Trendingઅમદાવાદગુજરાતમુખ્ય સમાચારરાજનીતિ

ભાજપની નવી સ્ટેટ ચૂંટણી સમિતિ જાહેર

Gandhinagar 25 March, 2026: ગુજરાતમાં સત્તારૂઢ ભરતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા આજે રાજ્ય ચૂંટણી સમિતિ (પાર્લામેન્ટરી બોર્ડ)ના સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં મુખ્ય નેતાઓને વિવિધ જિલ્લાઓમાંથી પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કર્ણાવતીમાંથી સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે રાજ્ય ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ કર્ણાવતીનું પ્રતિનિધિત્વ કરશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સુરત શહેરમાંથી સામેલ કરવામાં આવ્યા છે. રાજ્ય સંગઠન મહામંત્રી રત્નાકર ગાંધીનગર શહેરમાંથી સમિતિમાં સમાવાયા છે.

પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતીન પટેલને મહેસાણા જિલ્લામાંથી સ્થાન મળ્યું છે, જ્યારે પૂર્વ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમા અમદાવાદ જિલ્લાથી સમાવેશ કરવામાં આવ્યા છે. રાજ્ય મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાને ગીર સોમનાથમાંથી સ્થાન આપવામાં આવ્યું છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ સુરત શહેરમાંથી સમિતિમાં જોડાયા છે, જ્યારે પૂર્વ રાજ્ય મંત્રી બાબુભાઈ બોખિરિયા પોરબંદરનું પ્રતિનિધિત્વ કરશે. સાંસદ તથા રાજ્ય ઉપાધ્યક્ષ રાજેશ ચુડાસમા જુનાગઢ જિલ્લામાંથી સામેલ થયા છે, અને રાજ્ય ઉપાધ્યક્ષ નટુજી ઠાકોર મહેસાણાથી સમાવાયા છે.

આ ઉપરાંત, એસટી મોરચાના રાજ્ય અધ્યક્ષ અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવાને સુરત જિલ્લામાંથી સ્થાન મળ્યું છે, જ્યારે મહિલા મોરચાની રાજ્ય અધ્યક્ષ અંજુબેન વેકરિયાને સુરત શહેરમાંથી સમાવેશ કરવામાં આવ્યો છે.

વિશેષ આમંત્રિત સભ્યો તરીકે કેન્દ્રીય મંત્રી અને પૂર્વ રાજ્ય અધ્યક્ષ સી આર પાટીલ, સાંસદ અને પૂર્વ અધ્યક્ષ પુરષોતમ રૂપાલા, પૂર્વ અધ્યક્ષ આર.સી. ફળદુ તથા રાજ્ય મંત્રી અને પૂર્વ અધ્યક્ષજીતુ વાઘાણીના નામોની જાહેરાત કરવામાં આવી છે.

આમંત્રિત સભ્યો તરીકે પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ અને પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીને પણ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ભાજપ દ્વારા જાહેર કરાયેલી આ રાજ્ય ચૂંટણી સમિતિ આવનારી ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી સહિતના મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.