અમદાવાદગુજરાતમુખ્ય સમાચાર

IPLમેચના દિવસોએ મેટ્રો દોડશે મધરાત સુધી!

₹50માં ઘર પહોંચો: IPL માટે ખાસ મેટ્રો ટિકિટ લોન્ચ

Ahmedabad 03 April 2026: શહેરમાં આવનારી TATA IPL Men’s T20 2026 મેચોને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે ઓળખાતા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનારી મેચોને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મુસાફરોને મોટી રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) ના જાહેરનામા અનુસાર, IPLની મેચો દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર મેટ્રો સેવા ખાસ સમય સુધી લંબાવવામાં આવશે. સામાન્ય સમયની સરખામણીએ હવે મેટ્રો ટ્રેન સેવાઓ મધરાત બાદ 00:30 વાગ્યા સુધી ચાલુ રહેશે, જેથી મેચ બાદ લોકો સરળતાથી પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકે.

આ તારીખે મળશે વધારાનો લાભ
GMRCએ સ્પષ્ટ કર્યું છે કે નીચે મુજબની તારીખે યોજાનારી મેચો દરમિયાન જ મેટ્રો સેવા લંબાવવામાં આવશે:

  • 04 એપ્રિલ 2026
  • 17 એપ્રિલ 2026
  • 20 એપ્રિલ 2026
  • 26 એપ્રિલ 2026
  • 30 એપ્રિલ 2026
  • 03 મે 2026
  • 12 મે 2026

ક્યાં રૂટ પર મળશે સેવા: મુસાફરો મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી અમદાવાદ મેટ્રોના બંને કોરિડોર પર મુસાફરી કરી શકશે:

  • મોટેરા સ્ટેડિયમથી APMC
  • વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ

આ ઉપરાંત ગાંધીનગર રૂટ પર મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન સુધીની સેવા પણ ઉપલબ્ધ રહેશે.

ખાસ ₹50નું સ્પેશિયલ ટિકિટ જાહેર : મેચ દરમિયાન મુસાફરોને સરળતા રહે તે માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ ખાસ “સ્પેશિયલ પેપર ટિકિટ” પણ રજૂ કર્યું છે.

  • ટિકિટનો દર માત્ર ₹50 પ્રતિ વ્યક્તિ રહેશે
  • આ ટિકિટથી મુસાફરો મોટેરા અને સાબરમતીથી કોઈપણ ઓપરેશનલ સ્ટેશન સુધી મુસાફરી કરી શકશે
  • ગાંધીનગર માટે મોટેરાથી મહાત્મા મંદિર સુધી પણ આ ટિકિટ માન્ય રહેશે

રાત્રે 10 બાદ ખાસ નિયમો લાગુ : GMRCએ મુસાફરોને ખાસ સૂચના આપી છે કે:

  • રાત્રે 10:00 વાગ્યા સુધી સામાન્ય ટિકિટ (સ્માર્ટ કાર્ડ, ટોકન, QR ટિકિટ) માન્ય રહેશે
  • 10:00 વાગ્યા બાદ માત્ર સ્પેશિયલ પેપર ટિકિટથી જ એન્ટ્રી મળશે
  • અગાઉથી લેવામાં આવેલી રિટર્ન ટિકિટ 10:00 બાદ માન્ય નહીં રહે

અગાઉથી ટિકિટ ખરીદવાની સુવિધા
લાંબી લાઇન ટાળવા માટે મુસાફરોને નીચેના મેટ્રો સ્ટેશનો પરથી અગાઉથી સ્પેશિયલ ટિકિટ ખરીદવાની સલાહ આપવામાં આવી છે:
નિરંત ક્રોસ રોડ, રબારી કોલોની, એપેરલ પાર્ક, કલુપુર, ઓલ્ડ હાઈકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વડાજ, જીવરાજ પાર્ક, GNLU, ઇન્ફોસિટી, સેક્ટર-1 અને મહાત્મા મંદિર.

IPL 2026: અમદાવાદમાં રમાનારી મેચોની યાદી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારી મેચોનું શેડ્યૂલ આ પ્રમાણે છે:

  • 4 એપ્રિલ: ગુજરાત ટાઇટન્સ vs રાજસ્થાન રોયલ્સ (7:30 PM)
  • 17 એપ્રિલ: ગુજરાત ટાઇટન્સ vs કોલકાતા નાઇટ રાઇડર્સ (7:30 PM)
  • 20 એપ્રિલ: ગુજરાત ટાઇટન્સ vs મુંબઈ ઇન્ડિયન્સ (7:30 PM)
  • 26 એપ્રિલ: ગુજરાત ટાઇટન્સ vs ચેન્નાઈ સુપર કિંગ્સ (3:30 PM)
  • 30 એપ્રિલ: ગુજરાત ટાઇટન્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (7:30 PM)
  • 3 મે: ગુજરાત ટાઇટન્સ vs પંજાબ કિંગ્સ (7:30 PM)
  • 12 મે: ગુજરાત ટાઇટન્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ (7:30 PM)
Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.