મુખ્ય સમાચારઅમદાવાદગુજરાત

અમદાવાદમાં યલો એલર્ટ જાહેર

જાણો લૂ લાગવાના લક્ષણો અને લૂથી બચવાંના ઉપાય


Ahmedabad Gujarat, 23 April 2026: Gujarat Updates Team : ગુજરાતમાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધતો જાય છે. હવામાન વિભાગ અને અમદાવાદ મહાનગર પાલિકા (AMC) દ્વારા 23 એપ્રિલથી 29 એપ્રિલ સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન 41°C થી 43°C સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ સહિત ગાંધીનગર, રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગર જેવા શહેરોમાં તાપમાન પહેલાથી જ 40 ડિગ્રી પાર પહોંચી ગયું છે.

ગરમીમાં વધારાના કાર
હવામાન વિભાગ મુજબ પવનની દિશામાં બદલાવ અને સૂકા વાતાવરણને કારણે ગરમીમાં વધારો નોંધાઈ રહ્યો છે. સવારે જ તાપમાન ઊંચું રહે છે અને રાત્રે પણ ઉકળાટ અનુભવાય છે.

હીટવેવનો ખતરો અને લક્ષણો
ગરમી વધતા લોકોમાં હીટસ્ટ્રોક (લૂ)નો ખતરો વધી ગયો છે. તેના મુખ્ય લક્ષણો આ પ્રમાણે છે:

* વધુ પરસેવો
* નબળાઈ અને ચક્કર
* માથાનો દુખાવો
* ચામડી લાલ અને સુકી થવી
* સ્નાયુ દુખાવો
* ઉબકા અને ઉલ્ટી
આવા લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવાની સલાહ આપવામાં આવી છે.

સરકારની તૈયારીઓ
રાજ્ય સરકારે હીટવેવ સામે લડવા માટે આરોગ્ય વ્યવસ્થા મજબૂત કરી છે. હોસ્પિટલોમાં હીટસ્ટ્રોક માટે ખાસ બેડ અને સારવાર સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

AMCની જનતાને અપીલ
અમદાવાદ મહાનગર પાલિકાએ નાગરિકોને ગરમીથી બચવા નીચેની તકેદારીઓ રાખવા જણાવ્યું છે:

* બહાર નીકળતી વખતે પાણીની બોટલ સાથે રાખો
* વધુમાં વધુ પ્રવાહી (પાણી, છાશ, લીંબુ શરબત, નાળિયેર પાણી) લો
* તાજા ફળો અને શાકભાજી ખાઓ
* ચા, કૉફી અને સોડાવાળા પીણાં ઓછા લો
* છત્રી, ટોપી અથવા સ્કાર્ફનો ઉપયોગ કરો
* આછા રંગના ઢીલા સુતરાઉ કપડાં પહેરો
* બપોરે 12 થી 4 દરમિયાન બહાર જવાનું ટાળો
* બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓનું ખાસ ધ્યાન રાખો

હવામાન વિભાગના અનુમાન મુજબ 24 થી 26 એપ્રિલ દરમિયાન ગરમી વધુ તેજ બનશે અને તાપમાન 42–43°C સુધી પહોંચી શકે છે. ગુજરાતમાં હાલની ગરમી સામાન્ય નથી પરંતુ આરોગ્ય માટે જોખમી બની શકે તેવી સ્થિતિ છે. તેથી દરેક નાગરિકે સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.

“ગરમીમાં વારંવાર પાણી પીશું – ગરમીથી બચીશું”

www.gujaratupdates.com

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.