ગુજરાતમુખ્ય સમાચાર

ગુજરાત બોર્ડના ધો.10-12ના પરિણામની તારીખ ?

ધો.12 પછી હવે ધો.10નું પરિણામ પણ ટૂંક સમયમાં, બોર્ડમાં તૈયારી તેજ

Ahmedabad, 02 May, 2026 Gujarat Updates Team: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી–માર્ચમાં લેવામાં આવેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામોની વિદ્યાર્થીઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. હવે આ રાહ ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહી છે. બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આગામી સપ્તાહમાં પરિણામ જાહેર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

સૂત્રો મુજબ, ધોરણ 12 (સાયન્સ અને સામાન્ય પ્રવાહ)નું પરિણામ તા. 4 મે, સોમવારના રોજ જાહેર થવાની શક્યતા છે, જ્યારે ધોરણ 10નું પરિણામ તા. 6 મે, બુધવારના રોજ જાહેર થઈ શકે છે.

વિદ્યાર્થીઓ તેમના પરિણામો તપાસવા માટે બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.orgર જઈ શકે છે. ઉપરાંત, ટેક્નોલોજીના ઉપયોગથી બોર્ડે હવે વોટ્સએપ દ્વારા પણ પરિણામ મેળવવાની સુવિધા આપી છે. વિદ્યાર્થીઓ 6357300971 નંબર પર પોતાનો સીટ નંબર મોકલીને વોટ્સએપ પર તેમનું પરિણામ મેળવી શકે છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓને ઝડપી અને સરળ રીતે પરિણામ મેળવવામાં મદદ મળશે.

લાખો વિદ્યાર્થીઓની રાહનો અંત નજીક
આ વર્ષે બોર્ડ પરીક્ષામાં કુલ 15,27,724 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં ધોરણ 10માં 9,07,175 અને ધોરણ 12માં સાયન્સ તથા કોમર્સ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ તરત જ મૂલ્યાંકન કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. બોર્ડ દ્વારા રાજ્યભરમાં કુલ 454 મૂલ્યાંકન કેન્દ્રો પર કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં હજારો શિક્ષકો જોડાયા હતા. ધોરણ 10 માટે 213 કેન્દ્રો, ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 172 કેન્દ્રો અને સાયન્સ માટે 69 કેન્દ્રોમાં મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.

ગુજકેટનું પરિણામ પણ સાથે જ જાહેર થશે
દર વર્ષેની જેમ આ વર્ષે પણ ધોરણ 12 સાયન્સના પરિણામ સાથે જ ગુજકેટ (GUJCET)નું પરિણામ જાહેર કરવામાં આવશે. આ વર્ષે 29 માર્ચે લેવાયેલી ગુજકેટ પરીક્ષામાં લગભગ 1.32 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

સત્તાવાર જાહેરાતની રાહ
હાલમાં બોર્ડ દ્વારા પરિણામની અંતિમ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે અને ટૂંક સમયમાં સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવશે. પરિણામ જાહેર થવાની સંભાવિત તારીખોને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ અને આતુરતા જોવા મળી રહી છે.

www.gujaratupdates.com

અમારી WhatsApp ચેનલ માં જોડાવો :  Click karo

અમારી Telegram ચેનલ માં જોડાવો :  Click karo

અમારા Facebook પેજને ફોલો કરો: Click karo

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.