Trendingબિઝનેસભારતમુખ્ય સમાચારવિશેષ

જાણો ઇન્કમ ટેક્સના નવા નિયમો?

ભારત સરકારના Central Board of Direct Taxes (CBDT) દ્વારા નોટિફાય કરાયેલા નવા “ઇન્કમ ટેક્સ નિયમો, 2026” હવે 1 એપ્રિલ 2026થી અમલમાં આવી રહ્યા છે. આ નિયમો Income Tax Act 2025 સાથે લાગુ થશે અને વર્ષો જૂની ટેક્સ પ્રણાલીમાં મોટા ફેરફારો લાવશે. ખાસ કરીને પગારદાર કર્મચારીઓ માટે allowances, perquisites અને documentationમાં થયેલા ફેરફારો તેમના ટેક્સ પ્લાનિંગને સીધો અસર કરશે.

ટેક્સ સિસ્ટમમાં ઐતિહાસિક સુધારો
નવા નિયમો હેઠળ ટેક્સ નિયમોની સંખ્યા 511થી ઘટાડીને 333 કરવામાં આવી છે. આ પગલું ટેક્સપેયર્સ માટે compliance સરળ બનાવવા માટે લેવામાં આવ્યું છે.નવો કાયદો જૂના 1961ના કાયદાને બદલીને વધુ સરળ અને user-friendly બનશે. હવે forms સરળ થશે અને online filing વધુ સુગમ બનશે.

HRAમાં મોટો ફેરફાર: અમદાવાદ સહિત 8 શહેરોને લાભ
સૌથી મોટા ફેરફારોમાં એક છે House Rent Allowance (HRA). હવે Ahmedabad, Pune, Hyderabad અને Bengaluru જેવા શહેરોને 50% HRA exemption કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે.આ શહેરો હવે Mumbai, Delhi, Kolkata અને Chennai સાથે જોડાયા છે.એટલે કે, આ શહેરોમાં રહેતા કર્મચારીઓ તેમના basic salaryના 50% સુધી HRA exemption મેળવી શકશે. અન્ય શહેરોમાં આ મર્યાદા 40% રહેશે.

મહત્વપૂર્ણ:

  • HRA exemption માત્ર Old Tax Regimeમાં જ મળશે
  • New Tax Regimeમાં HRAનો લાભ નહીં મળે

બાળકોના શિક્ષણ ભથ્થામાં ઐતિહાસિક વધારો
સરકારે વર્ષોથી સ્થિર રહેલા education allowanceમાં ભારે વધારો કર્યો છે.બાળકોના શિક્ષણ ભથ્થામાં મોટો વધારો કરીને હવે તેને ₹100 પ્રતિ મહિના પરથી વધારીને ₹3000 પ્રતિ મહિના કરવામાં આવ્યું છે. તેવી જ રીતે, હોસ્ટેલ ભથ્થું પણ ₹300 પ્રતિ મહિના પરથી વધારીને ₹9000 પ્રતિ મહિના કરવામાં આવ્યું છે.

મહત્તમ બે બાળકો માટે આ છૂટ મળશે
આ નિર્ણય ખાસ કરીને middle-class પરિવાર માટે મોટી રાહત સમાન છે, કારણ કે શિક્ષણ ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે.

કાર અને ડ્રાઈવર માટે નવા ટેક્સ નિયમો
કંપની દ્વારા આપવામાં આવતી કાર અને ડ્રાઈવર માટેના perquisites valuationમાં પણ મોટા ફેરફારો થયા છે.

કંપની કાર માટે:

  • 1.6 લિટર સુધી: ₹5000 + ₹3000 (ડ્રાઈવર)
  • 1.6 લિટરથી વધુ: ₹7000 + ₹3000

પોતાની કાર + કંપની ખર્ચ:
જો કર્મચારી પોતાની કાર વાપરે છે અને કંપની ખર્ચ આપે છે, તો:

  • ₹5000–₹7000 સુધી deduct થશે
  • બાકીની રકમ taxable ગણાશે

ફૂડ, ગિફ્ટ અને અન્ય લાભોમાં સુધારા
સરકારે રોજિંદા જીવન સાથે જોડાયેલા લાભોમાં પણ સુધારા કર્યા છે:

ફૂડ: ₹200 સુધીનું meal tax-free રહેશે. New Tax Regimeમાં પણ આ લાભ મળશે
ગિફ્ટ: ₹15,000 સુધી tax-free, તેનાથી વધુ taxable

અન્ય સેવાઓ:
ક્લીનર, માળી, ચોકીદાર જેવી સેવાઓ માટે કંપની જે ચૂકવે તે taxable ગણાશે

ડોક્યુમેન્ટેશન હવે ફરજિયાત
નવા નિયમો હેઠળ documentation વધુ કડક બનાવવામાં આવ્યું છે.હવે “declare કરી દીધું” પૂરતું નહીં રહે — proof આપવું ફરજિયાત બનશે

HRA માટે: ₹1 લાખથી વધુ ભાડું હોય તો landlordનું નામ, સરનામું અને PAN જરૂરી
ટ્રાવેલ: actual tickets અને ખર્ચના પુરાવા
લોન: lenderનું નામ અને PAN

PAN નિયમોમાં મોટો ફેરફાર
હવે PAN quoting માટેના limits પણ બદલાયા છે:

  • વાહન ખરીદી: ₹5 લાખથી વધુ
  • પ્રોપર્ટી: ₹20 લાખથી વધુ
  • કેશ ટ્રાન્ઝેક્શન: ₹10 લાખથી વધુ

વિદેશ ખર્ચ પર TCSમાં રાહત LRS હેઠળ:

  • વિદેશમાં શિક્ષણ અને સારવાર માટે TCS 5%માંથી ઘટાડી 2% કરવામાં આવ્યો.આથી foreign education લેતા વિદ્યાર્થીઓને સીધી રાહત મળશે

શેર બાયબેક પર નવા નિયમો
હવે buyback પર dividend તરીકે નહીં પરંતુ capital gains તરીકે ટેક્સ લાગશે.12 મહિના પછી વેચાણ પર 12.5% ટેક્સ લાગશે.

ITR ફાઈલિંગ માટે નવી ડેડલાઇન
ITR-3 અને ITR-4 માટે deadline 31 ઓગસ્ટ સુધી વધારવામાં આવી .taxpayersને વધુ સમય મળશે

Old vs New Tax Regime: શું પસંદ કરવું?

આ નવા નિયમો પછી ફરીથી એક મોટો પ્રશ્ન ઉભો થયો છે:
Old Tax Regime વધુ ફાયદાકારક કે New?

Old Regime:
✔️ HRA, education allowance, deductions
✔️ વધુ exemptions

New Regime:
✔️ સરળતા
✔️ ₹12 લાખ સુધી ટેક્સ ફ્રી (conditions સાથે)

જો તમારી પાસે વધારે deductions છે, તો Old Regime વધુ લાભદાયક બની શકે

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.