અમદાવાદગુજરાતમુખ્ય સમાચાર

સામ્રાજ્ય ફ્લેટમાં ભયંકર બનાવ


Ahmedabad 22 April, 2026: અમદાવાદના મેમનગર વિસ્તારમાં આજે વહેલી સવારે ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામ્રાજ્ય ફ્લેટના પાર્કિંગમાંથી એક વૃદ્ધ વ્યક્તિનો લોહીલુહાણ મૃતદેહ મળતા વિસ્તારમાં ભય અને ચકચાર ફેલાઈ ગઈ છે.

મૃતકની ઓળખ કાનજીભાઈ તરીકે થઈ છે. તેઓ છેલ્લા ત્રણ દાયકાથી સોસાયટીમાં રહેતા હતા અને રહીશોના વાહનો સાફ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.

સવારે અંદાજે 5:45 વાગ્યે એક રહીશે પાર્કિંગમાં કાનજીભાઈને લોહીલુહાણ હાલતમાં પડેલા જોયા. તરત જ સોસાયટીના ચેરમેન અને પોલીસને જાણ કરવામાં આવી. 108 એમ્બ્યુલન્સ ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા તેમને મૃત જાહેર કર્યા. પ્રાથમિક તપાસમાં પોલીસે મહત્વપૂર્ણ બાબતો નોંધેલી છ.માથાના ભાગે ગંભીર અને ઘાતક ઈજાના નિશાન જોવા મળ્યા હતા. તીક્ષ્ણ અથવા ભારે હથિયારથી હુમલો થયાનો સંદેહ વ્યકત થઇ રહ્યો છે. પાર્કિંગ વિસ્તારમાં લોહીના ડાઘા થી સંઘર્ષની સંભાવના પણ જોવાઈ રહી છે. પોલીસ હાલ હત્યાની દિશામાં તપાસ આગળ વધારી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને સોસાયટીના CCTV ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે.

પોલીસના સૂત્રો મુજબ અંગત અદાવત, લૂંટનો પ્રયાસ અથવા ઓળખીતાઓની સંડોવણી ના એંગલથી તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું છે કે પ્રાથમિક પુરાવાઓના આધારે હત્યાની આશંકા છે. CCTV અને ફોરેન્સિક તપાસના આધારે ટૂંક સમયમાં આરોપી સુધી પહોંચવાની આશા છે

તાજેતરના સમયમાં અમદાવાદમાં વૃદ્ધોને નિશાન બનાવતા ગુનાઓમાં વધારો નોંધાયો છે. મેમનગર વિસ્તારમાં અગાઉ વૃદ્ધ દંપતી સાથે ચાકૂના ભયથી લૂંટની ઘટના બની હતી. શહેરના અન્ય વિસ્તારોમાં પણ વૃદ્ધોની હત્યા અને લૂંટના બનાવો સામે આવ્યા છે મેમનગરની આ ઘટના શહેર માટે ચિંતાજનક સંકેત છે. ખાસ કરીને એકલા રહેતા વૃદ્ધોની સુરક્ષા હવે મહત્વપૂર્ણ મુદ્દો બની રહ્યો છે.

www.gujaratupdates.com

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.