TrendingWorldઆંતરરાષ્ટ્રીયમુખ્ય સમાચાર

ઈરાનનો ઇઝરાયેલના હૈફા સ્થિત ઓઈલ રિફાઇનરી પર મિસાઇલ હુમલાનો દાવો

અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે ઇઝરાયેલની સૌથી મોટી ઓઈલ રિફાઇનરી પર મિસાઇલ હુમલો કર્યો છે. આ હુમલો હૈફા બેએ વિસ્તારમાં આવેલી Bazan Group ની રિફાઇનરીને નિશાન બનાવી કરવામાં આવ્યો હતો, જેને ઇઝરાયેલની ઊર્જા વ્યવસ્થાનો મુખ્ય આધાર માનવામાં આવે છે. આ હુમલાના કારણે રિફાઇનરીને ભારે નુકસાન પહોંચ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઘટનાને કારણે સમગ્ર મધ્યપૂર્વ વિસ્તારમાં ચિંતા અને ચર્ચાનો માહોલ ઉભો થયો છે.

ઈરાનની સૈન્ય સંસ્થા Islamic Revolutionary Guard Corps (IRGC) એ જણાવ્યું કે આ હુમલો “ખૈબર શેકન” નામની સોલિડ-ફ્યુઅલ બેલિસ્ટિક મિસાઇલથી કરવામાં આવ્યો હતો. આ મિસાઇલને Kheibar Shekan missile તરીકે ઓળખવામાં આવે છે. ઈરાનનું કહેવું છે કે આ કાર્યવાહી તાજેતરમાં અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાનના તેલ ડેપો અને ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કરાયેલા હુમલાઓના જવાબરૂપે કરવામાં આવી છે.

આ ઘટનાથી Iran અને Israel વચ્ચે તણાવ વધુ વધી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.