ગુજરાતમુખ્ય સમાચાર

ગંભીરા બ્રિજ 2 એપ્રિલથી ખુલશે

Anand, 30 March 2026:ગંભીરા બ્રિજ ફરી એકવાર જનતા માટે ખુલ્લો મુકાવા જઈ રહ્યો છે. આણંદ અને વડોદરા વચ્ચેનો મહત્વપૂર્ણ માર્ગ ગણાતો આ બ્રિજ 2 એપ્રિલથી મર્યાદિત અવરજવર માટે શરૂ કરવામાં આવશે. શરૂઆતમાં માત્ર ટુ-વ્હીલર અને પગપાળા મુસાફરોને જ મંજૂરી આપવામાં આવશે. બ્રિજના પુનઃસ્થાપન કાર્ય પૂર્ણતાની નજીક છે અને 1 એપ્રિલના રોજ ટ્રાયલ રન યોજાશે. ત્યારબાદ 2 એપ્રિલથી સામાન્ય જનતા માટે અવરજવર શરૂ કરવામાં આવશે. આ નિર્ણયથી રોજિંદા અપ-ડાઉન કરતા હજારો લોકોને મોટી રાહત મળશે.બ્રિજ ફરી શરૂ થવાથી ખાસ કરીને નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓ માટે મુસાફરી સરળ બનશે. આણંદ અને વડોદરા વચ્ચેનો સમય અને અંતર બંનેમાં નોંધપાત્ર ઘટાડો થશે. તંત્ર દ્વારા જણાવાયું છે કે ભવિષ્યમાં સંપૂર્ણ રીતે મજબૂત અને કાયમી બ્રિજના નિર્માણ માટે પણ યોજના તૈયાર કરવામાં આવી રહી છે.

આધુનિક ટેક્નોલોજીથી પુનઃનિર્માણ
મહીસાગર નદી પર આવેલ આ બ્રિજને તોડવાના બદલે અત્યાધુનિક સ્ટીલ ગર્ડર ટેક્નિકથી ફરી તૈયાર કરવામાં આવ્યો છે. અંદાજે 47 મીટર લાંબો અને 100 ટન વજનનો સ્ટીલ ગર્ડર ‘ઇન્ક્રિમેન્ટલ લોન્ચિંગ’ પદ્ધતિથી સ્થાપિત કરવામાં આવ્યો, જેમાં દર 3 મિનિટે 250 મિમી જેટલું ગર્ડર આગળ ધપાવવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયા માત્ર 75 દિવસમાં પૂર્ણ કરવામાં આવી છે. બ્રિજ પર 4 ઇંચ જાડું કંક્રીટનું સપાટીકરણ પણ કરવામાં આવ્યું છે, જેથી વાહન વ્યવહાર સરળતાથી થઈ શકે.

કડક નિયમો લાગુ
સુરક્ષા કારણોસર તંત્ર દ્વારા નીચે મુજબના નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે:

  • માત્ર ટુ-વ્હીલર અને પગપાળા મુસાફરોને જ મંજૂરી
  • 3-વ્હીલર અને 4-વ્હીલર વાહનો પર પ્રતિબંધ
  • ભારે વાહનોને સંપૂર્ણ મનાઈ
  • બ્રિજના બંને છેડે બેરીકેડ અને પોલીસ દેખરેખ

દરરોજ અંદાજે 5,000થી 7,000 લોકો આ સુવિધાનો લાભ લેશે.

દુર્ઘટનાની યાદ હજુ તાજી
ઉલ્લેખનીય છે કે 9 જુલાઈ 2025ના રોજ આ લગભગ 40 વર્ષ જૂનો બ્રિજ અચાનક ધરાશાયી થયો હતો. આ ભયાનક ઘટનામાં 22 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને અનેક વાહનો નદીમાં પટકાયા હતા. આ ઘટના પછી આ માર્ગ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો હતો અને લોકો માટે 50 કિમી સુધીના લાંબા ડિટૂર લેવાની ફરજ પડી હતી.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.