મુખ્ય સમાચારઅમદાવાદગુજરાત

તાંત્રિક જુમ્મેરાતે કેમ દીવો પ્રગટાવતો?

અમદાવાદમાં બંધ મકાનના ખાળકૂવામાંથી માનવ કંકાલ મળ્યું

Ahmedabad 02 May , 2026 Gujarat Updates Team : અમદાવાદના વટવા વિસ્તારના કુતુબનગર, ગલી નં. 3માં 1992માં થયેલી એક યુવતીની હત્યાનો ચોંકાવનારો ખુલાસો 34 વર્ષ બાદ થયો છે. લગભગ ત્રણ દાયકાથી વધુ સમયથી રહસ્યમાં રહેલી એક સંભવિત હત્યાનો ભેદ ખુલતાં સ્થાનિક લોકોમાં આશ્ચર્ય અને ભયનો માહોલ સર્જાયો છે. વટવા વિસ્તારમાં આવેલા કુતુબનગર ગલી નં. 3માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને એક બંધ મકાનના ખાળકૂવામાંથી માનવ કંકાલના અવશેષો બહાર કાઢ્યા છે.

બંધ મકાનમાંથી મળ્યો 15 ફૂટ ઊંડે માનવકંકાલ
બુધવારની સવારે પોલીસ, ફોરેન્સિક સાયન્સ લેબ (FSL) ટીમ અને JCB મશીનની મદદથી એક બંધ પડેલા મકાનના ખાળકૂવામાં ખોદકામ હાથ ધરાયું હતું. લગભગ 15 ફૂટ ઊંડે ખોદકામ દરમિયાન માનવકંકાલના અવશેષો મળી આવ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મળેલા અવશેષો મહિલાના હોવાનું પ્રાથમિક અનુમાન છે.

1992ની હત્યા કેસનો સંકેત
પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે આ અવશેષો વર્ષ 1992 આસપાસ ગુમ થયેલી એક મહિલાના હોઈ શકે છે,પોલીસના પ્રાથમિક અહેવાલ મુજબ, 1992માં ફરઝાના (ઉર્ફે શબનમ) નામની મહિલાની તેના પતિ અને કેટલાક સાથીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ તેના મૃતદેહને ઘરના ખાળકૂવામાં દાટી દેવામાં આવ્યો હતો અને કેસ દાયકાઓ સુધી અજાણ રહ્યો હતો.પોલીસે જણાવ્યું કે DNA ટેસ્ટ માટે અવશેષોને FSLમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ બાદ કેસની સત્તાવાર પુષ્ટિ થશે.

લાંબા સમયથી છુપાયેલો ગુનાનો રહસ્યભેદ
અહેવાલો મુજબ, આ કેસ ફરી સામે આવવાનો મુખ્ય કારણ તાજેતરમાં મળેલી માહિતી અને જૂના સંકેતો હતા. કેટલાક સૂત્રો મુજબ, આરોપી પરિવારના સભ્યોને વર્ષોથી અજાણી માનસિક અસ્વસ્થતા અને અજીબ અનુભવો થતા હતા, જેના કારણે કેસ તરફ પોલીસનું ધ્યાન ગયું. કેટલાક લોકો દ્વારા તાંત્રિક ઉપાયો અપનાવવાની માહિતી પણ પોલીસ સુધી પહોંચી હતી. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક વર્ષોથી દર ગુરુવારે (જુમ્મેરાતે) એક અજાણ્યો વ્યક્તિ આ સ્થળે આવી દીવો પ્રગટાવતો જોવા મળતો હતો. જેના આધારે ફરીથી તપાસ શરૂ થઈ હતી.પોલીસ હવે આ વ્યક્તિની ઓળખ અને સંભવિત જોડાણની તપાસ કરી રહી છે.

રહસ્યમય વ્યક્તિની તપાસ
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક વર્ષોથી દર ગુરુવારે (જુમ્મેરાતે) એક અજાણ્યો વ્યક્તિ આ સ્થળે આવી દીવો પ્રગટાવતો જોવા મળતો હતો.

ઘટનાને પગલે સમગ્ર વિસ્તાર ચર્ચામાં છે. ઘણા રહેવાસીઓએ કહ્યું કે તેઓને ક્યારેય શંકા નહોતી કે આ મકાનમાં આવું ભયાનક રહસ્ય છુપાયેલું હોઈ શકે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું છે કે હાલ તમામ પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. DNA રિપોર્ટ આવ્યા બાદ FIR નોંધાશે. આરોપીઓની ભૂમિકા સ્પષ્ટ થશે અને સમગ્ર કેસની દિશા નક્કી થશે.

આ ઘટના અમદાવાદના ઇતિહાસના સૌથી જૂના અને રહસ્યમય કેસોમાંથી એક બની શકે છે. ત્રણ દાયકાથી વધુ સમયથી દફનાયેલું રહસ્ય હવે ધીમે ધીમે પ્રકાશમાં આવી રહ્યું છે.

www.gujaratupdates.com

અમારી WhatsApp ચેનલ માં જોડાવો :  Click karo

અમારી Telegram ચેનલ માં જોડાવો :  Click karo

અમારા Facebook પેજને ફોલો કરો: Click karo

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.