મુખ્ય સમાચારભારતરમત ગમત

IPL 2026 : SRH Vs RR હૈદરાબાદ જીત્યું

Hyderabad, 13 April 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL 2026ની 21મી મેચમાં ક્રિકેટ ઈતિહાસનો એક અનોખો અધ્યાય લખાયો, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad SRH)ના 24 વર્ષીય યુવા બોલર પ્રફુલ હિંગેએ પોતાના ડેબ્યૂ મેચમાં જ ચમત્કાર સર્જ્યો. તેમની શાનદાર બોલિંગ અને કેપ્ટન ઈશાન કિશનની ધમાકેદાર બેટિંગના બળ પર સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad SRH) રાજસ્થાન રોયલ્સ ( Rajasthan Royals RR ) ને 57 રનની ભવ્ય હાર આપી.

સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad SRH) પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 216/6નો વિશાળ સ્કોર બનાવ્યો. જવાબમાં રાજસ્થાન રોયલ્સ ( Rajasthan Royals RR ) ની ટીમ 19 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

પ્રફુલ હિંગે – એક ઓવર, ત્રણ વિકેટ, અને ઈતિહાસ!
આ મેચનું સૌથી મોટું આકર્ષણ રહ્યું પ્રફુલ હિંગેનું અદભૂત ડેબ્યૂ. પહેલી જ ઓવરમાં 3 વિકેટ લીધી . ત્રણેય બેટ્સમેન તેમેને શૂન્ય (ડક) પર આઉટ કર્યા.. IPL ઈતિહાસમાં પહેલી વાર કોઈ બોલરે ઈનિંગની પહેલી ઓવરમાં 3 વિકેટ લીધી હિંગેએ પોતાની ઓવરના બીજા બોલ પર વૈભવ સૂર્યવંશીને ગોલ્ડન ડક પર આઉટ કર્યો. ત્યારબાદ ધ્રુવ જુરેલ અને લુઆન-ડ્રે પ્રિટોરિયસને પણ પેવિલિયન પરત મોકલ્યા. આ પ્રદર્શન ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL 2026ના ઈતિહાસમાં સોનાના અક્ષરોમાં લખાશે. હિંગેનો 4 ઓવરમાં 34 રન આપી 4 વિકેટ લીધી.હિંગેએ માત્ર શરૂઆતમાં જ નહીં, પરંતુ સમગ્ર મેચ દરમિયાન દબદબો જાળવી રાખ્યો.

ઈશાન કિશનની કેપ્ટનસી ઇનિંગ
સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad SRH)માટે કેપ્ટન ઈશાન કિશન ફરી એકવાર હીરો સાબિત થયો. તેમેને 44 બોલમાં 91 રન કર્યા . તેના આક્રમક સ્ટ્રોક્સ અને નિયંત્રિત બેટિંગ જોવાલાયક હતા. તેમણે મધ્યક્રમમાં ટીમને સંભાળી અને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

ક્લાસેન અને અન્ય ખેલાડીઓનું યોગદાન
હેનરિક ક્લાસેન 40 રન બનાવ્યા તો નીતિશ કુમાર રેડ્ડી અને સલિલ અરોરાએ અંતિમ ઓવરોમાં ઝડપી રન ઉમેર્યા. આ તમામ યોગદાનના કારણે સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad SRH)એ 216નો મજબૂત સ્કોર ઉભો કર્યો.

રાજસ્થાન રોયલ્સ ( Rajasthan Royals RR ) નો ટોપ ઓર્ડર ધ્વસ્ત
217 રનની ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સ માટે શરૂઆત એક દુઃસ્વપ્ન બની ગઈ. રાજસ્થાન રોયલ્સ ( Rajasthan Royals RR ) ની ફક્ત 2 રન માં 4 વિકેટ પડી. પછી 9 રન માં 5 વિકેટ. આ શરૂઆત પછી મેચ લગભગ એકતરફી બની ગઈ.

જાડેજા અને ફેરેરાનો સંઘર્ષ
ભલે ટીમ મુશ્કેલીમાં હતી, પરંતુ બે ખેલાડીઓએ હિંમત નહીં હારી. અને ડોનોવન ફેરેરા 69 રન 44 બોલમાંઆ અને રવિન્દ્ર જાડેજા 45 રન 32 બોલમાં કરી બાઝી સંભાળી. બન્ને વચ્ચે 118 રનની ભાગીદારી થઈ, જે ટીમ માટે સંઘર્ષનું પ્રતિક બની.

શાકિબ હુસૈનનો સપોર્ટિંગ રોલ
પ્રફુલ હિંગેની સાથે શાકિબ હુસૈન પણ મેચમાં ચમક્યા: તેમેને 4 ઓવરમાં 24 રન આપી 4 વિકેટ લીધી.તેમણે લોઅર ઓર્ડરને ઝડપથી સમેટી દીધો.

અંતિમ ઓવરોનો નાનો રોમાંચ
તુષાર દેશપાંડે એ કેટલીક મોટી હિટ મારી:. જેમાં બે શાનદાર સિક્સ અને એક ઓવરમાં 16 રન કર્યા અંતે ટીમ જીતથી ઘણી દૂર રહી.

મેચનો ટર્નિંગ પોઇન્ટ
પ્રફુલ હિંગેની પહેલી ઓવર – જ્યાં ત્રણ વિકેટ પડી – એ જ મેચનો નિર્ણયક ક્ષણ હતો.

સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad SRH) આ મેચમાં સંપૂર્ણ પ્રભુત્વ બતાવ્યું. બેટિંગમાં ઈશાન કિશન અને બોલિંગમાં પ્રફુલ હિંગે-શાકિબ હુસૈનનું પ્રદર્શન યાદગાર રહ્યું.

www.gujaratupdates.com

Sunrisers Hyderabad Scoreboard

Rajasthan Royals Scoreboard

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.