ભારતમુખ્ય સમાચાર

દિલ્હી વિધાનસભામાં સુરક્ષા ભંગ

Delhi, 06 April, 2026: દિલ્હીમાં આવેલ દિલ્હી વિધાનસભા પરિસરમાં આજે એક ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. એક અજાણી કાર સુરક્ષા બેરિકેડ્સ તોડીને વિધાનસભાના અંદર ઘૂસી જતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. આ ઘટના સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તરપ્રદેશ રજિસ્ટ્રેશન ધરાવતી સફેદ રંગની કાર બપોરે આશરે 2:05 વાગ્યે મોલ રોડ પર આવેલા ગેટ નંબર 2ને તોડી અંદર પ્રવેશી હતી. કારમાં સવાર શખ્સોએ વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાની ગાડી પર શાહી ફેંકી હતી. ઉપરાંત, અધ્યક્ષના ઓફિસ નજીક બરામદામાં એક ગુલદસ્તો મૂકવામાં આવ્યો હોવાની પણ માહિતી મળી રહી છે. આ સમગ્ર ઘટના પછી આરોપીઓ તે જ કારમાં ઝડપથી બહાર નીકળી ફરાર થઈ ગયા હતા. આ ગેટ સામાન્ય રીતે બંધ રહેતો હોવા છતાં કાર અંદર પ્રવેશી જતાં સુરક્ષા તંત્ર પર સવાલો ઉભા થયા છે. ખાસ કરીને, જ્યાં CRPFના જવાનો તૈનાત હતા ત્યાંથી આવી ઘટના બનવી ગંભીર બેદરકારી દર્શાવે છે.

સુરક્ષા દળોની તાત્કાલિક કાર્યવાહી
ઘટના બાદ સુરક્ષા દળો અને પોલીસ તરત જ સતર્ક બની ગઈ હતી. વિસ્તારને સીલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. દિલ્હીની પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ હાલ ઘટનાસ્થળ પર હાજર રહી પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. ગેટને થયેલ નુકસાનનું પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

પોલીસે જણાવ્યું છે કે સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે અને કારના નંબરના આધારે આરોપીઓની ઓળખ માટે પ્રયાસો ચાલુ છે. આરોપીઓની મન્સા શું હતી તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ આ ઘટના સુરક્ષા વ્યવસ્થામાં ખામી તરફ સ્પષ્ટ સંકેત આપે છે.

હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે અને કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા અંગે ગંભીર ચર્ચા ઉભી કરી છે. વધુ વિગતો માટે તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં વધુ માહિતી બહાર આવવાની શક્યતા છે.

www.gujaratupdates.com

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.