Gujarat Updates Team: શહેરમાં વધતી વસ્તી અને ઝડપી શહેરી વિકાસને ધ્યાનમાં રાખીને રાજ્યના ગૃહ વિભાગે પોલીસ તંત્રને વધુ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરમાં પોલીસ સ્ટેશનોની સંખ્યા 49માંથી વધારીને હવે 52 કરવામાં આવી છે. સાથે જ એક ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) અને ત્રણ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP)ના નવા પદોને મંજૂરી આપવામાં આવી છે.
ત્રણ નવા પોલીસ સ્ટેશન શરૂ થશે
શહેરના વિકાસશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારવા માટે નીચેના વિસ્તારોમાં નવા પોલીસ સ્ટેશન સ્થાપિત કરવામાં આવશે: વસ્ત્રાલ , મોટેરા , હાંસપુરા. આ વિસ્તારોમાં વધતી વસ્તી અને નવો રહેણાંક વિકાસ પોલીસ હાજરીની જરૂરિયાત ઉભી કરી રહ્યો હતો.
ઝોન અને વિભાગોમાં મોટો ફેરફાર
પોલીસ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે નવું ઝોન-8 બનાવવામાં આવ્યું છે અને ત્રણ નવા વિભાગો રચાયા છે:
- વિભાગ P (ઝોન-2 હેઠળ) : ચાંદખેડા, મોટેરા, સાબરમતી પૂર્વ
- વિભાગ R (ઝોન-8 હેઠળ) : ઓઢવ, નિકોલ, ન્યૂ વસ્ત્રાલ
- વિભાગ S (ઝોન-8 હેઠળ) : વટવા , વટવા GIDC, રામોલ
ઉચ્ચ અધિકારીઓની નવી નિમણૂક:
નવા માળખા હેઠળ: 1 DCP પદ, 3 ACP પદ મંજૂર કરાયા છે, જેનાથી વહીવટી દેખરેખ અને કામગીરીમાં ઝડપ આવશે.
શા માટે લેવામાં આવ્યો નિર્ણય?
અમદાવાદ શહેરનો વિસ્તાર સતત વધી રહ્યો છે અને નવા વિસ્તારો શહેરમાં જોડાતા જાય છે. આ કારણે પોલીસ પર કામનો ભાર વધી રહ્યો હતો. નવા પોલીસ સ્ટેશનો અને ઝોનથી કામગીરી વધુ સુવ્યવસ્થિત બનશે. અમદાવાદમાં પોલીસ તંત્રનું વિસ્તરણથી ઝડપી પોલીસ પ્રતિસાદ મળશ. ગુનાઓ પર વધુ નિયંત્રણ થશે તથા ફરિયાદોના ઝડપી નિકાલ થશે. પોલીસ સ્ટાફ પરનો ભાર ઓછો થતો જોવા મળશે. શહેરની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે લેવામાં આવેલો આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થશે. નવા માળખા સાથે અમદાવાદ પોલીસ વધુ કાર્યક્ષમ અને લોકોની નજીક બનવાની આશા છે.
