સાપથી બચાવની ક્રાંતિ! ખેડૂતો માટે આવી ગઈ સ્માર્ટ છડી
Surat 13 April, 2026: ભારતમાં ખેતી કરતા ખેડૂતો માટે ખેતરમાં સાપ અને ઝેરી જીવજંતુઓનો ખતરો લાંબા સમયથી મોટી સમસ્યા રહ્યો છે. ખાસ કરીને રાત્રે સિંચાઈ કે ખેતી કામ દરમિયાન અનેક અકસ્માતો થયા છે. હવે આ સમસ્યાના ઉકેલ તરીકે એક નવી ટેકનોલોજી ચર્ચામાં આવી છે — “કિસાન મિત્ર છડી”.
શું છે આ ‘જાદૂઈ છડી’ “કિસાન મિત્ર છડી” ?
સામાન્ય દેખાતી આ છડીને ખાસ ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ છડી:
- 100 મીટર સુધીના વિસ્તારમાં સાપ અથવા ઝેરી જીવજંતુઓને ઓળખી શકે છે
- ખતરો હોય ત્યારે તાત્કાલિક કંપન (vibration) દ્વારા ચેતવણી આપે છે
- ખેડૂતોને સમયસર સાવચેત રહેવાનો સંકેત આપે છે
- રાત્રિ માટે સોલર આધારિત ફ્લેશલાઈટ પણ ધરાવે છે
કેવી રીતે કરે છે કામ?
ખેડૂત ખેતરમાં પહોંચ્યા પછી આ છડી જમીન પાસે રાખીને બટન દબાવે છે. જો આસપાસના 100 મીટર સુધીના વિસ્તાર કોઈ સાપ કે જોખમી જીવ હાજર હોય તો છડી તરત જ કંપવા લાગે છે. આ કંપન ખેડૂતોને “અલર્ટ સિગ્નલ” તરીકે કામ કરે છે.
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું: “ઘણા વખત ખેડૂતો રાત્રે ખેતરમાં પાણી આપવા જાય છે અને આવી ઘટનાઓ બને છે કે તેમને સાપ દંશ મારે છે. આ ‘કિસાન મિત્ર છડી’ આવી દુર્ઘટનાઓથી બચાવવામાં મદદરૂપ બની શકે છે.તેમણે જણાવ્યું કે આ છડી સામાન્ય લાકડી જેવી દેખાય છે, પરંતુ તેમાં વિશેષ ટેક્નોલોજી લગાવવામાં આવી છે. તેનો ઉપયોગ અત્યંત સરળ છે. ખેડૂત જ્યારે ખેતર કે જંગલમાં જાય, ત્યારે તેને જમીન પર રાખીને બટન દબાવવાનું રહે છે. જો આસપાસ સાપ અથવા કોઈ ઝેરી જીવ હાજર હોય, તો આ છડી તેજ કંપન કરવા લાગે છે. આ દ્વારા ખેડૂતને અગાઉથી જ જોખમનો સંકેત મળી જાય છે અને તે સતર્ક બની તે સ્થળથી દૂર રહી શકે છે.જેમ જ છડી કંપન કરે છે, ખેડૂત સમજી જાય છે કે અહીં જોખમ હોઈ શકે છે અને તે સાવચેતી રાખી શકે છે.”
www.gujaratupdates.com
