મુખ્ય સમાચારઅમદાવાદગુજરાતરાજનીતિ

અમદાવાદના મેયર બન્યા હિતેશ બારોટ

અમદાવાદ ના ડે.મેયર બન્યા અંજુબેન શાહ

26 May 2026 Gujarat Updates Team :

અમદાવાદ ના મેયર બન્યા હિતેશ બારોટ

અમદાવાદ ના ડે.મેયર બન્યા અંજુબેન શાહ

અમદાવાદ ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા કમલેશ પટેલ

સાબરમતીના જૈન કાઉન્સિલર અંજુ શાહને ડેપ્યુટી મેયર પદ આપવામાં આવ્યું છે. અમદાવાદ ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ બન્યા છે.હેલ્થ કમિટીના પૂર્વ ચેરમેન જશુ ઠાકોરને પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેમજ દંડક તરીકે અતુલ મિશ્રાની નિમણૂક કરીને ઉત્તર ભારતીય સમુદાયના મતદારોને પણ સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

અમદાવાદ ના મેયર હિતેશ બારોટ: અમદાવાદ મહાનગર પાલિકાના નવા મેયર તરીકે થલતેજ વોર્ડના હિતેશ બારોટની પસંદગી થયા બાદ શહેરના રાજકારણમાં નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. વર્ષો સુધી સંગઠન અને સહકારી ક્ષેત્રમાં શાંત રીતે કામ કરનાર હિતેશ બારોટને ભાજપે અચાનક સક્રિય રાજકારણમાં આગળ ધપાવ્યા ત્યારથી જ રાજકીય વર્તુળોમાં તેમને ભાવિ મેયર તરીકે જોવામાં આવી રહ્યા હતા. AMCમાં મેયર પદ પુરુષ અનામત થતાં ભાજપના આંતરિક સમીકરણોમાં હિતેશ બારોટનું નામ મજબૂત બનતું ગયું હતું.

14 એપ્રિલ 1968ના રોજ થલતેજ ગામમાં જન્મેલા હિતેશ બારોટે ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. 1986માં તેઓ ભાજપ સાથે જોડાયા અને બાદમાં 1987થી 1997 દરમિયાન RSSમાં સક્રિય રીતે કાર્ય કર્યું. 1988માં તેઓ થલતેજ ગ્રામ્ય મંડળના મહામંત્રી બન્યા હતા. સંગઠન કૌશલ્ય અને સમાજમાં મજબૂત જોડાણના કારણે તેઓ ભાજપના વિશ્વાસુ અને સક્રિય કાર્યકર તરીકે ઝડપથી ઓળખ મેળવતા ગયા.

હિતેશ બારોટ વર્ષ 1997થી કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shahના નજીકના સહયોગી તરીકે ઓળખાય છે. સરખેજ વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન તેમણે બક્ષીપંચ સમાજના સંકલનની જવાબદારી સંભાળી અને ભાજપને મજબૂતી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. દસ્ક્રોઈ વિસ્તારના 18 ગામો સહિત કુલ 23 ગામોમાં ભાજપનું સંગઠન ઊભું કરવામાં તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું હતું.

સહકારી ક્ષેત્રમાં પણ હિતેશ બારોટે લાંબી અને અસરકારક કામગીરી કરી છે. હાલમાં તેઓ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક (ADC Bank) તથા ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક (GSC Bank)માં ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. ઉપરાંત APMC અમદાવાદમાં તેઓ વાઈસ ચેરમેન અને ડિરેક્ટર તરીકે પણ કાર્યરત રહી ચૂક્યા છે. વર્ષ 2017માં તેઓ ગુજકોમાસોલના ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતા.

સ્થાનિક સ્વરાજ્યની રાજનીતિમાં પણ તેમનો અનુભવ મહત્વનો રહ્યો છે. વર્ષ 2001થી 2005 દરમિયાન તેઓ બોડકદેવ ગ્રામ પંચાયતના સરપંચ રહ્યા હતા. ત્યારબાદ દસ્ક્રોઈ ભાજપ તાલુકા પ્રમુખ તરીકે સંગઠનને મજબૂત બનાવવામાં પણ તેમણે અગત્યની ભૂમિકા ભજવી હતી.નવા મેયર હિતેશ બારોટ ફરી એકવાર થલતેજ વિસ્તારથી કાઉન્સિલર તરીકે ચૂંટાયેલ છે. આ સાથે તેઓ સતત બીજી વખત કાઉન્સિલર બન્યા છે. સામાન્ય બેઠક પરથી મનપાની ચૂંટણી લડીને તેઓએ પ્રથમ કાર્યકાળમાં જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી પદ પર પોતાની છાપ છોડી હતી.

વર્ષો સુધી પડદા પાછળ રહીને સંગઠન માટે કાર્ય કરનાર હિતેશ બારોટ હવે જાહેર રાજકારણના કેન્દ્રમાં આવી ગયા છે. થલતેજમાંથી મળેલી ટિકિટ અને ત્યારબાદ મેયર પદ સુધીની તેમની સફરે અમદાવાદના રાજકારણમાં તેમને એક નવા અને પ્રભાવશાળી ચહેરા તરીકે સ્થાપિત કર્યા છે.

અમદાવાદ ના ડેપ્યુટી મેયર અંજુબેન શાહ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ડેપ્યુટી મેયર તરીકે અંજુબેન શાહની પસંદગી કરવામાં આવી છે. તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે સંકળાયેલા છે અને સાબરમતી વોર્ડ નં. ૪નું પ્રતિનિધિત્વ કરે છે. વર્ષ ૨૦૨૬માં યોજાયેલી ચૂંટણીમાં સાબરમતી વોર્ડમાંથી તેઓએ ભારે બહુમતી સાથે વિજય મેળવ્યો હતો. તેમની જીતને કારણે પાર્ટીમાં તેમની સ્થિતિ વધુ મજબૂત બની હતી અને ત્યારબાદ તેમને ડેપ્યુટી મેયર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

અમદાવાદ ના સ્ટેન્ડિંગ કમિટી કમલેશ પટેલ: ભાજપના વરિષ્ઠ નેતા અને ખોખરા વોર્ડનું પ્રતિનિધિત્વ કરતા કમલેશ પટેલ અગાઉ ભાજપ કર્ણાવતી મહાનગરના જનરલ સેક્રેટરી તરીકે કામગીરી સંભાળી ચૂક્યા છે

www.gujaratupdates.com

અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo

આ પણ વાંચો :

આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.